મહેંદીમાં મિલાવો આ 4 વસ્તુ અને પછી કરો વાળમાં કલર, સફેદવાળથી મળશે છૂટકારો

News18 Gujarati
Updated: May 8, 2020, 11:40 PM IST
મહેંદીમાં મિલાવો આ 4 વસ્તુ અને પછી કરો વાળમાં કલર, સફેદવાળથી મળશે છૂટકારો
મહેંદી લગાવવાની ટિપ્સ

વાળને કલર કરવા સ્ટાઈલની સાથે-સાથે એક ફેશન ટ્રેન્ડ પણ બની ગયું છે. છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ અને પુરૂષ બંને પોતાના વાળને અલગ-અલગ પ્રકારે કલર લગાવે છે.

  • Share this:
વાળને કલર કરવા સ્ટાઈલની સાથે-સાથે એક ફેશન ટ્રેન્ડ પણ બની ગયું છે. છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ અને પુરૂષ બંને પોતાના વાળને અલગ-અલગ પ્રકારે કલર લગાવે છે. કેટલાક લોકો સફેદવાળને છૂપાવવા માટે તેને કલર કરી દે છે તો કેટલાક લોકો ફેશન માટે વાળને હાઈલાઈટ કરે છે. વાળને હાઈલાઈટ કરવા આજકાલ ટ્રેન્ડમાં છે પરંતુ લોકડાઉનના કારણે તમામ પાર્લર અને સલૂન બંધ છે. એવામાં લોકોએ ઘરે જ વાળ કલર કરવા પડી રહ્યા છે. વાળને કલર કરવા માટે લોકો મહેંદી, હેર કલર અથવા ડાઈનો ઉપયોગ કરે છે પરંતુ તેની અસર થોડા સમય સુધી જ રહે છે. તો આજે અમે તમને કેટલીક એવી વસ્તુ વિશે જણાવીશું જેને મહેંદીમાં મિલાવી વાળ પર લગાવવાથી તેનો કલર લાંબા સમય સુધી ટકેલો રહે છે. તો જોઈએ કઈ એ વસ્તુ છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય છે.

મહેંદીને પલાડવા માટે પાણી બનાવવાની રીત

સામગ્રી -

પાણી - 1 ગ્લાસ
મેથી દાણાનો પાવડર - 1 મોટી ચમચી
કોફી પાવડર - 1 મોટી ચમચીલવિંગનો પાવડર - 1 મોટી ચમચી

વિધિ
એક ગ્લાસ પાણીમાં મેથીના દાણા અને કોફી પાવડર નાખી 2થી 3 મિનીટ ઉકાળો. પછી તેમાં લવિંગનો પાવડર મિલાવી 3 મિનિટ ઉકાળો. હવે તેને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દો. મેથીના દાણા વાળને કુદરતી મજબૂત અને કાળા કરે છે. તો કોફી પાવડર મહેંદીના રંગને વધારે ડાર્ક બનાવે છે. તમને જણાવી દઈએ કે, લવિંગના પાવડરથી વાળ ખરવાનું બંધ થઈ મજબૂત બને છે.

મહેંદી બનાવવાની રીત

સામગ્રી
મહેંદી - 100 ગ્રામ
હિબિક્સ પાવડર - 1 મોટી ચમચી
આંબલા પાવડર - 1 મોટી ચમચી
શિકાકાઈ પાવડર - 1 મોટી ચમચી
કોફી પાવડર - 1 મોટી ચમચી

વિધિ
લોખંડની કડાઈમાં મહેંદી, હિબિક્સ પાવડર, આંબળાનો પાવડર, શિકાકાઈનો પાવડર અને કોફી પાવડર મિલાવી મિક્સ કરો. તેના માટે લોખંડની કડાઈનો જ ઉપયોગ કરો કેમકે તેમાં મહેંદી સારી રીતે ઓક્સીડાઈઝ્ડ થઈ જાય છે. હવે તેમાં તૈયાર પાણીને મિક્સ કરો અને ઓવરનાઈટ અથવા 7થી 8 કલાક માટે છોડી દો.

આવી રીતે કરો ઉપયોગ

સૌથી પહેલા વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો, જેથી તમામ માટી-ધૂળ અથવા ઓઈલ નીકળી જાય. ધ્યાનરાખો કે જો વાળ વોશ નહીં કરો તો, મહેંદીનો રંગ સારી રીતે નહીં ચઢે. વાળને ધોયા બાદ તેમાં સિરમ એપ્લાય કરો. હવે મહેંદીને વાળમાં એપ્લાય કરો અને ઓછામાં 2થી 3 કલાક માટે વાળમાં રહેવા દો. પછી તેને પાણીથી સારી રીતે ધોઈ દો અને ધ્યાન રાખો કે મહેંદી બાદ શેમ્પૂ ન લગાવો. સાથે જ કોઈ પણ પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી બચો કેમ કે, તેનાથી કલર ફેડ થઈ જાય છે. રાત્રે સુતા પહેલા સરસોના તેલથી સારી રીતે ચમ્પી કરો. આ પ્રકારે મહેંદી લગાવવાથી મહેંદીનો રંગ એકદમ સારી રીતે પાક્કો થઈ જશે.
First published: May 8, 2020, 11:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading