રાજકોટ: માતાપિતાએ CA કરતી દીકરીને છ મહિનાથી ઘરમાં પૂરી રાખી હતી, સારવાર દરમિયાન મોત

News18 Gujarati
Updated: January 19, 2021, 10:16 AM IST
રાજકોટ: માતાપિતાએ CA કરતી દીકરીને છ મહિનાથી ઘરમાં પૂરી રાખી હતી, સારવાર દરમિયાન મોત
સામાજિક સંસ્થાએ યુવતીને બચાવીને સારવાર માટે ખસેડી હતી.

યુવતી નર્કાગાર સ્થિતિમાં હતી, યુવતીને મરણ પથારીયે પડી હોય તેવું લાગી રહ્યું હતું. યુવતીને જે સ્થળે આ યુવતીને રાખી હતી ત્યાં ખૂબ જ ગંદકી હતી.

  • Share this:
રાજકોટ: રંગીલા રાજકોટ (Rajkot city)માં છેલ્લા એક મહિનામાં હૃદયને હચમચાવી નાખે તેવા બે બનાવ સામે આવ્યા છે. એક સામાજિક સંસ્થાએ ગત મહિના વર્ષોથી ઘરમાં પુરાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કાઢ્યા હતા. સોમવારે આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં સામાજિક સંસ્થાએ છ મહિનાથી ઘરમાં બંધ એક યુવતીને બચાવીને સિવિલ હૉસ્પિટલ (Rajkot civil hospital) ખાતે સારવાર માટે ખસેડી હતી. જોકે, યુવતીનું સારવાર દરમિયાન મોત (Death) થયું છે. યુવતીને તેના માતાપિતાએ જ ઘરમાં ગોંધી રાખી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી યુરિન ભરેલી કોથળીઓ પણ મળી આવી હતી. રાજકોટની બંને ઘટનાઓએ ખૂબ જ ચર્ચા જગાવી છે.

મળતી માહિતી પ્રમાણે સાથી સેવા સામાજિક સંસ્થાએ રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પરથી એક 25 વર્ષીય યુવતીને છોડાવી હતી. યુવતીને તેના જ માતાપિતાએ ગોંધી રાખી હતી. જે બાદમાં તેણીને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. શહેરના સાધુ વાસવાણી રોડ પર એક 25 વર્ષીય યુવતીને તેના જ પરિવારે ગોંધી રાખી હતી. સાથી સેવા ગ્રુપ પાસે યુવતીની સારવાર માટે તેની માતાએ મદદ માંગી હતી. જે બાદમાં સંસ્થાના કાર્યકરો યુવતીની સ્થિતિ જોવા માટે તેના ઘરે પહોંચ્યા હતા ત્યારે ચોંકવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: સુરત: પાંડેસરામાંથી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ, પિતાનો મિત્ર જ અપહરણ કરી ગયો

યુવતી નર્કાગાર સ્થિતિમાં હતી. યુવતીને મરણ પથારીયે પડી હોય તેવું લાગી રહ્યું હતું. પરિવારે જે સ્થળે આ યુવતીને રાખી હતી ત્યાં ખૂબ જ ગંદકી હતી. ઘરમાં યુરીન ભરેલી કોથળીઓ પણ હતી. સંસ્થાએ જ્યારે યુવતીને હૉસ્પિટલ ખસેડવાની વાત કરી ત્યારે પરિવાર તૈયાર થયો ન હતો. આથી સંસ્થાએ પોલીસની મદદથી યુવતીને સારવાર માટે ખસેડી હતી.

આ પણ વાંચો: પોલીસે માસ્કનો દંડ માંગતા યુવક-યુવતીએ કહ્યું- 'ઓફિસ જવામાં મોડું થાય છે, દંડના પૈસા નથી'સામાજિક સંસ્થાના કહેવા પ્રમાણે યુવતી હાડપિંજર બની ગઈ છે. ડૉક્ટરોના કહેવા પ્રમાણે આઠ દિવસથી તેને પાણી પણ આપવામાં આવ્યુ નથી. એવી વિગતો સામે આવી છે કે યુવતીના પરિવારજનો યુવતીની સારવાર માટે તૈયાર ન હતા પરંતુ સારવાર માટે અનેક અનેક લોકો પાસેથી રૂપિયા મેળવતા હતા. મળતી માહિતી પ્રમાણે યુવતી સીએનો અભ્યાસ કરતી હતી. આ પરિવાર છેલ્લા છ મહિનાથી અહીં રહેવા માટે આવ્યો હોવાનું લોકોનું કહેવું છે.
Published by: Vinod Zankhaliya
First published: January 19, 2021, 10:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading