વડોદરામાં પતંગ ચગાવતાં ચોથા માળેથી પડી જતાં 14 વર્ષના બાળકનું મોત

News18 Gujarati
Updated: January 4, 2021, 11:54 PM IST
વડોદરામાં પતંગ ચગાવતાં ચોથા માળેથી પડી જતાં 14 વર્ષના બાળકનું મોત
વડોદરામાં પતંગ ચગાવતાં ચોથા માળેથી પડી જતાં 14 વર્ષના બાળકનું મોત

ઉત્તરાયણ ટાણે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો

  • Share this:
અંકિત ઘોનસીકર, વડોદરા : ઉત્તરાયણ નજીક હોય પહેલા ઘણી સાવધાની રાખવી પડતી હોય છે. વડોદરામાં ઉત્તરાયણ ટાણે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં પતંગ ચગાવતાં સમયે 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા મોત થયું છે.

વડોદરામાં વાઘોડિયા રોડ વિસ્તારનાં નર્મદા ફ્લેટની ઘટના છે. 14 વર્ષનો બાળક પતંગ ચગાવવા માટે ધાબે ચડ્યો હતો. પતંગ ચગાવવામાં મશુગલ બાળકનું ધ્યાન ન રહેતા ચોથા માળેથી નીચે પટકાયો હતો. 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા મોત થયું છે.

આ પણ વાંચો - ભૂમાફિયા પર ગાળીયો, રાજકોટ શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પ્રથમ ફરિયાદ દાખલ

આ પહેલા સુરતના પુણા વિસ્તારમાં એક દુર્ઘટના બની હતી. 5 વર્ષીય બાળક ધાબા પર પતંગ ચગાવતો હતો. આ દરમિયાન તેનો પગ લપસી જતા બીજા માળેથી પટકાયો હતો. જેને લઇને બાળકનું મોત થયું હતું.

ઉત્તરાયણ નજીક આવતાની સાથે પતંગના દોરાથી અનેક દૂર્ઘટનાઓ સર્જાતી હોય છે. જેમા અનેક પક્ષીઓ તેમજ મનુષ્યોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા ન્યુ ગોપાલ પાર્ક શેરી નંબર 2માં રહેતા બકરાણીયા પરિવારના વિપુલભાઈ નામના 39 વર્ષીય વ્યક્તિને ગાળાના ભાગે પતંગની દોરી વાગવાને કારણે મોત નિપજ્યું છે. ઉત્તરાયણ આવે તે પહેલા રાજ્યમાં ત્રણ કરુણ ઘટના સામે આવી ગઈ છે.
Published by: Ashish Goyal
First published: January 4, 2021, 11:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading