રાજકોટ: '72 કરોડ આપો નહીં તો તમારી ત્રણેય પુત્રીઓને જીવવા નહીં દઉં,' બિલ્ડરના ભાભીને મળી ધમકી


Updated: February 26, 2021, 8:33 PM IST
રાજકોટ: '72 કરોડ આપો નહીં તો તમારી ત્રણેય પુત્રીઓને જીવવા નહીં દઉં,' બિલ્ડરના ભાભીને મળી ધમકી
પ્રતીકાત્મક તસવીર

ખંડણી ન આપે તો બિલ્ડરના પરિવારની ત્રણેય દીકરીઓને જાનથી મારી નાંખવાની ધમકી, ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી.

  • Share this:
રાજકોટ: રાજકોટ ક્રાઇમ બ્રાંચ (Rajkot crime branch)માં શહેરના એક બિલ્ડર (Builder)ના ભાભી પાસેથી રૂપિયા 72 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના પોશ વિસ્તાર ભક્તિનગર સોસાયટીમાં રહેતા બિલ્ડર કિશોરભાઈ હંસરાજભાઈ પરસાણા (Kishorbhai Parsana)ના વિધવા ભાભી સંગીતાબેનને કોઈએ વોટ્સએપ (WhatsApp) પર મેસેજ કરી 72 કરોડની ખંડણી માંગી છે. આ સાથે જ અજાણી વ્યક્તિએ એવી ધમકી ઊચ્ચારી છે કે જો ખંડણી નહીં આપે તો તેમની ત્રણેય પુત્રીઓને જાનથી મારી નાંખશે. આ મામલે પરિવારે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

કિશોરભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ત્રણ ભાઈ છે. સૌથી મોટા ગોવિંદભાઈ છે, જે તેમની સાથે રહે છે. તેની પત્નીનું નામ મંજુલાબેન છે. તેમને સંતાનમાં એક પુત્ર કેવિન અને પુત્રી માનસી છે. બીજા નંબરના ભાઈ ભરતભાઈનું 2002માં અવસાન થઈ ગયું હતું. તેમના પત્ની સંગીતાબેન પણ તેમની સાથે રહે છે. તેમને સંતાનમાં બે પુત્રી ડેનીશા અને દ્રષ્ટિ છે. સૌથી નાના તે છે તેના પત્નીનું નામ યોજ્ઞાબેન છે. તેમને સંતાનમાં પુત્ર રાજૂ અને પુત્રી નિજા છે.

આ પણ વાંચો: લાલપુરની સભામાં સી.આર.પાટીલની રમૂજ: મારી પત્ની મારી વાત નથી માનતી તો તમારી ક્યાંથી માને!

ગત તા. 22 ફેબ્રુઆરીના રોજ સાંજે 7:15 વાગ્યે તેમના ભાભીના મોબાઇલના વોટ્સએપમાં એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં 72 કરોડ રૂપિયા આપવાની માંગણી કરવામાં આવી હતી. રૂપિયા ન આપે તો તેમની ત્રણેય દીકરીઓને જીવવા નહીં દેવાય, તેવી ધમકી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: લવરમૂછિયાએ માંગી 72 કરોડ રૂપિયાની ખંડણી, ઘડ્યો ક્રાઇમ પેટ્રોલને આંટી મારે તેવો પ્લાન

કિશોરભાઈના ભાભી સંગીતાબેની એક દીકરી ડેનીશા અમદાવાદ ખાતે અભ્યાસ કરતી હોવાની ધમકી તેઓ ધમકી બાદ ડરી ગયા હતા. તેઓએ અમદાવાદ ખાતે રહેતી તેમની દીકરીને ફોન કરીને સચેત રહેવાની સૂચના આપી દીધી હતી. આ સાથે તેમણે રાજકોટથી ભત્રીજા કેવિનને અમદાવાદ મોકલ્યો હતો. રાત્રે બંને રાજકોટ આવી ગયા હતા. તેમના ભાભી સંગીતાની બીજી પુત્રી દ્રષ્ટિ લંડન અભ્યાસ કરતી હોવાથી ત્યાં સુરક્ષિત હોવાનું જણાતા તેને જાણ કરી ન હતી. મોટાભાઈ ગોવિંદભાઈની પુત્રી માનસી કાલાવડ રોડ પરના જાનકી પાર્કમાં સાસરે છે, પરંતુ તે તેના જ ઘરે હોવાથી તેને પણ સચેત રહેવા જણાવ્યું હતું.

આ ધમકી બાદ બિલ્ડરે જે નંબર પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો તેના વિશે પોતાની રીતે તપાસ કરાવી હતી. જોકે, તપાસમાં કોઈ માહિતી ન મળતા તેમણે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે જે નંબર પરથી મેસેજ આવ્યો હતો તે અંગે તપાસ કરી છે. આઈપીસી કલમ ૩૮૭ અને ૧૦૭ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આરોપી ઝડપાઈ જાય તેવી પોલીસ શક્યતા જોઈ રહી છે.
Published by: Vinod Zankhaliya
First published: February 26, 2021, 11:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading