વડોદરા ચકચારી હત્યા કેસ: પત્નીની સામે જ મહેંદીએ સચિનને માર્યો હતો માર

News18 Gujarati
Updated: October 19, 2021, 8:38 AM IST
વડોદરા ચકચારી હત્યા કેસ: પત્નીની સામે જ મહેંદીએ સચિનને માર્યો હતો માર
સચિન દિક્ષિત મહેંદી પેથાણીની ફાઇલ તસવીર

ગાંધીનગરની પેથાપુરની ગૌશાળામા 10 મહિનાના બાળક સ્મિતને તરછોડવામા આવ્યો હતો. જે બાદ તપાસનો ધમધમાટ ચાલતા બાળક તરછોડવાછી લઇને મર્ડર સુધીનો કેસ ખુલવા પામ્યો હતો.

  • Share this:
વડોદરા: મહેંદીની હત્યા (Mahendi murder in Vadodara) કરીને બાળક સ્મિતને ગાંધીનગરમાં (Gandhinagar) તરછોડવાના કિસ્સામાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. હાલ આ કિસ્સો લોકોનાં મગજ પર છવાયેલો છે. ત્યારે આ કેસની અન્ય એક વાત સામે આવી છે. પ્રેમિકા મહેંદીએ સચિનને તેની પત્ની આરાધનાની હાજરીમાં અમદાવાદમાં માર માર્યો હતો. નોંધનીય છે કે, હાલ સચિન વડોદરા પોલીસની કસ્ટડીમાં છે. વડોદરામાં મહેંદી અને સચિન લીવઇન રિલેશનમાં રહેતા હતા.

પત્નીએ માર ખાતા બચાવ્યો હતો

આ કેસમાં સચિનને પકડ્યા બાદથી જ તેનો પરિવાર આ બધી બાબતોથી અજાણ બનવાનું નાટક કરતો હતો.પરંતુ ધીરે ધીરે આ કેસની અંદરની વિગતો સામે આવતી જતી હતી. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં મહેંદીએ સચિનને તેની જ પત્ની આરાધનની હાજરીમાં માર માર્યો હતો. જે બાદ તેની પત્નીએ જ પતિને માર ખાતા બચાવ્યો હતો.

સચીન દિક્ષિત


20 કલાક બાદ ઝડપાયો હતો

8 ઓક્ટોબર, 2021ના રોજ મોડી રાત્રે ગાંધીનગરની પેથાપુરની ગૌશાળામા 10 મહિનાના બાળક સ્મિતને તરછોડવામા આવ્યો હતો. જે બાદ તપાસનો ધમધમાટ ચાલતા બાળક તરછોડવાછી લઇને મર્ડર સુધીનો કેસ ખુલવા પામ્યો હતો. બાળકની માના પ્રેમી સિચને બાળકને તરછોડતા પહેલા મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ કેસમા પોલીસે 20 કલાક બાદ માસુમને તરછોડનાર પિતાને ઝડપી લીધો હતો.સીસીટીવીએ ખોલ્યો હતો રાઝ

આ કેસનો ભેદ ઉકેલવામાં અને આરોપીની સૌથી પહેલી કડી ભાટ પાસેથી મળી હતી. જ્યાં એક જગ્યાએ સીસીટીવીમાં કારમાં બાળક અને સચિન દેખાયા. ત્યાર બાદ આખી ઘટનાની કડીઓ જોડાતી ગઈ હતી. હાલ સચિન પણ ડિપ્રેશનમાં છે અને તેનો પરિવાર પણ ડીપ્રેશનમાં છે. બીજીતરફ સચિનના પરિવારને તેની પર ભરપૂર ગુસ્સો આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હજુ પણ તેઓનું કાઉન્સેલિંગ યથાવત રાખવામાં આવ્યું હોવાનું એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતુ.

વડોદરાના ઘરમાં પોસીલ તપાસ


લાશવાળી બેગ સચિનથી ઉંચકાઇ ન હતી

આરોપી સચીન કબૂલાત કરી હતી કે પ્રેમિકા મહેંદીની બાળક સામે જ હત્યા કરી દીધાં બાદ લાશને બેગમાં નાખી દીધી. જે પછી લાશને પોતાની કારમાં નાખીને નાશ કરવા માંગતો હતો પરતું બેગમાં રહેલ લાશ ઉંચકાઈ ન હોવાથી રસોડામાં મુકી દીધી હતી. બાદમાં વડોદરાથી બાળકને લઇ ગાંધીનગર આવ્યો અને ત્યાં પેથાપુર સ્વામીનારાયણ ગૌશાળામાં બાળકને તરછોડી ઘરે જતો રહ્યો હતો. જે પછી સચિન તેની પત્ની આરાધનાને લઇ રાત્રે દસ વાગે એક મોલમાં ખરીદી કરવા લઇ ગયો હતો. જે બાદ સચિન પરિવાર સાથે ઉત્તર પ્રદેશ જવા નીકળી ગયો હતો. આ તમામ જગ્યાએ આરોપી સચિનને લઈને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
Published by: Kaushal Pancholi
First published: October 19, 2021, 8:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading