Love story: ચાની ચૂસકી સાથે પ્રેમની મીઠાસ માણતા કપલની સ્વીટ વાયરલ લવ સ્ટોરી, લોકોએ મન ભરીને કર્યા વખાણ


Updated: May 27, 2022, 4:27 PM IST
Love story: ચાની ચૂસકી સાથે પ્રેમની મીઠાસ માણતા કપલની સ્વીટ વાયરલ લવ સ્ટોરી, લોકોએ મન ભરીને કર્યા વખાણ
ચાની ચૂસકી સાથે પ્રેમની મીઠાસ માણતા કપલની સ્વીટ વાયરલ લવ સ્ટોરી, લોકોએ મન ભરીને કર્યા વખાણ

Viral Love Stpry : 21 વર્ષીય અફઝલ અને 19 વર્ષીય સબીના જમે છે પણ એક જ થાળીમાંથી. બંનેએ એક વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. અફઝલ મજૂરી કરતો હોવાથી તેમના માતા-પિતા લગ્નની તરફેણમાં ન હતા

  • Share this:
ઈન્ટરનેટ (Internet) પર અલગ અલગ પ્રકારના કન્ટેન્ટનો ભંડાર છે. ક્યારે સર્ફિંગ કરતી વખતે અમુક સ્ટોરી (Social media stories) મનમાં વસી જાય છે. તે સ્ટોરી આખો દિવસ મનમાં ફર્યા કરે છે. તેના અંગે વિચારીને આપણા મનને ઘણી વાર સારું લાગે છે. આવી જ એક સ્ટોરી અમે અહીં લઈ આવ્યા છે. ઈન્સ્ટાગ્રામ (Instagram page) પર The Delhi Walla નામનું પેજ ધરાવતા મયંક ઓસ્ટેન સૂફીએ પ્રેમમાં પડેલા યુવા કપલની સુપર સ્વીટ સ્ટોરી પોસ્ટ કરી છે.

અફઝલ અને સબીના નામના આ કપલની તસવીરો દિલ્હીના સરાય કાલે ખાનના ટી સ્ટોલની છે. ફોટોગ્રાફ્સમાં યુવાને બ્રાઉન શર્ટ સાથે બ્લેક જીન્સ અને યુવતીએ સલવાર કમીઝ પહેર્યું છે. બંનેને ચા પીવાનો શોખ છે અને ચા પીતી વખતે તેઓ એક જ ગ્લાસમાંથી ચા પીવે છે.

આ પણ વાંચો: Climate Change: જળવાયુ પરીવર્તનના પરિણામો વૃક્ષોના જીવનને મૂકે છે જોખમમાં 

21 વર્ષીય અફઝલ અને 19 વર્ષીય સબીના જમે છે પણ એક જ થાળીમાંથી. બંનેએ એક વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. અફઝલ મજૂરી કરતો હોવાથી તેમના માતા-પિતા લગ્નની તરફેણમાં ન હતા. જો કે, સાચું કારણ કઈક અલગ હતું. તેઓ એ હકીકતથી ખુશ ન હતા કે અફઝલ અને સબીના બાળપણમાં મળ્યા હતા. પરંતુ, તેમનું અફેર 2019ના શિયાળામાં શરૂ થયું હતું. તાજેતરમાં એક સાંજે આ દંપતી સરાય કાલે ખાનમાં ચાના સ્ટોલની બાજુમાં બાંકડા પર બેઠું જોવા મળ્યું હતું.

વાયરલ પોસ્ટ (Viral post) માં જણાવાયું છે કે, અફઝલે બ્લેક જીન્સ અને ખૂબ જ ટાઇટ બ્રાઉન શર્ટ પહેર્યું છે. સબીના બ્લુ કુર્તામાં ફૂલવાળા દુપટ્ટા સાથે છે. તેઓએ એક વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. સબિના કહે છે કે, અમારા પ્રેમ લગ્ન હતા. ત્યાં અફઝલ ઉમેરે છે કે, અમારાં માતાપિતા લગ્નની તરફેણમાં નહોતાં.

અફઝલ મજૂરી કરે છે. સબીના કહે છે કે તેના પિતા પણ મજૂર છે. તે ઉમેરે છે કે, મને લાગે છે કે અમારા માતાપિતાનું મન ન હતું કારણ કે અમે એકબીજાને બાળપણથી ઓળખતા હતા. જોકે, 2019ના શિયાળામાં બજારની સફર દરમિયાન પ્રેમની શરૂઆત થઈ હતી.અફઝલ અને સબીનાએ લગ્ન બાદ ભાડાના રૂમમાં નવું જીવન શરૂ કર્યું હતું. પત્નીને સરળતા થાય તે માટે અફઝલ રાત્રે ભોજન રાંધવામાં પણ તેની મદદ કરે છે. તેઓ ઝઘડે પણ છે. બંને ઝઘડા પાછળ એકબીજાની સલાહ ન માનવાનું કારણ આપે છે.

દાંપત્ય જીવને બંનેને ઘણી રીતે બદલી નખ્યાં છે. આ બાબતે અફઝલ કહે છે કે, હું વધુ જવાબદાર અને વધુ મહેનતુ બની ગયો છું. હું દરરોજ ફક્ત 300 રૂપિયા કમાવ છું અને તેનાથી ઘર ચલાવી શકાય નહીં. મારે હજી વધુ સખત મહેનત કરવી પડશે. બીજી તરફ સબિના મજાકમાં કહે છે કે, હવે મારે મમ્મીનો ઠપકો સહન કરવાની જરૂર નથી.


અહીં ઉલ્લેખનીય છે કે, યુવા કપલની લવ સ્ટોરી અનેક લોકોને ગમી છે. યુઝર્સે યુવા દંપતી અને મયંક પર મન ભરીને પ્રેમ વરસાવ્યો છે. કોમેન્ટ બોક્સ વખાણથી ભરી દીધું છે. એક યુઝરે લખ્યું છે કે, ભયાનક સમાચારોની દુનિયામાં ખૂબ જ સુંદર પોસ્ટ! યુઝર્સ યુવા કપલ અને મયંકને શુભકામનાઓ પણ આપી રહ્યા છે.
Published by: Rahul Vegda
First published: May 27, 2022, 4:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading