રાજકોટમાં Coronaનો હાહાકાર! ડોકટર્સ, ડે. મ્યુ.કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ થયા સંક્રમિત, આ રહ્યા નામ


Updated: September 9, 2020, 3:33 PM IST
રાજકોટમાં Coronaનો હાહાકાર!  ડોકટર્સ, ડે. મ્યુ.કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ થયા સંક્રમિત, આ રહ્યા નામ
પ્રતિકાત્મક તસવીર

કોરોનાની ઝપેટમાં સામાન્ય લોકો જ નહિ પણ હવે સરકારી કચેરીઓ, ખાનગી કંપનીઓ અને બેન્ક કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે. 

  • Share this:
રાજકોટઃ શહેરમાં દિવસેને દિવસે કોરોનાનું (coronavirus) સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ (Jayanti Ravi, front secretary of health department) સહિતના અધિકારીઓ પણ સતત કામગીરી કરી રહ્યા છે પણ કોરોનાનું સંક્રમણ ઘટવાને બદલે વધી રહ્યું છે. કોરોનાની (covid-19) ઝપેટમાં સામાન્ય લોકો જ નહિ પણ હવે સરકારી કચેરીઓ, ખાનગી કંપનીઓ અને બેન્ક કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનનાં ડે.કમિશનર એ.કે.સિંઘનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્પોરેશન કચેરી માં ફફડાટ  ફેલાયો છે.  તેઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે અને તબિયત સારી છે.બીજી તરફ મ્યુનિ.કોર્પોરેશનનાં ચીફ ફાયર ઓફિસરનો હવાલો સંભાળાતા બી.જે.ઠેબાને ત્રણ દિવસ પહેલા કોઈપણ રીતે ચેપ લાગી ગયો હતો. બાદમાં તેમનો કોરોના ટેસ્ટપોઝિટિવ આવતા તેઓ હોમ આઈસોલેશનમાં રહ્યા છે.

રાજકોટ મનપાની જેમ કલેકટર કચેરીમાં પણ કોરોનાનો પ્રવેશ થયો છે અને નાયબ મામલતદાર, મામલતદાર સહિતના સ્ટાફ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત શહેરના અગ્રીમ હરોળના તબીબો ડો.અમિત હાપાણી, ડો.સુનીલ શાહ, ડો.પિયુષ દેસાઇ, ડો. નિખીલ ગેરીયા, ડો.હિમાશું દેસાઇ, ડો.રૂપા દેસાઇ, ડો.રાજેશ ગણાત્રા કોરોનાથી સંક્રમિત થયા છે.

આ પણ વાંચોઃ-સતત 20 વર્ષથી લડતા 65 વર્ષના 'દાદા' જમીન અંગે ન્યાય માટે સાઈકલ ઉપર ગીર સોમનાથથી ગાંધીનગર જવા નીકળ્યા

આ ઉપરાંત ડો.કાંત જોગાણી, ડો.જયેશ મહેતા, ડો.દિપ્તી મહેતા, ડો.સુનિલ મોટેરીયા, ડો.દિપક મહેતા અને ડો.કિંજલ ભટ્ટ વગેરેના રીપોર્ટપોઝિટિવ આવ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. હાલ તો તંત્ર કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર ઊંધે માથે કામે લાગ્યું છે અને લોકો માટે નિયમો પણ કડક અમલવારી કરાવી રહ્યું છે.

આ પણ વાંચોઃ-સુરતઃ હોસ્પિટલમાં corona દર્દી અને સંબંધીઓના દાગીના સહિતની વસ્તુઓ ચોરતી મહિલા સફાઈકર્મી ઝડપાઈઉલ્લેખનીય છેકે, મંગળવારે રાજ્યમાં 8 સપ્ટેમ્બરના રોજ કોરોના વાયરસના 1259 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1445 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) 13 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,06,966 એ પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ-ગંભીર બેદરકારીઃ સુરતમાં સેફ્ટી સાધનો વગર ગટર સાફ કરવા ઉતરેલા બે કર્મચારીના શ્વાસ રુંધાતા મોત

દરમિયાન મંગળવારે રાજ્યમાં સુરતમાં 24 કલાકમાં 265, અમદાવાદમાં 17, રાજકોટમાં 134, જામનગરમાં 99, વડોદરામાં 124, પંચમહાલમાં 34,સ કચ્છમાં 32, પાટણમાં 28, અમરેલીમાં 27, ભાવનગરમાં 41, મોરબીમાં 26, મહેસાણમાં 23 કેસ નોંધાયા છે.

જ્યારે બનાસકાંઠા અને ભરૂચમાં 22-22, દાહોદમાં 20, ગાંધીનગરમાં 35. દેવભૂમિ દ્વારકામાં 19, જૂનાગઢમાં 36, મહીસાગર અને સુરેન્દ્રનગરમાં 15-15, ગીરસોમનાથમાં 15, નવસારી અને તાપીમાં 12-12, નર્મદા અને સાબરકાંઠામાં 10-10, ઉપરાંક ખેડામાં 8, બોટાદ-છોટાઉદેપુરમાં 7-7, વલસાડમાં 6, ડાંગમાં 4, પોરબંદરમાં 3 મળીને કુલ 1295 નવા કેસ નોંધાયા છે.


દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 3, સુરતમાં 6, રાજકોટમાં 2, ગાંધીનગરમાં અને વડોદરામાં 1-1 મળીને કુલ 13 દર્દીનાં નિધન થયા છે. રાજ્યમાં 3136 દર્દીઓનાં અત્યારસુધીમાં નિધન થયા છે જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 87479 પર પહોંચી ગઈ છે.
Published by: ankit patel
First published: September 9, 2020, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading