રાજકોટમાં ગંભીર સ્થિતિ: Coronaમાં અચાનક મોતનો આંકડો વધતા ફફડાટ, સ્મશાનગૃહોમાં વેઈટીંગ


Updated: September 4, 2020, 7:32 PM IST
રાજકોટમાં ગંભીર સ્થિતિ: Coronaમાં અચાનક મોતનો આંકડો વધતા ફફડાટ, સ્મશાનગૃહોમાં વેઈટીંગ
પ્રતિકાત્મક તસવીર

કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે જેથી મૃતદેહો સાચવવા માટે સિવિલ હોસ્પિટલમાં જગ્યા ખૂટી પડી છે

  • Share this:
રાજકોટ : આમ તો રાજકોટને રંગીલુ શહેર કહેવામાં આવે છે, પરંતુ કોરોના સંક્રમણ એ રંગીલા રાજકોટને જાણે કે બે રંગ બનાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે. કેમકે અત્યારે રાજકોટમાં કોરોના તો બેકાબૂ થયો છે, પરંતુ તેની સામે કોરોનાથી મૃત્યુ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

સૌથી મહત્વની વાત એ છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ સૌપ્રથમ રાજકોટમાં નોંધાયો હતો ત્યારે રાજકોટમાં ફફડાટ વ્યાપી ચૂક્યો હતો પરંતુ તંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરીને કારણે રાજકોટમાં કોરોનાનું સંક્રમણ જાણે કે બિલકુલ સમાપ્ત થઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારબાદ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ હવે કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે તેની સામે કોરોનાથી મૃત્યુનો આંક પણ એટલો જ વધી રહ્યો છે જે ખૂબ ગંભીર બાબત ગણવામાં આવી રહી છે.

સુરત અને અમદાવાદની સાપેક્ષમાં રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સૌથી ઓછું હતું પરંતુ અત્યારે સમય આવ્યો છે કે, સુરત અને અને અમદાવાદની સાથે સાથે રાજકોટ પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં આગળ આવતું દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ ચિંતાનો વિષય એ પણ છે કે, પોઝિટિવ કેસની સામે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે અને આજ ગંભીરતાને ધ્યાનમાં રાખીને છેલ્લા પાંચ દિવસથી રાજ્યના આરોગ્ય વિભાગના મોટાભાગના અધિકારીઓ અને તબીબોની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા છે અને કોરોનાનું સંક્રમણ અને કોરોનાથી થતા મોત કેમ ઘટાડી શકાય તે તમામ મુદ્દાઓને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બીજી મહત્વની વાત એ પણ છે કે, હાલના સમયમાં રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા ધીમે ધીમે ઘટવા લાગી છે. તો બીજી તરફ ખાનગી હોસ્પિટલો કોરોનાને લઈને પોતાની મનમાની ચલાવી રહ્યું છે અને તંત્ર તમાશો મૂક પ્રેક્ષક બનીને જોઇ રહ્યું છે, જેથી તમામ ભારણ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયેલી કોવિડ હોસ્પિટલ ઉપર આવી ચૂક્યું છે.

રાજકોટની હોસ્પિટલની સ્થિતિ અત્યારે બેહાલ છે, કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે જેથી મૃતદેહો સાચવવા માટે સિવિલ હોસ્પિટલમાં જગ્યા ખૂટી પડી છે અને જેથી જ સિવિલ હોસ્પિટલમાં જ્યાં ત્યાં જગ્યાઓ પર મૃતદેહો રાખી દેવામાં આવી રહ્યા છે, તો સાથે જ મૃતદેહોને અગ્નિદાહ આપવા માટે સ્મશાનમાં પણ જગ્યા ખૂટી રહી છે અને ત્યાં પણ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે એક કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે.

રાજકોટમાંથી સિવિલ હોસ્પિટલમાંથી જે પણ કોરોના પોઝિટિવ દર્દીનું મોત થાય છે તેને મોટાભાગે રામનાથપરા સ્મશાન ગૃહ સાથે અંતિમ ક્રિયા કરવા માટે લઈ જવામાં આવે છે અને મનપાની શબવાહિનીમાં જ આ તમામ દેવોને સીવીલ હોસ્પિટલથી સ્મશાન ગૃહ સુધી પહોંચાડવામાં આવે છે પરંતુ હવે વાહનો પણ ખુટી રહ્યા છે અને એક જ શબ્દ હિન્દીમાં બેથી ત્રણ મૃતદેહોને સ્મશાન ગૃહ સુધી પહોંચાડવા પડી રહ્યા છે.અત્યારની પરિસ્થિતિ મુજબ એક દિવસમાં મિનિમમ ૩૦ જેટલા મૃતદેહો સ્મશાનગૃહમાં આવી રહ્યા છે, જેને કારણે સ્મશાનગૃહના જે અંતિમ ક્રિયાના સાધનો હોય છે તે પણ ખૂટી પડ્યા છે જેથી ૧૫ જેટલા મૃતદેહોને ઈલેક્ટ્રીક પદ્ધતિથી અગ્નિદાહ આપવામાં આવે છે અને ફરજિયાત પણે અન્ય ૧૫ થી ૧૬ મૃતદેહોને લાકડાની પદ્ધતિથી અગ્નિદાન આપવો પડી રહ્યો છે, જે કોરોના નિયમથી બિલકુલ વિપરીત છે. આમ તો રંગીલા રાજકોટ ને બેરંગ થતું બચાવવા માટે ફક્ત સ્થાનિક તંત્ર નહીં પરંતુ આંખે આખી સરકાર ઊંધે માથે કામ કરી રહી છે પણ તમામ જગ્યાઓ પર હજી ખામીઓજ નજરે ચડે છે અને જો આવીજ પરિસ્થિતિ રહી તો રાજકોટને વુહાન બનતા પણ સમય નહીં લાગે.
Published by: kiran mehta
First published: September 4, 2020, 7:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading