કોરોનાના કહેર વચ્ચે વાંકાનેરની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણાવતો વીડિયો વાયરલ, આચાર્યને અપાઇ નોટિસ


Updated: September 15, 2020, 8:58 AM IST
કોરોનાના કહેર વચ્ચે વાંકાનેરની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણાવતો વીડિયો વાયરલ, આચાર્યને અપાઇ નોટિસ
આ સાથે આચાર્યએ તો માસ્ક પહેર્યું નથી, જ્યારે તેમને પૂછવામાં આવે છે કે, તમારૂ માસ્ક ક્યાં છે તો સામે જવાબ આપે છે કે નથી.

આ સાથે આચાર્યએ તો માસ્ક પહેર્યું નથી, જ્યારે તેમને પૂછવામાં આવે છે કે, તમારૂ માસ્ક ક્યાં છે તો સામે જવાબ આપે છે કે નથી.

  • Share this:
અતૂલ જોષી, મોરબી : વાંકાનેરના (Wankaner) કણકોટની પ્રાથમિક શાળાના શિક્ષકનો વિડીયો વાયરલ થયો (video viral) છે જેમાં આચાર્ય (principale) અને શિક્ષક જીતુ વકુટિયાં દ્વારા નાના વિદ્યાર્થીઓને શાળામાં (Government School) નહીં પરંતુ અન્ય જગ્યાએ ભેગા કરવામાં આવ્યા છે. તેઓ કોઈપણ સાવચેતી રાખ્યા વિના તેમજ સરકારી ગાઈડલાઈનના (Covid guidlines) નિયમોનો ઊલાળીયા કરતા વિડીયોમાં નજરે પડી રહ્યા છે. આ સાથે આચાર્યએ તો માસ્ક પહેર્યું નથી, જ્યારે તેમને પૂછવામાં આવે છે કે, તમારૂ માસ્ક ક્યાં છે તો સામે જવાબ આપે છે કે નથી.

વાંકાનેર તાલુકાના કણકોટ પ્રાથમિક શાળાના આચાર્ય જીતુ વાકુટિયા દ્વારા શાળા શરૂ કરાતા કોઈ વ્યક્તિએ તેઓને સરકાર દ્વારા શાળાઓ બંધ હોવા છતાં કેમ શરૂ કરી અને કોઈ માસ્ક કે સોશ્યલ ડિસન્સ વિના કોના આદેશ પર શાળા શરૂ કરવામાં આવી તેવા પ્રશ્નો કરતા શિક્ષક આચાર્ય ગલ્લા તલ્લા કરવા મંડતાં નજરે પડી રહ્યા છે. જોકે, આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે એ હજુ ચોક્કસપણે જાણી શકાયું નથી. પરંતુ જે વિડીયોમાં શિક્ષક છે એ કણકોટ પ્રાથમિક શાળાના શિક્ષક છે ત્યારે આ વાઇરલ વિડીયો એ મોરબી જીલ્લામાં ચકચાર મચાવી દીધી છે.

આ વીડિયો વાયરલ થયા બાદ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી દ્વારા શિક્ષકને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. શાળાના આચાર્ય જીતુ વાકુટિયાંને વાંકાનેર બોલાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ વીડિયો જોઇને લોકોમાં ઘણો જ રોષ જોવા મળ્યો છે. રાજકોટમાં જ્યારે મહામારીએ માઝા મૂકી છે ત્યારે તેની નજીક આવેલા વાંકાનેરમાં આ રીતનું શિક્ષકનું વર્તન જોઇને લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે, નાના નાના બાળકોને એક જ રૂમમાં કોઇપણ સોશિયલ ડિસ્ટન્સનાં નિયમનું પાલન કર્યા વગર બેસાડ્યા છે. આ સાથે કોઇપણ બાળક કે શિક્ષક કોઇએ પણ માસ્ક પહેર્યું નથી.
Published by: Kaushal Pancholi
First published: September 15, 2020, 8:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading