રાજકોટમાં કોરોના દર્દીને માર મારવા મામલે હૉસ્પિટલ તંત્રનું નિવેદન, 'દર્દીને માર માર્યો છે કે નહીં તે વાત બાજુ પર મૂકો'

News18 Gujarati
Updated: September 17, 2020, 12:58 PM IST
રાજકોટમાં કોરોના દર્દીને માર મારવા મામલે હૉસ્પિટલ તંત્રનું નિવેદન, 'દર્દીને માર માર્યો છે કે નહીં તે વાત બાજુ પર મૂકો'
સિવિલમાં દર્દીને માર મરાયો.

હૉસ્પિટલ તંત્ર તરફથી બચાવમાં કહેવામાં આવી રહ્યું છે કે દર્દી મારામારી કરી રહ્યો હતો તેમજ પોતાની જાતને નુકસાન પહોંચાડી રહ્યો હતો.

  • Share this:
રાજકોટ: રાજકોટ સિવિલ (Rajkot Civil Hospital) ખાતે આવેલી કોવિડ 19 હૉસ્પિટલ (Hospital)માં એક કોરોના દર્દીને માર મારવામાં આવ્યાનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે તંત્ર તરફથી લૂલો બચાવ કરવામાં આવ્યો છે કે આ મામલે તપાસ કમિટિની રચના કરી દેવામાં આવી છે. તેમજ યોગ્ય તપાસ બાદ પગલાં ભરવામાં આવશે. બીજી તરફ કૉંગ્રેસ પાર્ટી (Congress Party) તરફથી પણ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપીને જવાબદાર સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. હૉસ્પિટલ તંત્ર તરફથી બચાવમાં કહેવામાં આવી રહ્યું છે કે દર્દી મારામારી કરી રહ્યો હતો તેમજ પોતાની જાતને નુકસાન પહોંચાડી રહ્યો હતો. જોકે, સમગ્ર વાતમાં હૉસ્પિટલ તંત્રએ એ વાતને બાજુમાં જ મૂકી દીધી હતી કે દર્દીને માર મારવામાં આવ્યો હતો.

આ મામલે રાજકોટ સિવિલ હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ (Civil Hospital Superintendent) ડૉક્ટર પંકજ બૂચે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. તેમના કહેવા પ્રમાણે આ બનાવ 9મી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે બન્યો હતો. આ વીડિયો આઠમી તારીખે દાખલ થયેલા દર્દીનો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે દર્દી પોતાના કપડાં કાઢી, બારીમાંથી કૂદકો મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ મામલે તપાસ સોંપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જોકે, વીડિયોમાં જોઈ શકાય છે તેમ દર્દીને સિક્યોરિટી ગાર્ડ પણ માર મારી રહ્યો છે. આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ અંગે કોઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: '50 લાખ નહીં આપો તો મારી સાથે તમારા નગ્ન ફોટો પાડીને વાયરલ કરી દઈશ'

પંકજ બૂચે જણાવ્યું કે, "આ દર્દી નર્સિંગ સ્ટાફ દ્વારા કંટ્રોલ થઈ શકતો ન હતો. આથી નર્સિંગ સ્ટાફે જે તે સમયે ફરજ પર હાજર કંટ્રોલરૂમના હેડને જાણ કરી હતી કે દર્દી મારામારી કરી રહ્યો છે તેમજ ભાગી રહ્યો છે અને પોતાને પણ નુકસાન કરી રહ્યો છે. દર્દીના બચાવ અને બીજા લોકોના બચાવ માટે કાર્યવાહી થઈ હતી. આ દર્દીને આઠ તારીખે રાત્રે જ દાખલ કર્યો હતો. દર્દી માનસિક હોવાથી જે તે વિભાગના ડૉક્ટરને પણ જાણ કરવામાં આવી હતી. દર્દીને સનેપાત હતો. દર્દીને માર્યો છે કે નહીં તેની તપાસ સમિત કરશે. આવા મુદ્દા માટે 10 દિવસ પહેલા જ એક સમિતિ બની છે. આ મુદ્દો અમે આ તપાસ સમિતિ હેઠળ લાવીશું. આ કેસમાં નિયમ પ્રમાણે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. દર્દીને માર માર્યો કે તે વાત બાજુ પર રાખીએ, આ મુદ્દે તપા સમિતિ કરશે."આ મામલે અધિક સુપ્રિન્ટેન્ટેડ ડૉક્ટર ક્યાડાએ જણાવ્યું હતું કે, "આ આખો મામલો તપાસવામાં આવશે. દર્દીની સ્થિતિ કેવી હતી, એ સમયે કોણ કોણ હાજર હતું. વગેરે મુદ્દાની તપાસ કરવામાં આવશે. તમામ તપાસ અને નિવેદનો લેવાયા બાદ તેનું તારણ મીડિયા સમક્ષ મૂકીશું. અમે આ કાર્યવાહી બહુ ઝડપથી પૂર્ણ કરીશું."
ડૉક્ટર પંકજ બૂચ.


બનાવ શું હતો?

ગુરુવારે રાજકોટની કોવિડ 19 હૉસ્પિટલમાં એક દર્દીને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે પીપીઈ કીટ પહેરેલા વ્યક્તિઓ અને એક સુરક્ષા ગાર્ડ દર્દીને માર મારી રહ્યા છે. દર્દીને જમીન પર પછાડી દેવામાં આવ્યો હતો અને તેની છાતી પર પગ મૂકી દેવામાં આવ્યો હતો. વ્યક્તિના ગાલ પર તમાચા મારવામાં આવ્યા હતા. આ વીડિયો વાયરલ થતા જ ચકચાર મચી હતી અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.

કૉંગ્રેસ પાર્ટીએ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી

આ મામલે કૉંગ્રેસ પાર્ટીએ તાત્કાલિક જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. કૉંગ્રેસનેતા વસરામભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટ નહીં કોઈ પણ હૉસ્પિટલમાં સાજા થવા આવેલા દર્દીને માર મારવાની ઘટના નિંદનીય છે. દર વખતની જેમ આ વખતે પણ તંત્રએ લૂલો જવાબ આપતા કહ્યું છે કે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.
Published by: Vinod Zankhaliya
First published: September 17, 2020, 12:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading