આ બે મિનિટનો વ્યાયામ અને કારગર ફેસપેક ચહેરાની કરચલીઓને કરશે છૂમંતર, અજમાવી જુઓ

News18 Gujarati
Updated: May 4, 2020, 3:56 PM IST
આ બે મિનિટનો વ્યાયામ અને કારગર ફેસપેક ચહેરાની કરચલીઓને કરશે છૂમંતર, અજમાવી જુઓ
ઉંમર વધવી એ તો પ્રકૃતિનો નિયમ છે, પણ ત્વચાની સારસંભાળ લઈ સૌંદર્યમાં વધારો કરી શકાય છે.

ઉંમર વધવી એ તો પ્રકૃતિનો નિયમ છે, પણ ત્વચાની સારસંભાળ લઈ સૌંદર્યમાં વધારો કરી શકાય છે.

  • Share this:
જેમ જેમ ઉંમર વધતી જાય છે તેની પહેલી અસર ચહેરા પર વર્તાય છે. ઉંમર વધવી એ તો પ્રકૃતિનો નિયમ છે, પણ ત્વચાની સારસંભાળ લઈ સૌંદર્યમાં વધારો કરી શકાય છે. ત્વચાને સ્વસ્થ અને નીરોગી રાખવાથી આપણે આપણી ઉંમર કરતાં નાના દેખાઈ શકીએ છીએ. આ સાથે તમારા આહાર પર ખાસ ધ્યાન આપો, કેમ કે સમતોલ અને પૌષ્ટિક આહારના અભાવે પણ ત્વચા પર કરચલીઓ પડવા લાગે છે. તો આજે આપણે જોઇએ ચહેરા માટે કેવો વ્યાયામ કરવો અને તેની સંભાળ કઇ રીતે રાખવી.

ચહેરા માટેનો વ્યાયામ

વ્યાયામ અને માલિશ દ્વારા ત્વચાને લાંબા સમય સુધી યુવાનોની ત્વચા જેવી રાખી શકાય છે. સ્વસ્થ શરીર માટે વ્યાયામને બહુ મહત્ત્વનો માનવામાં આવે છે, તેમ ચહેરા પરથી કરચલીઓ દૂર કરવા માટે પણ વ્યાયામનું મહત્ત્વ સ્વીકારાયું છે. આ માટે મોં પહોળું કરી, જડબાને બહાની તરફ ખેંચી, જીભને થોડી બહાર કાઢી લગભગ 20 સેકન્ડ સુધી આમ જ રાખો. પછી મોં ફરી પાછું સામાન્ય સ્થિતિમાં કરી લો. સમય મળે ત્યારે આ વ્યાયામ કરતા રહો.

આ પણ વાંચો : સામાન્ય શરદી ખાંસી મટાડીને રોગપ્રતિકારક શક્તિ વધારશે આ ઉપાયો, અજમાવવાનું ચૂકતા નહીં

ચહેરાની ત્વચાની સંભાળ
  • એક કપ ચોખાના લોટમાં દૂધ અને ગુલાબજળ નાખીને પેસ્ટ બનાવો. ચહેરા અને ગરદન પર વ્યવસ્થિત રીતે લગાવો. 15-20 મિનિટ પછી ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વખત આ પ્રયોગ કરવાથી ફરક જણાશે.

  • અર્ધા કપ દહીંમાં 2 ચમચી કાબૂલી ચણાનો પાઉડર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર અને ગરદન પર લગાવો. 10 મિનિટ પછી ચહેરા-ગરદનને ઠંડા પાણીથી ધોઈ નાખો. આનાથી ત્વચામાં કસાવ આવશે.

  • ગાજરનો રસ લઈ તેમાં 2 ચમચી લીંબૂનો રસ અને 1 ચમચી છાશ અને ચણાનો લોટ જરૂર અનુસાર ઉમેરો. હવે આ માસ્કને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો. ત્યારબાદ હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો.

  • લીલી દ્રાક્ષને પીસીને ચહેરા પર ઘસો. સૂકાઈ જાય પછી ધોઈ નાખો


આ વીડિયો પણ જુઓ - 
First published: May 4, 2020, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading