પાટણ: પાંચ સંતાનોની માતાને મોટાભાઇએ ત્રણ લાખમાં વેચી, કહ્યું 'તારે લગ્ન કરી રાજસ્થાન જવાનું છે'

News18 Gujarati
Updated: April 6, 2021, 9:30 AM IST
પાટણ: પાંચ સંતાનોની માતાને મોટાભાઇએ ત્રણ લાખમાં વેચી, કહ્યું 'તારે લગ્ન કરી રાજસ્થાન જવાનું છે'
પ્રતીકાત્મક તસવીર

આમુબેનને રાજસ્થાનના એક ગામમાં દસેક દિવસ ગોંધી રાખીને રોજ માર મારતા હતા. તેથી આમુબેન ત્યાંથી ભાગવાની ફિરાકમાં જ હતા.

  • Share this:
પાટણ: સાંતલપુરની એક પરિણીતા (married woman) પતિ સાથે (husband) અણબનાવ થતા પાટણ અલગ રહેતી હતી. આ મહિલાને સંતાનોમાં ચારી દીકરી અને એક દીકરો છે. આ મહિલાને તેના ભાઇએ રાજસ્થાનના (Rajasthan) શખ્સ સાથે ઘર બનાવવા માટે ત્રણ લાખમાં વેચી દીધી હતી. મહિલાના ભાઇએ મહિલાની મરજી વિરુદ્ધ હાથ બાંધીને કારમાં બેસાડી દીધી હતી. મહિલાને 10 દિવસ એક ઘરમાં માર મારીને ગોંઘી રાખી હતી. તે તક જોઇને ઘરમાંથી ભાગીને પાટણ આવી ગઇ હતી. જ્યાં મહિલાએ આ અંગેની ફરિયાદ નોંધાવી છે. આ મહિલા હાલ હૉસ્પિટલમાં સારવાર લઇ રહી છે.

પતિથી અલગ રહેતી હતી

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પાટણમાં નવા બસ સ્ટેશન પાછળની ઝૂંપડપટ્ટીમાં 45 વર્ષના આમુબેન સુમારભાઈ મધરા રહે છે. તેમના લગ્ન વીસ વર્ષ પહેલા રાધનપુરના કાસમભાઈ હારૂનભાઇ મધરા સાથે થયા હતા. તેઓના લગ્ન જીવન દરમિયાન તેમને સંતાનમાં ચાર દીકરીઓ અને એક દીકરો છે. છેલ્લા ઘણા સમયથી પતિ સાથે બોલાચાલી થતા તેઓ અલગ રહેતા હતા.

આ દરમિયાન દોઢેક મહિના પહેલા મહિલાના મોટાભાઈ હમીરભાઇ મધરાએ ફોનમાં વાત કરી તેને વાદળીથર બોલાવી હતી.

રાજ્ય બહારથી અમદાવાદ પરત આવવા માટે નહીં કરાવવો પડે RT PCR ટેસ્ટ પરંતુ આધારકાર્ડ જરૂરી

'તારે લગ્ન કરી રાજસ્થાન જવાનું છે'બહેન વાદળીથર પહોચી ત્યારે તેના મોટાભાઈ, મામા સહિતના લોકોની હાજરીમાં રાત્રે ઈકો ગાડીમાં ચાર માણસો આવ્યા હતા. જેઓ રાજસ્થાનના ખમીસાભાઈ ઉર્ફે ભમરો હયાતભાઈ રાઉમાની ઓળખ કરાવી તેમની સાથે તારે લગ્ન કરી રાજસ્થાન જવાનું છે તેવું ધમકીભર્યા સુરમાં કહ્યું હતુ. પરંતુ આમુબેને સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ ભાઇએ મહિલાના હાથ બાંધીને બળજબરીથી તેને ગાડીમાં બેસાડી દીધી હતી. જે બાદ ત્રણ લાખ રૂપિયાની લેતી દેતી કરી હતી. ત્યારબાદ આમુબેનને રાજસ્થાનના એક ગામમાં દસેક દિવસ ગોંધી રાખીને રોજ માર મારતા હતા. તેથી આમુબેન ત્યાંથી ભાગવાની ફિરાકમાં જ હતા.

સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો: સારવાર માટે ખસેડાયાના પાંચ જ કલાકમાં મોત

મહિલા ચંગૂલમાંથી ભાગવામાં સફળ થઇ

20 ફેબ્રુઆરીની રાતે જ્યારે બધા સુતા હતા ત્યારે મહિલાને ભાગવાની તક મળી હતી અને તે પાટણ પહોંચી ગયા હતા. આમુબેને સિવિલ હોસ્પિટલમાં સારવાર લધી હતી અને ત્યાંથી જ તેમણે પોલીસમાં આ અંગેની ફરિયાદ કરી હતી.મહિલાએ વારાહી પોલીસ મથકમાં તેમના ભાઇ સાથે નવ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની તપાસ હાલ ચાલી રહી છે.
Published by: Kaushal Pancholi
First published: April 6, 2021, 9:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading