સુરત : દેહવિક્રયના ધંધામાં થયેલા ઝઘડામાં યુવકની હત્યા, મહિલાએ યુવક સાથે મળી મોતને ઘાટ ઉતાર્યો


Updated: December 31, 2020, 4:11 PM IST
સુરત : દેહવિક્રયના ધંધામાં થયેલા ઝઘડામાં યુવકની હત્યા, મહિલાએ યુવક સાથે મળી મોતને ઘાટ ઉતાર્યો
પ્રતિકાત્મક તસવીર

સમગ્ર ઘટનાને નજરે જોનાર દુકાનદાર અને સીસીટીવીની મદદથી પોલીસે હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે

  • Share this:
સુરત : સુરતમાં વધુ રહેલી હત્યાઓની ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે. શહેરના મહિધરપુરા વિસ્તારમાં દેહવિક્રયના ધંધામાં થયેલા ઝઘડામાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી હતી. દેહ વિક્રયનાં ધંધા સાથે સંકળાયેલી મહિલાએ અને યુવકે મળી અજાણ્યા યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે.

સુરતમાં દિવસેને દિવસે હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેરના મહિધરપુરા વિસ્તારમાં અજાણ્યા યુવકની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. શહેરના દિલ્લી ગેટ ચાર રસ્તા નજીક કબીર મંદિરની બાજુમાં ગત રાત્રે અજાણ્યા યુવાનને એક મહિલા અને તેના મિત્રએ માર મારી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતા મહિધરપુરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્લી ગેટ ચાર રસ્તા સ્થિત કબીર મંદિરની બાજુમાં કટલરીની દુકાનનો માલિક કમલેશ શક્ઠુલાલ ગુપ્તા દુકાનમાં હાજર હતો. સ્થાનિક વિસ્તારમાં આંટાફેરા મારતી હીના નામની મહિલા દેહ વિક્રયનો ધંધો કરે છે. તેનો મિત્ર એક અજાણ્યા યુવાન સાથે કમલેશની બાજુની દુકાન સામે ઝઘડો કરી રહ્યા હતા. ત્યાર બાદ હીના અને તેનો મિત્ર અજાણ્યા યુવાનને મારતા મારતા કમલેશની દુકાનની બાજુમાં લઇ ગયા હતા. જયાં હીનાના મિત્રએે કમરના ભાગેથી ચપ્પુ કાઢી અજાણ્યા યુવાનના પેટ અને છાતીના ભાગે ત્રણથી ચાર ઘા મારી દીધા હતા. દુકાનદાર કમલેશે આ સમગ્ર ઘટના નજરે જોઇ. જેથી તે ડરી ગયો અને તુરંત જ દુકાન બંધ કરી ઘરે ચાલ્યો ગયો. હીના તેના હત્યા કરનાર મિત્ર સાથે ઘટના સ્થળેથી ફરાર થઇ ગઈ હતી.

આ પણ વાંચો - અમદાવાદ : 31 ડિસેમ્બરે રાત્રે બહાર નીકળતા પહેલા ચેતજો, આવી છે પોલીસની તૈયારી


ચપ્પુથી પેટ અને છાતીના ભાગે ઇજા થતા અજાણ્યા યુવાન લોહીથી લથબથ થઇ ગયો હતો અને રોડ ક્રોસ કરતી વખતે ત્યાં જ ઢળી પડયો હતો. બનાવની જાણ મહિધરપુરા પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે લઇ જવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ તે પહેલા જ તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે સમગ્ર ઘટનાને નજરે જોનાર દુકાનદાર અને સીસીટીવીની મદદથી પોલીસે હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.
Published by: Ashish Goyal
First published: December 31, 2020, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading