અમરેલીઃ પગાર વધારવાની લાલચે સંચાલકનો મહિલાને ચુંબનનો પ્રયાસ

News18 Gujarati
Updated: July 16, 2019, 11:31 AM IST
અમરેલીઃ પગાર વધારવાની લાલચે સંચાલકનો મહિલાને ચુંબનનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

અમરેલીની જાણીતી નર્સિંગ કોલેજમાં સંચાલક અને શિક્ષણવિદ્દે માનમર્યાદા નેવે મૂકીને મહિલા કર્મચારીને પગાર વધારવાની લાલચ આપીને ચૂંબન લેવાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ અમરેલીની જાણીતી નર્સિંગ કોલેજમાં સંચાલક અને શિક્ષણવિદ્દે માનમર્યાદા નેવે મૂકીને મહિલા કર્મચારીને પગાર વધારવાની લાલચ આપીને ચૂંબન લેવાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી પ્રમાણે અમરેલીમાં આવેલી કે.એમ.જાની નર્સિંગ કોલેજમાં કામ કરતી 23 વર્ષીય યુવતીએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ 14-7-2019ના બપોરે બે વાગ્યાના અરસામાં કોલેજમાં આ મહિલા કર્મચારી એકલી હતી ત્યારે કોલેજના સંચાલક અતુલ જાનીએ યુવતીની એકલતાનો લાભ લઇને પગાર વધારો કરી આપવાના બહાને હાથ પકડી ગળે લાગવાનો પ્રયત્ન કર્યો હતો. અને ચૂંબનની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ-ASI-કોન્સ્ટેબલ આપઘાત કેસમાં નવો વળાંક, પોલીસને મળ્યા પૂરાવા

મહિલા કર્મચારીએ હિંમત કરીને કોલેજના સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી અતુલ જાની અમરેલીમાં તુન્ની વિદ્યામંદિર સહિતની શાળાઓ અને કોલેજો ચલાવે છે. તેમજ રાશન કૌભાંડમાં પણ આ વ્યક્તિનો હાથ હોવાનો એસીબીના રિપોર્ટમાં ઉલ્લેખ છે.

પોલીસ દ્વારા આ પ્રકરણમાં ઝીણવટભરી તપાસ થાય તો મોટું સ્કેન્ડલ બહાર આવે તેમ છે. શિક્ષણ જગતને બદનામ કરતી આ ઘટનાના કારણે ખળભળાટ મચી ગયો છે.
Published by: ankit patel
First published: July 16, 2019, 11:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading