રાજકોટ: સોની વેપારીને લૂંટવાનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો, બે લોકોની ધરપકડ


Updated: January 26, 2021, 4:18 PM IST
રાજકોટ: સોની વેપારીને લૂંટવાનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો, બે લોકોની ધરપકડ
પોલીસે જપ્ત કરેલા હથિયાર અને અન્ય સામગ્રી.

Rajkot Police: પોલીસને બાતમી મળી હતી કે હકો લાંબરીયા અને કનકસિંહ ચોહાણ સોની બજાર રૈયાનાકા ટાવર મેઇન રોડ પર ગીરધરલાલ હડાળાવાળાની દૂકાને લૂંટ કરવાની પૂરી તૈયારી સાથે આવ્યા છે.

  • Share this:
રાજકોટ: શહેરના રૈયાનાકા મુખ્ય રસ્તા પર સોની બજાર (Rajkot gold market)માં આવેલી ગીરધરલાલ હીરાલાલ હડાળાવાળાની પેઢીમાં ત્રાટકી લૂંટ (Loot) ચલાવવાની ઘટનાને બે શખ્સો અંજામ આપે તે પહેલા એ-ડિવિઝન પોલીસે (Rajkot A-Division Police) બંનેને ઝડપી લઈને કાવતરું નિષ્ફળ બનાવી દીધું છે. એ-ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ હારૂનભાઇ ચાનીયાની ફરિયાદ પરથી હકા ગોકળભાઇ લાંબરીયા તથા તેના મિત્ર વિક્રમભાઇના મકાનમાં ભાડેથી રહેતા શખ્સ સામે આઇપીસી ૩૯૩, ૧૨૦ (બી), ૩૭ (૧) ૧૩૫ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસે તેની પાસેથી લોખંડની બે ધારદાર તણી, એક છરી, રિવોલ્વર જેવી એરગન, 100 ગ્રામ જેટલી મરચાની ભૂકી, ખાખી રંગની શેલો ટેપ, બે જાડી હાથમોજા તેમજ સીએનજી રિક્ષા અને બાઇક કબ્જે કરવામાં કર્યું છે. પોલીસને બાતમી મળી હતી કે હકો લાંબરીયા અને કનકસિંહ ચોહાણ સોની બજાર રૈયાનાકા ટાવર મેઇન રોડ પર ગીરધરલાલ હડાળાવાળાની દૂકાને લૂંટ કરવાની પૂરી તૈયારી સાથે આવ્યા છે.આ પણ વાંચો: રાજકોટ: ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો, પાંચ દિવસ પહેલા ખુલ્લા મૂકાયેલા અંડરબ્રિજમાં પાણી ભરાયા!

આવી બાતમી મળ્યા બાદ તત્કાલિક પોલીસની એક ટીમ પહોંચી ગઈ હતી અને બંનેની શોધખોળ શરૂ કરતાં બાતમી મુજબના બંને શખ્સ દિવાનપરા-૬ના ખુણેથી મળી આવ્યા હતાં. આ બંને પાસેથી હથીયારો, લૂંટમાં ઉપયોગમાં લેવાની સાધન સામગ્રી, દળેલું મરચું, શેલો ટેપ, એક છરી, બે ધારદાર લોખંડની પટ્ટી, મોઢે બાંધવા ચાર રૂમાલ, માસ્ક, સહિત વસ્તુ મળી આવી હતી. 10 દિવસ સુધી રેકી કર્યા બાદ બંને પેઢી ખાતે પહોંચ્યા હતાં અને આંટાફેરા શરૂ કર્યા હતાં. જોકે, લૂંટને અંજામ આપે તે પહેલા પોલીસે બંનેને દબોચી લીધા હતા અને તેમના પ્લાન પર પાણી ફેરવી દીધું હતું.
આ પણ વાંચો: મહેસાણા: નવ ડીગ્રી કડકડતી ઠંડીમાં કોઈ નવજાતને કચરાના ઢગલામાં તરછોડી ગયું

પોલીસના કહેવા પ્રમાણે રૂપિયાની જરૂર હોવાથી ખોટા રસ્તે ચઢી ગયાનું બંને રટણ કરી રહ્યા હતા. આ બંને શખ્સ સામે અગાઉ કોઇ ગુના નોંધાયા નથી. હકો ચા વેચતો હતો અને કનકસિંહ રિક્ષા હંકારતો હતો. લૉકડાઉનમાં બંનેના ધંધા ઠપ્પ થતાં લૂંટનો પ્લાન ઘડ્યો હતો. હાલ પોલીસ બંનેની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published by: Vinod Zankhaliya
First published: January 26, 2021, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading