માત્ર બે-ત્રણ લાલ મરચાંથી પણ જામી જશે દહીં અને તે પણ બહાર જેવું જ સરસ, જાણી લો રીત

News18 Gujarati
Updated: May 6, 2020, 3:44 PM IST
માત્ર બે-ત્રણ લાલ મરચાંથી પણ જામી જશે દહીં અને તે પણ બહાર જેવું જ સરસ, જાણી લો રીત
આજે અમે તમને જણાવીશું કે દહીંનાં મેળવણ વગર જ દહીં કઇ રીતે બનાવાય અને એ પણ એકદમ બહાર જેવું જ.

આજે અમે તમને જણાવીશું કે દહીંનાં મેળવણ વગર જ દહીં કઇ રીતે બનાવાય અને એ પણ એકદમ બહાર જેવું જ.

  • Share this:
લૉકડાઉનમાં બહાર જવાનું જેટલું બને તેટલું ટાળવું જોઇએ. હાલ ગરમીનો જોરદાર કહેર છે ત્યારે તમે કહેશો કે દહીં લેવા તો બહાર જવું જ પડે. બહાર જેવું દહીં ઘરે નથી બનતું. હવે આવા બહાના નહીં ચાલે કારણ કે, આજે અમે તમને જણાવીશું કે દહીંનાં મેળવણ વગર જ દહીં કઇ રીતે બનાવાય અને એ પણ એકદમ બહાર જેવું જ. જેના માટે આપણને સૂકાં લાલ મરચા જોઇશે.

લાલ મરચાની મદદથી દહીં જમાવવાની રીત

લાલ મરચાની મદદથી પણ આપણે દહીં જમાવી શકીએ છીએ. તેના માટે પહેલા દૂધ ઉકાળીને તેને ઠંડુ પડવા દો. દૂધ હૂંફાળુ થઇ જાય ત્યાર બાદ તેમાં 2થી 3 લાલ સૂકા મરચાં ડાળખા સાથે દૂધની વચ્ચોવચ નાંખી દો. લાલ મરચાંમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે. જે દૂધમાંથી દહીં બનાવવામાં મદદ કરે છે. આ દહીં બહું ગાઢુ નહિં જામે પરંતુ આ દહીંમાંથી ફરીવાર બીજુ દહીં સાદી રીતે જમાવશો તો એકદમ ચોસલા પડતું દહીં જામશે.

હવે આપણે દહીં બનાવવાની સાદી રીત જોઇએ.

સૌ પહેલા દૂધને ઉકાળો અને ઠંડુ થવા દો. જ્યારે દૂધ થોડુ ગરમ હોય ત્યારે તેમાં દહીંનું જામણ નાખીને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેને ઢાંકીને 5-7 કલાક માટે રહેવા દો. દહીં જામી જાય પછી તેને ફ્રિજમાં મુકી દો જેનાથી દહીં થોડું વ્યવસ્થિત રીતે જામી જાય અને ઠંડુ થઈ જાય.

આ પણ વાંચો - ખોરાક પચવામાં સમસ્યા છે? માથું સતત દુખે છે? તો અજમાવી જુઓ રાઇનાં આ ઉપાયો 

દહીં જમાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન:

  • ઘટ્ટ દહીં જમાવવા માટે ફુલક્રીમ દૂધનો ઉપયોગ કરો.

  • દહીંને એલ્યુમિનિયમના વાસણમાં જ જમાવો.

  • એલ્યુમિનિયમના વાસણમાં જમાવવાથી એક તો દહીં કડવું નહી લાગે

  • બીજુએ કે દહીં બરાબર જામી જશે. જો એલ્યુમિનિયમનું વાસણ ન હોય તો તમારે માટી કે ચીનાઇ માટીના વાસણમાં દહીં જમાવવું

  • ખૂબ જ ગરમ દૂધમાં દહીં મિક્સ ન કરવું.

  • દહીં જમાવતા સમયે દુધ બહુ ઠંડુ કે ખૂબ ગરમ પણ ન હોવું જોઈએ.


આ પણ જુઓ - 

 

 
First published: May 6, 2020, 3:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading