રાજકોટઃ corona માટેના ખાસ Remdesivir ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ, કઈ રીતે ચાલી રહ્યું છે નેટવર્ક?


Updated: September 27, 2020, 5:15 PM IST
રાજકોટઃ corona માટેના ખાસ Remdesivir ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ, કઈ રીતે ચાલી રહ્યું છે નેટવર્ક?
પકડાયેલા આરોપીઓની તસવીર

રાજકોટમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતા બહેને રેમડીસીવીર ઇન્જેક્શનની કાળા બજારી થતી હોવાની માહિતી પોલીસને આપી હતી અને પોલીસે આ માહિતીના આધારે છટકું ગોઠવી સમગ્ર કાળા બજારનો પર્દાફાશ કર્યો છે.

  • Share this:
રાજકોટઃ કોરોના મહામારીની વચ્ચે કોરોનાથી (coronavirus) રક્ષણ આપતા એવારેમડીસીવીર(remdesiver) ઇન્જેક્શનની હાલ કાળાબજારી (Black market) થઇ રહી હોવાની ઘણી ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ (Rajkot crime branch) દ્વારા છટકું ગોઠવી ઇન્જેક્શનની કાળાબજારી કરતા લોકોની ધરપકડ કરી છે. રાજકોટમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતા બહેને રેમડીસીવીર(remdesiver) ઇન્જેક્શનની કાળા બજારી થતી હોવાની માહિતી પોલીસને આપી હતી અને પોલીસે આ માહિતીના આધારે છટકું ગોઠવી સમગ્ર કાળા બજારનો પર્દાફાશ કર્યો છે.

પોલીસને મળેલી માહિતીને આધારે છટકું ગોઠવ્યું હતું જેમાં દેવયાનીબેન જેઓ રેમડીસીવીર(remdesiver)ની વ્યવસ્થા કરી આપતા હોવાનું અને તેના બદલામાં ઇન્જેક્શન ની મૂળકિંમત થી ખૂબ જ વધારે કિંમત મેળવતા હોવાની માહિતી આપવામાં આવી હતી. જેના અનુસંધાને દેવયાનીબેન 26 સપ્ટેમ્બરના રાતના સમયે બે નંગ રેમડીસીવીર(remdesiver) ઇન્જેક્શન ગોંડલ રોડ શાંતિકુંજ હોસ્પિટલ નજીક આપવા આવવાના હતા જેથી પોલીસે પહેલેથી જ આ વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવી છટકું ગોઠવ્યું હતું.

તે દરમિયાન દેવયાનીબેન ચાવડા કે જેઓ શાંતિ કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરે છે અને તેમની સાથે તેના ફિયાન્સ વિશાલ ગોહેલ રેમડીસીવીર(remdesiver) ઇન્જેક્શન આપવા આવ્યા હતા. પોલીસે બંનેની અટકાયત કરી ઇન્જેક્શન વિશે પૂછપરછ કરતા તેમની પાસેથી કોઈપણ બિલ કે આધાર પુરાવા મળ્યા નહોતા અને પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'હું મારા દાદાની જેમ ધાબેથી પડીને મરી જઈશ', પતિની ધમકીઓથી કંટાળી છેવટે પત્નીએ નોંધાવી ફરિયાદ

પોલીસે દેવયાની તથા વિશાલની પૂછપરછમાં બે નંગ ઇન્જેક્શન ક્યાંથી આવ્યા હતા તો તેના જવાબમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. વિશાલ અને દેવ્યાની બંને જલારામ હોસ્પિટલના રાહત મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા અંકિત રાઠોડ પાસેથી 15000 રૂપિયામાં ઇન્જેક્શન ખરીદી કરી હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે અંકિત રાઠોડની પૂછપરછ કરતા તેણે જલારામ હોસ્પિટલ મેડિકલમસ્ટોરમાં નોકરી કરતા જગદીશભાઈ શેઠ પાસેથી 14000 રૂપિયામાં ઇન્જેક્શન ખરીદી કર્યા હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-સાહેબ પહેલા હું બેભાન થઈ, હોશ આવ્યો ત્યારે શરીર પર કપડા ન હતા', અમદાવાદમાં ઉદેપુરની યુવતી સાથે દુષ્કર્મજે બાદ પોલીસે જગદીશભાઈ શેઠની પૂછપરછ કરતાં તેઓ જલારામ હોસ્પિટલમાં અગાઉ નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતા હતા. તે હિંમતભાઈ ચાવડા પાસેથી 12000.રૂપિયામાં બે ઇન્જેક્શન ખરીદી કર્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસે હિંમતભાઈ ચાવડાની પણ પૂછપરછ કરતાં હિંમતભાઈએ જગદીશભાઈ શેઠને આ બંને ઇન્જેકશન આપ્યા હોવાની કબુલાત કરી હતી.

આ પણ વાંચોઃ-પતિ અને બાળકોને નશીલો પદાર્થ ખવડાવી રોજ રાત્રે ડોક્ટર પ્રેમી સાથે કરતી હતી રંગરલીયા, ભાંડો ફૂટતા થઈ જોવાજેવી

હિંમતભાઇએ ઇન્જેક્શન કયાંથી આવ્યા અને કોની પાસે કેવી રીતે મેળવેલ છે તે બાબતની હવે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. હાલના સમયમાં જે રીતે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે જે દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું થતું હોય જે ક્રિટિકલ ન બને તેમજ જે દર્દી ક્રિટિકલ હોય તેને રેમડીસીવીર(remdesiver) ઇન્જેક્શન આપવાનું હોય છે જેની સમગ્ર રાજકોટમાં ભારે તંગી પણ જોવા મળી રહી હતી.

આ પણ વાંચોઃ-મધ્ય પ્રદેશઃ વિદેશી યુવતીઓ સાથે કરાવાતો હતો દેહવ્યાપાર, પોલીસે 13 યુવતીઓને છોડાવી

કોરોના વાયરસના સંક્રમણમાં આવેલા દર્દીને ઈન્જેક્શન આપવામાં આવતા હોય છે. જેથી તેની માંગ પણ ખૂબ જ વધી રહી છે જેનો લાભ લઇ આ તમામ આરોપીઓ ઇન્જેક્શનની કાળાબજારી કરી રહ્યા હતા. હાલમાં જે રીતે સંક્રમણ વધ્યું છે ત્યારે રેમડીસીવીર(remdesiver) ઇન્જેક્શનની ભારે તંગી પણ સામે આવી છે અને જેનો જ ફાયદો આ તમામ આરોપીઓ ઉઠાવતા હતા.

આ તમામ આરોપીઓ ઇન્જેક્શન એકબીજાને મદદગારીથી વેચતા હતા અને કોઈની પાસે પણ આ ઇન્જેક્શન વેચવા માટે કાયદેસરનું લાયસન્સ પણ હતું નહીં. આ તમામ આરોપીઓ એકબીજા પાસેથી ઇન્જેક્શન ખરીદી અને જે દર્દીના સગાને આપતા હતા ત્યારે ઇન્જેક્શન ની મૂળકિંમત થી ઘણું બધું વધારે એટલે કે 10,000 ની કિંમતના ઇન્જેકશનના 20,000 રૂપિયા લેવામાં આવતા હતા અને પોલીસે છટકું ગોઠવી આ સમગ્ર શાળા બજાર નો પર્દાફાશ કર્યો છે.
Published by: ankit patel
First published: September 27, 2020, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading