એક મહિનામાં વાળનો ગ્રોથ વધારવો છે? તો અજમાવો આ 5 ટ્રિક્સ

News18 Gujarati
Updated: July 28, 2020, 2:44 PM IST
એક મહિનામાં વાળનો ગ્રોથ વધારવો છે? તો અજમાવો આ 5 ટ્રિક્સ
આપણે 10માંથી 6 વ્યક્તિઓના મોઢે સાંભળતા હોઇશું કે વાળ (Hair fall) બહું જ ઉતરે છે. આ સમસ્યા ઘણાં બધાની છે. આની પાછળ આપણી ટેવો અને લાઇફસ્ટાઇલ (lifestyle) અનેક અંશે જવાબદાર છે. તો આજે આપણે એવી પાંચ વસ્તુઓ જોઇશું જેનાથી આપણે પોતાના વાળનો ગ્રોથ વધારી શકીએ.

તો આજે આપણે એવી પાંચ વસ્તુઓ જોઇશું જેનાથી આપણે પોતાના વાળનો ગ્રોથ વધારી શકીએ.

  • Share this:
આપણે 10માંથી 6 વ્યક્તિઓના મોઢે સાંભળતા હોઇશું કે વાળ (Hair fall) બહું જ ઉતરે છે. આ સમસ્યા ઘણાં બધાની છે. આની પાછળ આપણી ટેવો અને લાઇફસ્ટાઇલ (lifestyle) અનેક અંશે જવાબદાર છે. તો આજે આપણે એવી પાંચ વસ્તુઓ જોઇશું જેનાથી આપણે પોતાના વાળનો ગ્રોથ વધારી શકીએ.


સૂતા પહેલા રોજ રાતે વાળમાં કાંસકો ફેરવો. દસેક મિનિટ સુધી આમ કરો. પાછળથી શરૂ કરીને આગળની તરફ લઇ જઇને વાળની ગૂંચ કાઢો. આનાથી વાળમાં દિવસ દરમિયાન જામેલી ધૂળ-માટી અને ગંદકી વાળમાંથી બહાર નીકળી જશે અને માથામાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થશે.


રાતે સૂતા પહેલા વાળને અચૂક બાંધો. જો વાળ લાંબા છે તો ચોટલો વાળી શકો છો. આનાથી વાળ ગૂંચાશે નહીં અને તૂટશે પણ નહીં. આવું કરવાથી વાળનો ગ્રોથ પણ સારો થાય છે.


જો તમે વાળમાં તેલ લગાવવા નથી ઇચ્છાતા તો વાળ પર સીરમ લગાવી શકો છો. સીરમને વાળના મૂળમાં લગાવવું જોઇએ જેનાથી વાળ ગૂંચાશે નહીં. આને તેલનો વિકલ્પ માનવામાં આવે છે. પણ તેનો યોગ્ય માત્રામાં જ પ્રયોગ કરવો જોઇએ કારણ કે વધારે પડતા પ્રયોગથી પણ વાળને નુકસાન થાય છે.


અઠવાડિયામાં બેથી ત્રણવાર વાળમાં તેલ લગાવવાથી વાળ ખરતા ઓછા થઇ જશે. આમ કરવાથી વાળને જરૂરી પોષક તત્વો મળી જાય છે, જે વાળના વિકાસ માટે જરૂરી હોય છે. વાળ માટે નારિયેળ તેલ કે પછી બદામનું તેલ ઉત્તમ હોય છે. રોજ રાતે માથામાં તેલ લગાવો અને સવારે ધોઇ લો.


જો તમારા વાળ લાંબા છે તો તેના છેડાને ઊંઘતા પહેલા કપડાથી બાંધવાનું ન ભૂલશો. તમારા વાળને એ રીતે બાંધો કે ઊંઘતી વખતે તેમાંથી કપડું બહાર ન નીકળી જાય. આનાથી બે મોઢાવાળા વાળની સમસ્યા દૂર થશે અને જો તમે પહેલેથી જ આવી કોઇ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે વધશે નહીં અને સમયાંતરે તે સમસ્યા ધીમે-ધીમે દૂર થશે.
Published by: Kaushal Pancholi
First published: July 28, 2020, 2:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading