ઈન્ડો જર્મન ટુલ રૂમ કોલેજમાં વિધાર્થીઓએ કર્યો હોબાળો

Parthesh Nair | News18
Updated: December 17, 2015, 8:21 PM IST
ઈન્ડો જર્મન ટુલ રૂમ કોલેજમાં વિધાર્થીઓએ કર્યો હોબાળો
અમદાવાદ# વટવા જીઆઈડીસી ખાતે આવેલી આઈજીટીઆર કોલેજના વિધાર્થીઓને જીવાતવાળુ ખાવાનું મળતું હોવાની ફરીયાદો સાથે હોબાળો મચાવ્યો હતો. આ સરકારી કોલેજ કેન્દ્ર સરકાર એમએસએમઈ હેઠળ સંચાલિત છે. જેમાં સેંકડો વિધાર્થીઓ અશુદ્ધ જમવાનું મળતું હોવાની ફરીયાદો કરી થાક્યા પરંતુ તેનો આજ દિન સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી. આજે વિધાર્થીઓએ કોલેજમાં હલ્લાબોલ કરી સત્તાધિકારીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.

  • News18
  • Last Updated: December 17, 2015, 8:21 PM IST
  • Share this:
અમદાવાદ# વટવા જીઆઈડીસી ખાતે આવેલી આઈજીટીઆર કોલેજના વિધાર્થીઓને જીવાતવાળુ ખાવાનું મળતું હોવાની ફરીયાદો સાથે હોબાળો મચાવ્યો હતો. આ સરકારી કોલેજ કેન્દ્ર સરકાર એમએસએમઈ હેઠળ સંચાલિત છે. જેમાં સેંકડો વિધાર્થીઓ અશુદ્ધ જમવાનું મળતું હોવાની ફરીયાદો કરી થાક્યા પરંતુ તેનો આજ દિન સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી. આજે વિધાર્થીઓએ કોલેજમાં હલ્લાબોલ કરી સત્તાધિકારીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.

2

ભીંડાના શાકમાં ઈયળ, સડેવા બટાકા અને રીંગણ તથા ચામડા જેવી રોટલીઓ ખાઈ-ખાઈ ને આ વિધાર્થીઓ આજે જાહેરમાં વિરોધ કરવા મજબુર બન્યા છે. વિધાર્થીઓનો આક્ષેપ છે કે, વટવા જીઆઈડીસી ખાતે આવેલી ઈન્ડો જર્મન ટુલ રૂમ કોલેજમાં તેઓ ભણે છે તેમને વર્ષોથી અશુદ્ધ અને નિમ્ન ક્વોલિટીનું જમવા મળે છે. પરંતુ સત્તાધિકારીઓ તેમની અનેક રજૂઆતો છતાં આખ આડા કાન કરે છે અને તેઓ અનઆરોગ્યપ્રદ જમવાનું જમવા માટે મજબુર બન્યા છે.

3

કોલેજના સત્તાવાળાઓ આટઆટલો વિરોધ છતા તેમના વિરોધને ક્યાકને ક્યાક નકારતા જોવા મળ્યા હતા. તેમનું કહેવું હતુ કે, વિધાર્થીઓ જે જમે છે તે જ જમવાનું અમે પણ જમીએ છીએ. જો કે, હકીકતનો તેમણે અંતે સ્વીકાર કરવો પડ્યો હતો અને વિધાર્થીઓના વિરોધ સામે તેમણે આગામી બે થી 3 દિવસમાં કેન્ટીનના નવા કોન્ટ્રાક્ટ માટે નવુ ટેન્ડર બહાર પડાશે તેવું જાહેર કર્યુ છે.

જીવાતવાળુ જમવાથી આખરે વિધાર્થીઓને ક્યારે છુટકારો મળશે તે તો જોવું રહ્યું. જો કે, હાલ વિધાર્થીઓના જબરદસ્ત વિરોધે સત્તાવાળાઓની ઉંઘ હરામ કરી નાખી છે અને તેઓ નવું ટેન્ડરિંગ કરવા જાણે કે મજબુર બન્યા છે અને આગામી દિવસોમાં વિધીવિધાનથી કોન્ટ્રાક્ટ બદલવાની બાહેધાંરી આપી છે.
First published: December 17, 2015, 8:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading