લગ્ન પહેલા ફોલો કરો આ ડાયટ, ફિગર મસ્ત થશે અને હોટનેસ જોઇને લોકો બોલી ઉઠશે WOW

News18 Gujarati
Updated: September 27, 2022, 3:59 PM IST
લગ્ન પહેલા ફોલો કરો આ ડાયટ, ફિગર મસ્ત થશે અને હોટનેસ જોઇને લોકો બોલી ઉઠશે WOW
આ ડાયટથી ફિગર મસ્ત થાય છે.

Tips for bride: થોડા સમય પછી તમારા લગ્ન છે અને તમારે તમારું ફિગર મસ્ત બનાવવું છે તો આ ડાયટ તમારા માટે સૌથી બેસ્ટ છે. આ ડાયટ તમે ફોલો કરો છો તો તમારી સ્કિન અને હેલ્થ બન્ને સારું રહે છે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: લગ્નના દિવસે દરેક છોકરી એમ ઇચ્છે છે કે એ ગોર્જીયસ દેખાય. આ માટે 3 થી 4 મહિનાઓ પહેલાથી જ છોકરીઓ અનેક પ્રકારની બ્યૂટી ટિટ્રમેન્ટ લેતી હોય છે. આ બ્યુટી ટ્રિટમેન્ટની સાથે ડાયટ પણ એટલું જ જરૂરી છે. જો તમે પ્રોપર રીતે ડાયટ ફોલો કરતા નથી તો તમારી સ્કિનની અનેક સમસ્યાઓ થવા લાગે છે જેના કારણે ચહેરા પર ખીલ, કાળા ડાધા ધબ્બા, વાળ ખરવા...આમ, આ બધી સમસ્યાઓ માટે પોષક તત્વોથી ભરપૂર ડાયટ લેવું ખૂબ જરૂરી છે. તમારા લગ્ન છે અને તમે મસ્ત ફિગર બનાવવા ઇચ્છો છો તો આ ડાયટ તમારા માટે સૌથી બેસ્ટ છે. તમે આ ડાયટ ફોલો કરો છો તો તમારી સ્કિન અને હેલ્થને અનેક રીતે ફાયદો થાય છે.

તળેલો ખોરાક બંધ કરો


તમારા લગ્ન છે તો તમારે 3 થી 4 મહિના પહેલા તળેલો ખોરાક ખાઓ જોઇએ નહીં. આ ખોરાક ખાવાથી ચહેરા પર ખીલ થાય છે અને સાથે સ્કિન પણ ઓઇલી રહે છે. જે તમે લગ્નમાં મેક અપ કરો છો તો એ બહુ ખરાબ લાગે છે.

આ પણ વાંચો: નવરાત્રીમાં ગરબા રમ્યા પછી આ પેસ્ટ લગાવો ચહેરા પર

કેલ્શિયમથી ભરપૂર આહાર ખાઓ


લગ્ન પહેલા તમે હેલ્ધી ડાયટ ફોલો કરો છો તો તમારું વજન પણ મસ્ત રીતે ઉતરે છે. આ સાથે જ ફિગર પણ મસ્ત બને છે. આ માટે જરૂરી છે તમે ઘરમાં બનેલું ભોજન ખાવાનો આગ્રહ રાખો. આ સિવાય તમે તમારા ડાયટમાં કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓ ખાઓ જેનાથી તમારી સ્કિન અને ફિગર મસ્ત થાય છે.આ પણ વાંચો: માણસો માટે હાનિકારક છે 5G નેટવર્ક?

જંક ફૂડ ખાવાનું ટાળો


લગ્નના થોડા સમય પહેલા જંક ફૂડ ખાવાનું ટાળો. જંક ફૂડ ખાવાથી વજન વધી જાય છે અને સાથે-સાથે સ્કિન પર ખીલ પણ થવાના શરૂ થઇ જાય છે. વજન વધે તો લગ્નના સમયે બહુ ખરાબ લાગે છે અને ખીલ જેવી સમસ્યા ચહેરા પર થાય છે તો ચહેરો ગંદો લાગે છે. આ માટે જંક ફુડ ખાવાનું ટાળો.

વિટામીન સી


વજન ઘટાડવા માટે અને સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવા માટે વિટામીન સી સૌથી બેસ્ટ છે. હેલ્ધી પ્લાનમાં તમે લીંબુ, સંતરા, મોંસબી, સફરજન જેવી વસ્તુઓને સામેલ કરી શકો છો. આ સાથે જ લાલ, પીળા રંગના ફ્રૂટ્સ ખાઓ.
Published by: Niyati Modi
First published: September 27, 2022, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading