સુરત : થર્ટી ફર્સ્ટની નાઈટમાં ચિક્કાર દારૂ પીને ઘરે આવ્યો યુવાન, દાદર પરથી પટકાતા થયું મોત


Updated: January 1, 2021, 5:18 PM IST
સુરત : થર્ટી ફર્સ્ટની નાઈટમાં ચિક્કાર દારૂ પીને ઘરે આવ્યો યુવાન, દાદર પરથી પટકાતા થયું મોત
સુરત : થર્ટી ફર્સ્ટની નાઈટમાં ચિક્કાર દારૂ પીને ઘરે આવ્યો યુવાન, દાદર પરથી પટકાતા થયું મોત

નવા વર્ષની ઉજવણીમાં ચિક્કાર દારૂ પી ચંદુ મધરાત્રે 3 વાગે ઘરે આવ્યો હતો

  • Share this:
સુરત : સુરતના લિંબાયત વિસ્તારમાં થર્ટી ફર્સ્ટની નાઈટમાં ઉજવણી કરી અને દારૂ પીને ઘરે આવેલો યુવાન દાદર પરથી અચાનક નીચે પટકાયો હતો. જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી. પરિવાર યુવાને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા પણ યુવાને સારવાર મળે તે પહેલા તેનું કરુણ મોત થયું હતું. યુવાનના મોતને લઇને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

થર્ટી ફર્સ્ટની નાઈટને બાય બાય કરવા સાથે નવા વર્ષને વેલકમ કરવા માટે યુવા હૈયા થનગની રહ્યા હોય છે. ક્યારેક ઉજવણીમાં દારૂની મહેફિલ પણ થતી હોય છે. ગતરોજ થર્ટી ફર્સ્ટની નાઈટમાં નવા વર્ષની ઉજવણીમાં ચિક્કાર દારૂ પી ચંદુ મધરાત્રે 3 વાગે ઘરે આવ્યો હતો. દરવાજો ખખડાવવામાંએ દાદર પરથી નીચે પટકાયો હતો. પરિવારને આ બાબતની જાણકારી થતા તેની માતા આ યુવાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જોકે આ યુવાનને સારવાર મળે તે પહેલા તેનું કરુણ મોત થયું હતું. સુરતના લિંબાયતના શંકર નગરમાં રહેતો ચંદુ કોટા કાપડની દુકાનમાં કામ કરીને પરિવારને મદદ કરતો હતો

આ પણ વાંચો - વાઘોડિયામાં 31 ડિસેમ્બરેની રાત્રે દારૂની મહેફિલ માણતા નબીરા ઝડપાયા, ત્રણ યુવતીઓ પણ સામેલ


હોસ્પિટલમાં તબીબોએ ઘટના બાબતે પૂછતાં મૃતક યુવાનના ભાઈએ મારામારીની વાત કરી હોવાથી તબીબોએ આ મામલે પોલીસને જાણકારી આપતા પોલીસ તાત્કાલિક દોડી આવીને ફરિયાદ લઇને વધુ તપાસ શરુ કરી છે.
Published by: Ashish Goyal
First published: January 1, 2021, 5:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading