એલ.ડી.આર્ટસ કોલેજમાં કૌશલેન્દ્ર પ્રસાદના પુત્રને ન અપાયો પ્રવેશ

Bhavin Shah | News18
Updated: June 26, 2015, 3:41 PM IST
એલ.ડી.આર્ટસ કોલેજમાં કૌશલેન્દ્ર પ્રસાદના પુત્રને ન અપાયો પ્રવેશ
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો વિવાદ શમ્યો નથી ત્યાં ફરી એકવાર સંપ્રદાયના વડા અને ભગવાન સ્વામિનારાયણના વંશજ એવા તેજન્દ્ર પ્રસાદના પુત્ર કૌશલેન્દ્ર પ્રસાદને એલ.ડી. કોલેજમાંથી પરીક્ષામાંથી ઉઠાડી દેવામાં આવ્યા હતા અને તેમનુ રજીસ્ટ્રેશન રદ કરાયુ હતુ.

  • News18
  • Last Updated: June 26, 2015, 3:41 PM IST
  • Share this:
અમદાવાદ : સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો વિવાદ શમ્યો નથી ત્યાં ફરી એકવાર સંપ્રદાયના વડા અને ભગવાન સ્વામિનારાયણના વંશજ એવા તેજન્દ્ર પ્રસાદના પુત્ર કૌશલેન્દ્ર પ્રસાદને એલ.ડી. કોલેજમાંથી પરીક્ષામાંથી ઉઠાડી દેવામાં આવ્યા હતા અને તેમનુ રજીસ્ટ્રેશન રદ કરાયુ હતુ.

જયારે હાલના ગાદી પતિ કૌશલેન્દ્ર પ્રસાદના પુત્રને પણ પ્રવેશ મેળવવામાં મુશ્કેલી નડી રહી છે અને કોલેજ દ્વારા પ્રવેશ આપવાની સ્પષ્ટના પાડી દેવામાં આવી છે. જો કે, પિતા કૌશલેન્દ્ર પ્રસાદને પણ આજ કોલેજમાંથી ઉઠાડી મુકવામાં આવ્યા હતા.

કૌશલેન્દ્ર પ્રસાદના પુત્ર વજેન્દ્ર પ્રસાદ છેલ્લા બે વર્ષથી કોલેજમા પ્રવેશ લેવા માટે ધક્કા ખાઇ રહ્યા છે. ગત વર્ષે તેજન્દ્ર પ્રસાદના કહેવાથી જીએલએસ કેમ્પસની એસ.એમ.પટેલ કોલેજમાં વજેન્દ્ર પ્રસાદને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

જો કે તેમા પણ કોર્મસમાં તેઓ ક્યારેય હાજર ન રહેતા અને કોઇ પણ જાતના સબમીશનમાં હાજર ન રહેતા અંતે તેમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હતું.

જયારે કોલેજના પ્રિન્સીપાલે હાજરીના નિયમોની વાત કરી અંતે તેઓ કોલેજે અંતે તેમની હાજરી 75 ટકા ન થવાથી રજિસ્ટ્રેશ રદ કર્યુ હતુ અને તેથી કોલેજ દ્વારા તેઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
First published: June 26, 2015, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading