ભૂમાફિયા પર ગાળીયો, રાજકોટ શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પ્રથમ ફરિયાદ દાખલ


Updated: January 4, 2021, 3:58 PM IST
ભૂમાફિયા પર ગાળીયો, રાજકોટ શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પ્રથમ ફરિયાદ દાખલ
ભૂમાફિયા પર ગાળીયો, રાજકોટ શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પ્રથમ ફરિયાદ દાખલ

રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ લેન્ડ ગ્રેબિંગ એકટ અંતર્ગત ગુનો દાખલ કરી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિ સહિત નામજોગ કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી

  • Share this:
રાજકોટ : રાજકોટ ગ્રામ્ય પોલીસ બાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ લેન્ડ ગ્રેબિંગ એકટ અંતર્ગત ગુનો દાખલ કરી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિ સહિત નામજોગ કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સાથો સાથ અજાણ્યા પાંચથી છ માણસોનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભૂમાફિયાઓને નાથવા માટે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ 2020 અમલમાં લાવવામાં આવ્યો છે. ત્યારે માત્ર 48 કલાકના સમયગાળામાં રાજકોટ ગ્રામ્ય બાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ લેન્ડ ગ્રેબિંગ એકટ 2020 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.

સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના તાલુકા પોલીસને એક ફરિયાદ મળી હતી. જે ફરિયાદમાં અરજદાર રીનું બહેન યોગેન્દ્રભાઈ મહેતાએ કલેકટરને લેખિતમાં ફરિયાદ આપી હતી કે પોતાની માલિકીની વાવડી ગામના સરવે નંબરની 38/3ની 5261 ચોરસ મીટર જમીન તેમના માતા મીનાકુમારી મહાસુખલાલ પારેખે જાડેજા નટુભા નારણસિંહ પાસેથી ખેતીની જમીન ખરીદી હતી. જે જમીનમાંથી 2124 ચોરસ મીટરમાં આરોપીઓએ ગેરકાયદેસર પ્રવેશ કરી કંપાઉન્ડ વોલ તોડી પતરાની ઓરડી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ સિક્યુરિટી ગાર્ડ તથા સ્ટાફના માણસોને ધાક-ધમકી આપીને તેમજ મોટી રકમ પડાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

આ પણ વાંચો - અમદાવાદના કોટ વિસ્તારમાં ખુલ્લેઆમ ચરસ વેચાણના રેકેટનો પર્દાફાશ, આરોપી પોલીસના સકંજામાં

સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા આઈપીસીની કલમ 143, 447, 506, 427, 120b તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 2 (ચ), 4 (1), 4 (3) મુજબ મહેન્દ્રસિંહ નટવર સિંહ જાડેજા ,કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા મહાવીરસિંહ દોલતસિંહ જાડેજા તથા અજાણ્યા પાંચ-છ માણસો તથા તપાસમાં ખૂલે તે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી હાલ તપાસ શરૂ કરી છે.

હાલ આ કામના આરોપીઓ પૈકી કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા મહાવીરસિંહ દોલતસિંહ જાડેજાની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે ધરપકડ કરવામાં આવેલા બંને આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવામાં આવશે.
Published by: Ashish Goyal
First published: January 4, 2021, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading