વાઘોડિયામાં 31 ડિસેમ્બરેની રાત્રે દારૂની મહેફિલ માણતા નબીરા ઝડપાયા, ત્રણ યુવતીઓ પણ સામેલ
News18 Gujarati Updated: January 1, 2021, 4:50 PM IST
વાઘોડિયા પોલીસે પાર્ટીમાં રેડ કરીને ભંગ પાડ્યો હતો
પોલીસે બ્રીઝા કાર, BMW, 9 મોબાઈલ ફોન, 4 ઉંચી બ્રાન્ડની દારૂની બોટલ પણ જપ્ત કરી
અંકિત ઘોનસિકર, વાઘોડિયા : વર્ષના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરે રાત્રે નવા વર્ષને વધાવવા યુવાનો આતુર રહેતા હોય છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં 31મી ડિસેમ્બરની રાત્રે પાર્ટી કરવાનો ક્રેઝ આવી રહ્યો છે. જેમાં ક્યારેક દારૂની મહેફિલ પણ જામતી હોય છે. આવી જ દારૂની મહેફિલ 31મી ડિસેમ્બરની રાત્રે વાઘોડીયામાં જામી હતી. જ્યાં પોલીસે રેડ કરીને દારૂની મહેફિલ માણતા નબીરા ઝડપી પાડ્યા હતા.
વાઘોડીયામાં ઓરબીટ 99 બંગ્લોઝમાં બંગ્લા નંબર 92માં 31stની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુઝીક સિસ્ટમ સાથે નાચગાન કરી યુવકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જેમાં ત્રણ યુવતીઓ પણ સામેલ હતી. છ યુવકો સહિત ત્રણ યુવતીઓએ મહેફિલ યોજી હતી. વાઘોડિયા પોલીસે પાર્ટીમાં રેડ કરીને ભંગ પાડ્યો હતો.
પોલીસે બ્રીઝા કાર, BMW અને 9 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. કુલ 17.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ રેડ દરમિયાન 4 ઉંચી બ્રાન્ડની દારૂની બોટલ પણ જપ્ત કરી છે. તમામ ખાનદાની નબીરાઓ વડોદરા શહેરના રહેવાસી છે.
પકડાયેલા આરોપીઓના નામ
1. તરીત આલોક શ્રીવાસ્તવ
2. સિદ્ધાર્થ વિનોદ ચૌધરી3. જય સુનિલભાઈ શાહ
4. કાર્તિક ભગવાનજી પટેલ
5. અનુજ પ્રવીણભાઈ સેહગલ
6. સિમરન જયેશભાઈ ત્રિલોકભાઈ જૈન
7. મેશ્વા નિકુલભાઇ કનુભાઈ પટેલ
8. સોમીયા પંકજ આર એન અગ્રવાલ
9. જયસિંહ અર્જુનસિંહ દરબાર
Published by:
Ashish Goyal
First published:
January 1, 2021, 4:50 PM IST