આજે રાજ્યના (Gujarat) છ મહાનગરો અમદાવાદ (Ahmedabad), રાજકોટ (Rajkot), વડોદરા (Vadodara), સુરત (Surat), ભાવનગર (Bhavnagar) અને જામનગરની (Jamnagar) પાલિકાની ચૂંટણીની (Local body Election) મતગણતરી (Gujarat Municipal corporation election 2021 Results) હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં ભાજપના 48 ઉમેદવારોને જીત મળી ગઇ છે જ્યારે કોંગ્રેસ તથા આપનું ખાતું જ ખુલ્યું નથી. જેના કારણે રાજકોટમાં બીજેપીએ વિજ્યોત્વની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ શહેર કૉંગ્રેસના પ્રમુખે હાર સ્વીકારી લીધી છે.રાજકોટમાં બીજેપીએ વિજ્યોત્વની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ શહેર કૉંગ્રેસના પ્રમુખે હાર સ્વીકારી લીધી છે.
કૉંગ્રેસે હાર સ્વીકારી
રાજકોટ શહેર કૉંગ્રેસ પ્રમુખ, અશોક ડાંગરે હાર સ્વીકારતા જણાવ્યું કે, રાજકોટ મહાનગર પાલિકાની આ ચૂંટણીમાં અત્યાર સુધી 48 બેઠકો જાહેર થઇ છે. જેમાં તમામ 48 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઇ છે. આ પ્રજાનો ચૂકાદો છે જેને માથે ચઢાવું છું. હાર તો સ્વીકારીએ છીએ, પ્રજાનો ચુકાદો છે. પણ જે રીતે ચૂંટણીઓમાં તંત્રનો ગેરઉપયોગ થયો, પોલીસે હાથા બનીને, ભાજપના એજન્ટ બનીને પોલીસે કામ કર્યું છે, તંત્રએ કામ કર્યું છે. આ તમામ વસ્તુઓ જોઇને આગળની રણનીતિઓ ધડવામાં આવશે.
રાજકોટ શહેર ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)નું હોમ ટાઉન છે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ રહી છે ત્યારે પાર્ટી તરફથી વિજયોત્સવની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કાર્યાલય ખાતે ઉજવણી માટે મીઠાઈ પણ લાવી દેવામાં આવી છે. આ ઉપરાંત કાર્યકરો ઢોલના તાલે ઝૂમે તે માટેની તૈયારી કરી દેવામાં આવી છે. સાથે જ જીતને ખુશીમાં ફટાકડા પણ ફોડવામાં આવશે.