21મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે, આ તારીખથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે

News18 Gujarati
Updated: September 14, 2020, 6:18 PM IST
21મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે, આ તારીખથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે
રાજ્ય સરકારની જાહેરાત, 21મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે

રાજ્ય સરકારની જાહેરાત, ખરીદીની પ્રક્રિયા રાજ્યમાં 90 દિવસ સુધી ચાલશે

  • Share this:
ગાંધીનગર : કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આજે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે લેવાયેલા એક મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે આગામી 21મી ઓક્ટોબર 2020થી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. મગફળીની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા માટે 1 ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે અને 20 દિવસ રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. ત્યારબાદ 21મી ઓકટોબરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. ખરીદીની પ્રક્રિયા રાજ્યમાં 90 દિવસ સુધી ચાલશે.

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ નાફેડ એજન્સી દ્વારા ખરીદી કરાશે. એ માટે ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ નોડલ એજન્સી તરીકે નિયત કરવામાં આવી છે. રાજ્યમાં ચાલુ વર્ષે વર્ષાઋતુમાં સારો વરસાદ થવાના પરિણામે રવિ અને ઉનાળુ સિઝનમાં પણ ખેડૂતો વધુ વાવેતર કરી શકશે. રાજ્યમાં મગફળીની ખરીદી કરવામાં આવશે, એમાં પ્રતિ મણ 1055 રૂપિયાના ભાવે ખરીદી કરાશે. સામાન્ય રીતે લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે અધિક માસ છે અને જે ખેડૂતોએ વહેલી મગફળીનું વાવેતર કર્યું હતું એવા વિસ્તારના ખેડૂત અગ્રણીઓ દ્વારા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા વહેલી કરવા માટે રજૂઆત કરાતા મુખ્યપ્રધાન વિજય રુપાણી દ્વારા આ નિર્ણય લેવાયો છે

મગફળીની ખરીદી બાદ આગામી સમયમાં કઠોળ પાકોની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. રાજ્યમાં અતિવૃષ્ટિના પરિણામે જે ખેડૂતોના ઊભા પાકને 33 ટકાથી વધુ નુકસાન થયું છે એમને SDRFના ધોરણે સહાય કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - રાજકોટ : જમીનની અંદર 9 ટાંકામાં ગેરકાયદે રખાયેલો 1.12 કરોડનો જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો

આ માટે સર્વેની કામગીરી ચાલુ છે. જે પંદર દિવસમાં પૂર્ણ કરવાની છે. અંદાજે રાજ્યમાં 13 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે.
જે પૈકી ત્રણ લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે અને જરૂર જણાય તો ખેડૂતોના હિત માટે સર્વેની કામગીરી લંબાવવામાં પણ આવશે.ખરીદીમાં કૌભાંડ ન થાય તે જોવાની જવાબદાર સરકારની છે - કોંગ્રેસ

મગફળી ખરીદીની જાહેરાત પર કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીનું નિવેદન આપતા કહ્યું હતું કે રાજ્યમાં ભાજપની ખેડૂત ખેતી વિરોધી સરકાર છે. રાજ્યમાં આજે વિકટ પરિસ્થિતિ છે . ભાજપના પાક વીમા યોજના ભાજપ ફસલ યોજના છે .હજુ પણ ખેડૂતો પાક વીમાની રકમની રાહ જોઇ રહ્યા છે કોંગ્રેસ ટેકાના ભાવે મગફળી ખરદીવા માંગ કરી હતી. મગફળીમાં માટી હતી કે માટીમાં મગફળી હજુ ખબર પડી ન હતી. જો સરકાર ખેડૂતોને સાચા અર્થે મદદ કરે.

ટેકાના ભાવે ખરીદી અને પાક નુકશાની સર્વે બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેનના પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ટેકાના ભાવે મગફળીની વહેલી ખરીદી આવકાર્ય બાબત છે. 15 દિવસ પહેલા સરકારે લાભ પાંચમ જાહેર કરી ત્યારે સરકારને ખબર ન હતી કે આ વર્ષે અધિક માસ છે? સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદીમાં આગોતરું આયોજન કરવું જોઇએ. ખેડૂતોને ટ્રેક્ટર લઈને 3 - 4 દિવસ બેસી ન રહેવું પડે તેની સરકાર તકેદારી રાખે તે જરૂરી છે.

કૃષિમંત્રીએ સ્વીકાર્યું છે કે 13 લાખ હેકટરમાં પાક નુકસાની થઈ છે. 15 દિવસમાં માત્ર 3 લાખ હેકટરમાં જ સર્વે થઈ શક્યો છે. કૃષિમંત્રીના કહેવા મુજબ હજુ 10 લાખ હેકટરમાં સર્વે કરવાનો બાકી છે. જો સર્વે માટે 3 લાખ હેકટર 15 દિવસ થાય તો બાકીના 10 લાખ માટે બીજા 45 દિવસ જોઈએ. જ્યાં સુધી સર્વે ન થાય ત્યાં સુધી ખેડૂત સડેલા પાકનો નિકાલ ન કરી શકે કે ન બીજું વાવેતર કરી શકે. તો 45 દિવસ ખેડૂત પોતાનો સડેલો પાક સર્વેની રાહ જોઈ ખેતરમાં રાખી મૂકે? પાક નુકસાનીમાં દરેક પાક મુજબ સર્વે કેમ કરવું તેની માર્ગદર્શિકા સરકાર જાહેર શા માટે કરતી નથી?
Published by: Ashish Goyal
First published: September 14, 2020, 6:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading