શિશુને કોરોના સંક્રમણથી બચાવીને રાખે છે માતાનું દૂધઃ રિસર્ચમાં દાવો

News18 Gujarati
Updated: May 10, 2020, 10:18 AM IST
શિશુને કોરોના સંક્રમણથી બચાવીને રાખે છે માતાનું દૂધઃ રિસર્ચમાં દાવો
એક્સપર્ટ્સનું કહેવું છે કે માતાના દૂધમાં મળતી એન્ટીબાડી Covid-19 સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે

એક્સપર્ટ્સનું કહેવું છે કે માતાના દૂધમાં મળતી એન્ટીબાડી Covid-19 સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે

  • Share this:
માતાના દૂધના ફાયદા (Mother's Milk Benefits): માતાનું દૂધ (Mother's Milk) નવજાત શિશુઓ માટે ઘણું લાભદાયક અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. હાલમાં જ થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે માતાના દૂધમાં શિશુને કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણથી બચાવવાની ક્ષમતા હોય છે. ‘હિન્દુસ્તાન ઈ પેપર’ એ ન્યૂયોર્કના ઇકૈન સ્કૂલ ઓફ મેડિસિનના એક્સપર્ટ્સના હવાલો આપતાં આ અહેવાલ પ્રકાશિત કર્યો છે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે બ્રેસ્ટ મિલ્કમાં મળતી એન્ટીબાડી કોરોના (Covid 19)થી લડવામાં મદદરૂપ થઈ શકે છે. પરંતુ તેની પર હજુ ઓછું અધ્યયન થયું છે. માઉન્ટ સિનાઇ સ્કૂલ ઓફ મેડિસિનમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ પર કાર્યકરત રિબેકા પાવેલે પોતાના અધ્યયન માટે એવી મહિલાઓનું દૂધ સંગ્રહ કર્યું જે કોરોના પોઝિટિવ છે. તેમની કોલેજની પ્રયોગશાળામાં ડૉક્ટરની ટીમ માતાના દૂધની ઇમ્યૂનિટી ક્ષમતા પર રિસર્ચ કરી રહ્યા છે. આ લૅબમાં કાર્યકરત વૈજ્ઞાનિક માતાના દૂધમાં આવેલા એન્ટીબોડીમાં કોરોનાથી લડવા માટેની તાકાત ઉપર પણ અધ્યયન કરી રહ્યા છે. આ ટીમના રિસર્ચના પ્રારંભિક પરિણામ ઉત્સાહજનક છે.

ન્યૂયોર્કમાં કામ કરનારી ઇમ્યૂનિટી એક્સપર્ટ ચિકિત્સક રિબેકા પાવેલે એક સ્ટડીમાં જાણ્યું કે દૂધ પીવડાવાથી માતાથી શિશુઓમાં સંક્રમણ નથી ફેલાતું. જો માતા કોરોના પોિજટિવ હોય તો પણ માતાનું દૂધ નવજાતને સંક્રમણથી બચાવી શકે છે.

આ પણ વાંચો, 6 દિવસમાં બદલાઈ કોરોનાની તસવીર, 40 હજારથી 60 હજાર થયા દર્દી

15 મહિલાઓ પર અધ્યયન

એન્ટીબોડી શરીરમાં બનનારું એ પ્રોટીન હોય છે જે બહારના બેક્ટેરિયા અને વાયરસથી લડવા માટે શરીરને ક્ષમતા પ્રદાન કરે છે. પાવેલના અધ્યયનમાં જાણવા મળ્યું કે માતાના દૂધમાં ફ્લૂ જેવા વાયરસથી લડવા માટે એન્ટીબોડી છે. તેમની ટીમે 15 મહિલાઓના બ્રેસ્ટ મિલ્કના સેમ્પલ પર અધ્યયન કર્યું છે જે હાલમાં કોવિડ-19થી સાજી થઈ છે. આ રિસર્ચ એક ઓનલાઇન જર્નલમાં પ્રકાશિત થયું છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માહિતીને આધારિત છે. Gujarati News18 તેની પુષ્ટિ નથી કરતું. તેની પર અમલ કરતાં પહેલા સંબંધિત એક્સપર્ટ સાથે સંપર્ક કરવો.

આ પણ વાંચો, ચિંતાઃ બ્રિટનમાં વસતા ભારતીયોને કોરોનાનો ભોગ બનવાનો વધુ ખતરો!
First published: May 10, 2020, 10:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading