રાજકોટ : શું તંત્ર Coronaના દર્દીઓનાં મોતના આંકડા દફનાવી રહ્યું છે? સ્મશાનોમાં નોંધાયા ચિંતાજનક આંકડા


Updated: September 6, 2020, 3:29 PM IST
રાજકોટ : શું તંત્ર Coronaના દર્દીઓનાં મોતના આંકડા દફનાવી રહ્યું છે? સ્મશાનોમાં નોંધાયા ચિંતાજનક આંકડા
ફાઇલ તસવીર

રાજકોટમાં સરકારી ચોપડે ફક્ત કોરોના વાયરસથી મૃત જાહેર કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા અને સ્મશાનોમાં કોવિડ-19ની ગાઇડલાઇનથી કરવામાં આવેલા અંતિમ સંસ્કારની વચ્ચે આડાગાડાનો ફેર

  • Share this:
અમદાવાદ (Ahmedabad) સુરત (surat) અને વડોદરા (Vadodara) બાદ હાલ કોરોનાનો સૌથી વધુ ખતરો રંગીલા રાજકોટની (Rajkot coronaupdates) અંદર જોવા મળી રહ્યો છે. ત્યારે આપને બતાવવા જઈ રહ્યા છીએ "આંકડા એ દફન" વિશે. સરકાર ની પ્રેસનોટ અને સ્મશાનના આંકડાઓની વચ્ચે મસમોટો તફાવત જોવા મળે છે, ત્યારે સવાલ એ સર્જાઈ રહ્યો છે કે શું રાજકોટમાં તંત્ર કોરોના વાયરસના દર્દીઓનાં મોતના આંકડા દબાવી રહ્યું છે.

સૌરાષ્ટ્રભરના કોરોનાના સંક્રમિત દર્દીઓ રાજકોટમાં સારવાર લેવા માટે આવે છે. જેના કારણે અહીં જેટલા પણ દર્દીઓના મૃત્યુ થાય છે તેમની અંતિમવિધિ અહીંના જ સ્મશાનોમાં કરવામાં આવે છે. રાજકોટ શહેરના આરોગ્ય વિભાગની અખબારી યાદી ની વાત કરવામાં આવે તો ત્યાર સુધીમાં 3665 જેટલા પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે જે પૈકી માત્ર 75 જેટલા દર્દીઓના જ મોત નિપજયા છે.

તો બીજી તરફ રાજકોટના જિલ્લા આરોગ્ય વિભાગની અખબારી યાદી ના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 1784 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જો કે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ કરતા રાજકોટ જિલ્લા નું આરોગ્ય વિભાગ મોતના આંકડા છૂપાવવામાં અગ્રેસર છે. કારણ અત્યાર સુધીમાં કેટલા મોત થયા તેનો આંકડો અખબારી યાદીમાં આપવામાં નથી આવતો.

આ પણ વાંચો :  SSR Death Case : શિવેસનાના નેતાએ ગુજરાતનું અપમાન કર્યુ, રાઉતે કહ્યું 'અમદાવાદને મિનિ પાકિસ્તાન કહેવાની હિમ્મત છે?'

ન્યૂઝ 18 ગુજરાતીના પ્રતિનિધિ દ્વારા જ્યારે તંત્ર દ્વારા મોતના આંકડા નો સાચો આંક નથી આપવામાં આવી રહ્યો. ત્યારે રાજકોટમાં જેટલા પણ સ્મશાનગૃહમાં covid ના દર્દીઓનાં મૃત્યુ થયા બાદ તેમની અંતિમક્રિયા કરવામાં આવે છે તેની તપાસ કરી. પરંતુ અમારી તપાસમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા. જે આંકડાઓ જોતાં જ અમારી આંખો પહોળી થઈ ગઈ.

રાજકોટ શહેરની સિવિલ covid હોસ્પિટલ ના આ દ્રશ્ય જુઓ એક બાદ એક દર્દીઓને મૃત્યુ થતાં તેમના પાર્થિવ દેહને અંતિમ ક્રિયા માટે સ્મશાને લઇ જવામાં આવી રહ્યા છે. ત્યારે આ પાર્થિવ દેહની સાથે અમારી ટીમ સ્મશાન સુધી પણ પહોંચી ત્યારે સ્મશાનમાં પણ વેઇટિંગ હોવાનું સામે આવ્યું છે. જો કે સમગ્ર મામલે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ ને પૂછતાં સ્થિતિ સામાન્ય હોવાનું જણાવ્યું છેન્યૂઝ 18 ગુજરાતી પાસે જે આંકડાઓ હાથ લાગ્યા તે આંકડા મુજબ રાજકોટના રામનાથ પરા સ્મશાન ખાતે ૧લી એપ્રિલથી લઈ 3 સપ્ટેમ્બર સુધીમાં કોવિડના 509 દર્દીઓની અંતિમ ક્રિયા કરી હોવાનું સામે આવ્યું છે.

ક્યાં મહિનામાં કેટલા દર્દીઓના કરાયા અંતિમ  સંસ્કાર

રામનાથપરા સ્મશાન ખાતે એપ્રિલ મહિનામાં 5 કોવીડના દર્દીઓના મૃતદેહના અંતિમ ક્રિયા કરવામાં આવી. મે મહિનામાં 7 કોવીડના દર્દીઓના મૃતદેહના અંતિમ ક્રિયા કરવામાં આવી. જૂન મહિનામાં 20 કોવીડના દર્દીઓના મૃતદેહના અંતિમ ક્રિયા કરવામાં આવી. જુલાઈ મહિનામાં 102 કોવીડના દર્દીઓના મૃતદેહના અંતિમ ક્રિયા કરવામાં આવી, ઓગસ્ટ મહિનામાં 334 કોવીડના દર્દીઓના મૃતદેહના અંતિમ ક્રિયા કરવામાં આવી. સપ્ટેમ્બર મહિનાની એક થી પાંચ તારીખ સુધીમાં 77 દર્દીઓના મૃતદેહના અંતિમ ક્રિયા કરવામાં આવી

બીજી તરફ રાજકોટ શહેરના અન્ય સ્મશાન ની વાત કરવામાં આવે તો એસી ફુટ રોડ પર આવેલા બાપુનગર સ્મશાન ખાતે 145 જેટલા દર્દીઓના મૃતદેહની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી મોટા મૌવા સ્મશાન ખાતે 91 જેટલા દર્દીઓના મૃતદેહની અંતિમક્રિયા કરવામાં આવી હતી. આખરે કઈ રીતે તંત્ર દ્વારા કોરોના ના દર્દીઓ ના મોતના આંકડા કઈ રીતે અન્ય મોતના દર્દીઓના આંકડામાં ખપાવવામાં આવે છે.

આ પણ વાંચો :  સુરત : સ્પામાં કામ કરતી યુવતી બંધ ઘરમાંથી ભડથું થયેલી હાલતમાં મળી આવી, શંકાસ્પદ મોત

ડેથ ઑડિટ કમિટી શું છે?

તંત્ર દ્વારા ડેથ ઓડિટ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી નક્કી કરે છે કે આખરે દર્દી નું જે મૃત્યુ થયું છે તેનું આખરી કારણ શું છે?  જિલ્લાના આરોગ્ય વિભાગના અખબારી યાદીમાં લખવામાં આવ્યું છે કે 05-09-2020 ના રોજ રાજકોટ શહેરના 12 રાજકોટ ગ્રામ્યના એક અને અન્ય જિલ્લાના 4 દર્દી એમ કુલ 17 મરણ નોંધાયેલા છે જે મૃત્યુ નું આખરી કારણ ડેથ ઑડિટ કમિટીના રિપોર્ટના આધારે રહેશે.

બીજી તરફ આ જ દિવસની ગુજરાત રાજ્ય સરકારની જે અખબારી યાદી છે તેમાં દર્શાવવામાં આવેલ મૃત્યુ ના આંકડા તો કંઈક જુદા જ છે. હાલના સમયમાં તંત્ર પાસે ડેથ ઓડિટ કમિટી એક શસ્ત્ર બન્યું છે કોરોના ના દર્દીઓના મોત ના આંકડા છુપાવવા માટે નું

જે રીતે એક બાદ એક મીડિયા રિપોર્ટ્સ ની અંદર મોતના આંકડાઓ સામે આવી રહ્યા છે તે બાદ તંત્ર દ્વારા હવે આ આંકડાઓ પણ મીડિયા સુધી ન પહોંચે તે માટે હવાતિયાં મારવામાં આવી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો તંત્ર દ્વારા હવે સ્મશાન સંચાલકોને સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું છે કે કોઈપણ કર્મચારીઓ દ્વારા અંતિમ ક્રિયા ના આંકડા લીક કરવામાં ન આવે.

આ પણ વાંચો :  રાજકોટમાં વધતા કોરોનાના કેસમાં અપાય છે 'સંગીત થેરાપી', દર્દીઓ અનુભવી રહ્યાં છે આનંદ

તો બીજી તરફ રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ હોય કે જિલ્લા આરોગ્ય વિભાગ રીતે મોતના આંકડા ઓછા હોવાનું જણાવી રહ્યા છે જ્યારે કે બીજી તરફ સ્મશાનની અંદરના આંકડાઓ કંઈક જુદી જ વાત કરી રહ્યા છે તો શું રાજકોટ શહેરમાં જેટલા પણ મોત થયા તેમાંથી સૌથી વધારે મોત શું સૌરાષ્ટ્રભરના દર્દીઓના થયા છે કે પછી આખરે મોતના આંકડા જાણીજોઈને છુપાવવામાં આવી રહ્યા છે
Published by: Jay Mishra
First published: September 6, 2020, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading