સુરત : ફી નહી ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ કરાશે બંધ, સ્વનિર્ભર શાળા સંચાલકોની વાલીઓને ચીમકી


Updated: December 1, 2020, 9:57 PM IST
સુરત : ફી નહી ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ કરાશે બંધ, સ્વનિર્ભર શાળા સંચાલકોની વાલીઓને ચીમકી
પ્રતિકાત્મક તસવીર

સુરતના વાલીમંડળમાં રોષ જોવા મળ્યો, આવી શાળાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી

  • Share this:
સુરત : એક તરફ દિવાળી બાદ શાળા ખુલવાના કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી. બીજી તરફ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો આક્રરો નિર્ણય સામે આવ્યો છે. જેમાં ફી ન ભરનાર વાલીઓનાં સંતાનોને 15 ડિસેમ્બરથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે નહીં. જેને લઈને સુરતના વાલીમંડળમાં રોષ જોવા મળ્યો હતો અને જે શાળાઓ ઓનલાઈન શિક્ષણ બંધ કરશે તેમની વિરુદ્ધ દંડાત્મક પગલા લેવા માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.

આ વર્ષે કોરોનાના કારણે સ્કૂલો કયારે શરૂ થશે તે નક્કી નથી. શાળા સંચાલકો, આચાર્યો, વાલી, શિક્ષકો, વિદ્યાર્થીઓની મુંઝવણ વધતી જાય છે. આવી સ્થિતિ વચ્ચે આજે સ્વનિર્ભર શાળા સંચાલકનાા આક્રરા નિર્ણયને લઈ વાલી વાલીમંડળમાં રોષ જોવા મળ્યો હતો. સ્વનિર્ભર શાળા સંચાલકોએ હવે ફરી એકવાર 15 ડીસેમ્બર સુધીમાં ફી ભરવા માટેની તાકીદ કરી છે અને ફી ન ભરનાર વાલીઓનાં સંતાનોને 15 ડિસેમ્બરથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે નહીં. આ નિર્ણયને લઈને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો - સુરેન્દ્રનગર પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટની અનોખી પહેલ, કોવિડ કેર સેન્ટર માટે પાંચ માળની આધુનિક બિલ્ડીંગ આપી

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ઓનલાઇન શિક્ષણ બંધ કરી વાલીઓને સરકારી ચેનલો મારફતે બાળકોને અભ્યાસ કરાવવાની સલાહ આપી છે. સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા ડો. દીપક રાજગુરુએ જણાવ્યું હતું કે કેટલાંક જ એવા વાલીઓ છે કે જેઓ ફી ભરવા માંગતા નથી, ફોન પણ ઉપાડતા અને ફી કેમ નથી ભરવી તે અંગે પણ જણાવવા માંગતા નથી તેમના બાળકો માટે જ આ નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું હતું કે હાલ શાળાઓ પણ અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે. બાળકનું શિક્ષણ નહીં બગડે એટલા માટે અમે છેલ્લાં 7 મહિનાથી પ્રયાસ કરી રહ્યા છીએ. કેટલાક એવા વાલીઓ પણ છે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સત્રની ફી એપ્રિલ મહિના સુધીમાં ભરી દેવાનું કહ્યું છે. તેમના માટે આ નિયમ નથી. હું સ્પષ્ટ પણે કહું છે કે જે વાલીને ફી બાબતે મળવા પણ નથી આવું અને કંઇ કહેવું પણ નથી તે વાલીઓ માટે આ નિર્ણય રહેશે. આવા વાલીઓના યોગ્ય જવાબની 15 ડિસેમ્બર સુધી રાહ જોઇશું. જો યોગ્ય જવાબ નહીં આવે તો અમે આ નિયમને લાગુ કરી દઇશું.

સ્વનિર્ભર શાળાના સંચાલક દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયને સુરત જિલ્લા વાલીમંડળે બંધારણના શિક્ષણના અધિકારનું હનન કરવામાં આવી રહ્યું હોવાના આરોપ સાથે જિલ્લા શિક્ષણ મંત્રીને પત્ર લખી દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વાલીમંડળે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં વાલીઓની આર્થિક હાલત દયનિય બની છે જે જોતા ગરીબ પરિવારના બાળકોને અમુક શાળાઓ ફી ભરવામાટે દબાણો કરે છે. આજે પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ફી ન ભરી શકનાર વાલીઓનું ઓનલાઇન બંધ કરવાની ધમકી જાહેર કરાઇ છે. જે અમાનવીય અને શૈક્ષણિક હીતને ન શોભે એવું વલણ છે. ફી બાબતે જો કોઈ બાળકોનું ઓનલાઇન ભણતર બંધ કરવામાં આવે તો આવી શાળાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી હતી.
Published by: Ashish Goyal
First published: December 1, 2020, 9:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading