ગાંધીનગર : ખેડૂતો માટે પડતા પર પાટું મારવા જેવો ઘાટ સર્જાયો છે. પોષણક્ષમ ભાવોને લઈ મુશકેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતોને ઈફકોએ ભાવ વધારા રૂપે લપડાક મારી છે. ખેડૂતો માટે પડતા પર પાટું મારવા જેવો ઘાટ સર્જાયો છે. પોષણક્ષમ ભાવોને લઈ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતોને ઈફ્કોએ ભાવ વધારા રૂપે લપડાક મારી છે. ડીએપી ખાતરના ભાવો જે અગાઉ 1200 રૂપિયા હતા તે વધારીને સીધા 1900 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. તો એનપીકે ખાતરના ભાવોમાં પણ જૂના ભાવમાં 615 રૂપિયાનો કમરતોડ વધારો કરતાં 1775થી 1800 કરવામાં આવ્યા છે.
ઈફકોના અધધ ભાવ વધારો સામે આવતાની સાથે ખેડૂત સંગઠનો તેમજ ખેડૂતોમાં આ નિર્ણય સામે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આજથી ખેડૂતો પર વધુ એક બોજ પડ્યો છે. ડીએપી, એએસપી અને એનપીકેના ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ડીએપી ખાતરના ભાવમાં 700 રૂપિયા તથા એએસપી ખાતરના ભાવમાં 375 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે એનપીકે ખાતરના ભાવમાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
પહેલા ડીએપી ખાતરનો ભાવ 1200 રૂપિયા હતો જે હવે વધીને 1900 રૂપિયા થઈ ગયો છે. તો એએસપીનું ખાતર 975ની જગ્યાએ 1350માં મળશે. એનપીકેમાં ૧ ર : ૩ ર ૩ : ૧૬ માં 1185ની જગ્યાએ 1800 રૂપિયા થયા. રૂપિયા ૬૧૫ નો વધારો થયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધતા રહે છે તો બીજી તરફ ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતો પરેશાન થઈ ગયા છે. સંખ્યાબંધ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતોના માથે ખાતારના ભાવ વધારાનો નવો માર પડ્યો છે. કોરોનાની સ્થિતિમાં માંડ પુરૂ કરતા ખેડૂતો આ ભાવ વધારાથી વધુ પાયમાલી તરફ ધકેલાશે તેમાં બેમત નથી.