દાદરા નગરહવેલીની એક સરકારી શાળામાં શિક્ષકે દારૂના નશામાં વિદ્યાર્થીઓની હાજરીમાં બેફામ ગાળાગાળી કરી


Updated: October 19, 2021, 9:58 PM IST
દાદરા નગરહવેલીની એક સરકારી શાળામાં શિક્ષકે દારૂના નશામાં વિદ્યાર્થીઓની હાજરીમાં બેફામ ગાળાગાળી કરી
શિક્ષક ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં (teacher drinking alcohol)ક્લાસમાં બેસી અને વિદ્યાર્થીઓ સામે અશોભનીય વર્તન કર્યું

શાળાના ક્લાસમાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં શિક્ષકે કરેલા અશોભનીય વર્તનનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં (social media)વાયરલ થઇ રહ્યો છે

  • Share this:
ભરતસિંહ વાઢેર, સેલવાસ :  સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની (Dadra Nagar Haveli) એક સરકારી શાળામાં (government school)એક શિક્ષક ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં (teacher drinking alcohol)ક્લાસમાં બેસી અને વિદ્યાર્થીઓ સામે અશોભનીય વર્તન કર્યું હતું. દારૂના નશામાં ટલ્લી થયેલા શિક્ષકે વિદ્યાર્થિનીઓની હાજરીમાં પણ બેફામ ગાળાગાળી કરી હતી. શાળાના ક્લાસમાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં શિક્ષકે કરેલા અશોભનીય વર્તનનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં (social media)વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે પ્રદેશનું શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે.

બનાવની વિગત મુજબ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના ખાનવેલની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાના મરાઠી માધ્યમના એક ક્લાસમાં સંદીપ શાંતારામ દેશલે નામનો એક શિક્ષક ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ક્લાસમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ તે વિદ્યાર્થીઓની હાજરીમાં વિદ્યાર્થિનીઓની સામે જ ક્લાસમાં અશોભનીય વર્તન કરે છે અને બેફામ ગાળાગાળી કરે છે. આમ શિક્ષણના ધામમાં એક શિક્ષક દારૂના નશામાં વિદ્યાર્થીઓ સામે અશોભનીય વર્તન કરવાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો - વલસાડ : ‘હું તમને નોકરીમાં ખુશ રાખીશ, તમે મને ખુશ રાખો, નહી તો નોકરીમાંથી કાઢી મુકીશ’

શિક્ષક જ્યારે દારૂના નશામાં ક્લાસમાં અશોભનીય વર્તન કરી અને ગાળાગાળી કરી રહ્યો હતો. એ વખતે ક્લાસમાંથી કોઈએ શિક્ષકના વર્તનનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો હતો. અત્યારે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે શાળાના ક્લાસમાં દારૂના નશામાં ટલ્લી થયેલા શિક્ષકનો વીડિયો વાયરલ થતાં જ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીનું શિક્ષણ વિભાગ પણ દોડતું થયું હતું અને શિક્ષકના અશોભનીય વર્તન બદલ તાત્કાલિક અસરથી તેને પદ પરથી નિષ્કાસિત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - સુરત : કૌટુંબિક કાકા લક્ષ્મણ રબારીએ પરિણીતા સાથે કિસ કરતા ફોટા પાડ્યા, બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું

સાથે જે શાળામાં ઘટના બની છે તે શાળાના આચાર્યની પણ જવાબદાર ગણાવી આચાર્યને પણ અત્યારે કારણ દર્શક નોટિસ ફટકારી છે. આમ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં દારૂના નશામાં શિક્ષકે વિદ્યાર્થીઓની હાજરીમાં ક્લાસમાં કરેલા બેફામ વાણીવિલાસ અને અશોભનીય વર્તનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની સરકારી શાળાઓમાં શિક્ષકોના વર્તન અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. સમગ્ર ઘટના અત્યારે પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
Published by: Ashish Goyal
First published: October 19, 2021, 9:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading