બનાસકાંઠા : નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલી પરિણીતાની લાશ મળી આવી


Updated: January 12, 2021, 11:14 PM IST
બનાસકાંઠા : નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલી પરિણીતાની લાશ મળી આવી
બનાસકાંઠા : નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલી પરિણીતાની લાશ મળી આવી

યુવતીના પગ બાંધી અને કોથળામાં પથ્થરો અને લાશને ભર્યા બાદ કોથળાને તારથી બંધ કરી દીધો હતો

  • Share this:
આનંદ જયસ્વાલ, ડીસા : બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોધરા ગામ પાસેથી નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલી યુવતીની લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે દિયોદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરતા નર્મદાની મુખ્ય કેનાલમાં એક કોથળામાં ભરેલી લાશ તરતી હાલતમાં મહી હતી. જેથી પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી કોથળાને બહાર કાઢ્યો હતો. જેમાં એક યુવતીના પગ બાંધી અને કોથળામાં પથ્થરો અને લાશને ભર્યા બાદ કોથળાને તારથી બંધ કરી દીધો હતો

આ મામલે પ્રાથમિક તપાસ કરતા આ મહિલા કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામની પૂજાબેન ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. પૂજાના લગ્ન અઢી વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ મુજબ કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામે રહેતા વિનોદ ઠાકોર સાથે થયા હતા. લગ્નના થોડા જ સમય બાદ તેના સાસરિયાઓ દ્વારા તેને માનસિક ત્રાસ આપતા હોવાનું તેના પિતાનું માનવું છે એટલું જ નહીં પરંતુ તેના સાસરિયાઓએ તેમજ અન્ય કેટલાક શખ્સોએ તેની હત્યા કરી લાશને ફેંકી દીધી હોવાની પણ શંકા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો - અમદાવાદના ફાયર સ્ટેશનમાંથી 30 લાખની શબવાહિની એન્જીનિયર યુવક ચોરી ગયો હતો, કર્યો આવો ખુલાસો

મૃતક પૂજાના પિતાની વાત માનીએ તો લગ્ન થયા બાદ સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. જેથી તેના સાસરિયાઓ અને અન્ય કેટલાક લોકોએ સાથે મળી તેની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું. જોકે આ મામલે અત્યારે દિયોદર પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પૂજા ઠાકોરની નિર્મમ હત્યા કરી તેની લાશને કોથળામાં ભરીને ફેંકી દીધેલી હાલતમાં જોઈએ તેના પરિવારજનો પણ દ્રવી ઉઠ્યા હતા. દીકરીની નિર્મમ હત્યા કરનાર હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી પરીવારજનોની માંગ છે.
Published by: Ashish Goyal
First published: January 12, 2021, 6:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading