રાજકોટ : પતિએ પોલીસની હાજરીમાં પત્નીને લાફો ઝીંકી દીધો, માસ્કના મામલે થયેલી તકરારનો વીડિયો થયો Viral


Updated: November 29, 2020, 1:44 PM IST
રાજકોટ : પતિએ પોલીસની હાજરીમાં પત્નીને લાફો ઝીંકી દીધો, માસ્કના મામલે થયેલી તકરારનો વીડિયો થયો Viral
યુવકે પોતાની પત્નીને વારંવરા સમજાવી કે તું દલીલ કરમાં પોલીસ સાચી છે

રાજકોટના ત્રિકોણ બાગ પાસે પોલીસે દંપતિને અટકાવ્યું, પતિએ રૂમાલ બાંધ્યો હતો પત્નીએ માસ્ક મામલે દલીલો કરી હતી, પતિને ગુસ્સો આવતા જાહેરમાં 'મોર બોલાવી' દીધા

  • Share this:
રાજકોટ સહિત (Rajkot) રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદવાની પરિસ્થિતિને એક સપ્તાહ જેટલો સમય પૂર્ણ થઇ ચૂક્યો છે. ત્યારે છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત ચાર મહાનગરોમાં કરફ્યુ ભંગ ના હજારોની સંખ્યામાં ગુના નોંધાયા છે. તો બીજી તરફ રાત્રી કર્ફ્યુ નો ભંગ કરનાર કેટલાક નબીરાઓને પોલીસે મેથીપાક ચખાડયા હોવાની વાત પણ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં માસ્ક ન પહેરવા બાબતે પોલીસની સામે ખુદ પતિએ જ (Husband Beaten wife in Rajkot over mask) પત્નીના મોર બોલાવ્યા હોવાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ગુજરાત રાજ્યનો કોરોના પોઝિટિવ દર્દીનો કેસ સૌપ્રથમ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં નોંધાયો હતો. જે બાદ રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં lockdown ની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. Lockdown ની પરિસ્થિતિ માં lockdown નો ભંગ કરનાર વ્યક્તિઓને પોલીસ દ્વારા માર મારવામાં આવતા હોવાના અનેક વીડિયો વાયરલ થયા હતા. વાયરલ થયેલા વિડિયો મામલે કેટલીક જગ્યાએ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા. તો ખાસ કરીને જે તે સમયે સોશિયલ મીડિયામાં પોલીસ લોકોને મારી રહી હોય તે પ્રકારના દ્રશ્યો ને પોલીસ મોર બોલાવી રહી હોય તે પ્રકારના લખાણ સોશિયલ મીડિયામાં લખવામાં આવતા હતા.

આ પણ વાંચો : રાજકોટ : લૂંટેરી દુલ્હન લગ્નના બે વર્ષ બાદ થઈ ફરાર, પોતાની કૂખે જણેલા દીકરાને પણ વેચી નાખ્યો

ત્યારે રાજકોટમાં શુક્રવારની રાત્રે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ત્રિકોણબાગ પાસે એક દંપતિ ટુ વ્હીલ લઈને રાત્રી કર્ફ્યુ માં બહાર નીકળ્યું હોય તેઓ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો કુલ ત્રણ મિનિટ અને નવ સેકન્ડનો છે.વાયરલ થયેલો છે વિડિયો છે તેમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે જે બાઇકચાલક છે તેને પોતાના મોઢા ઉપર રૂમાલ બાંધ્યો છે જ્યારે કે તેની પાછળ તેની જે પત્ની બેઠી છે તેને માસ્ક અથવા તો મોઢા પર દુપટ્ટો નથી બાંધ્યો.

આ પણ વાંચો : સુરત : મહિલાએ ખોલ્યું હતું નકલી દારૂ બનાવવાનું કારખાનું, પોલીસે દરોડા પાડી કર્યો પર્દાફાશ

ત્યારે મહિલા પોલીસ દ્વારા દંપતીને રોકવામાં આવે છે તો સાથે જ બાઇક ચાલકની પાછળ બેઠેલી તેની પત્ની એ માસ્ક ન પહેર્યા બાબતે પોલીસ દંડ ભરવાનું પણ જણાવે છે. ત્યારે મહિલા પોલીસ અધિકારીની વાત અંગે બાઈકચાલક ની પત્ની અનેક જાતના બહાના બતાવે છે.

આ સમયે પતિ ઉશ્કેરાઈ જતા તેણે તેની પત્નીને પોલીસ અધિકારીઓની હાજરીમાં જ તમાચો ઝીંકી દીધા હોવાનો વિડિયો મોબાઇલમાં કેદ થવા પામ્યો હતો. જે વિડીયો માં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે પતિએ તેની પત્નીને તમાચો ઝીંકી દીધો ત્યારે પોલીસ અધિકારીઓ પણ પતિને આ પ્રકારે ન કરવાનું જણાવી રહ્યા છે.

આ પણ વાંચો :  જામનગર : ઉદાસી આશ્રમના મહંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ, પરિણીત સેવિકાના આક્ષેપથી ખળભળાટ

ત્યારે સમગ્ર મામલે પોલીસ સુત્રોનું માનીએ જે પ્રકારે પતિએ પત્નીને પોલીસની હાજરીમાં માર માર્યો હતો તે બાબતે ફરજ પર હાજર રહેલા પોલીસ અધિકારીઓએ પત્નીને તેના પતિ વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો કરી શકે છે તેવું જણાવ્યું હતું પરંતુ પત્નીએ આ મામલે કોઇપણ જાતની ફરિયાદ ન કરવી હોવાનું ફરજ પર હાજર રહેલા અધિકારીઓને જણાવ્યું હતું.
Published by: Jay Mishra
First published: November 29, 2020, 1:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading