લૉકડાઉનમાં ઘરે બનાવો 'બાફલા બાટી' અને સાથે દાળ, જોઇ લો ફટાફટ રીત

News18 Gujarati
Updated: May 2, 2020, 10:09 AM IST
લૉકડાઉનમાં ઘરે બનાવો 'બાફલા બાટી' અને સાથે દાળ, જોઇ લો ફટાફટ રીત
દાળ બાટી

લૉકડાઉનની અવધી વધી ગઇ છે. ત્યારે ગૃહિણીઓની ચિંતા પણ વધી ગઇ હશે કે રોજ રોજ નવું નવું શું બનાવવું.

 • Share this:
લૉકડાઉનની અવધી વધી ગઇ છે. ત્યારે ગૃહિણીઓની ચિંતા પણ વધી ગઇ હશે કે રોજ રોજ નવું નવું શું બનાવવું. તો આજે આપણે રાજસ્થાની દાલ-બાટી બનાવતા શીખીશું.

બાટી માટે સામગ્રી
ઘઉંનો લોટ -400 ગ્રામ

રવો - 100 ગ્રામ
ઘી- 100 ગ્રામ
જીરૂ- અડધી નાની ચમચીઅજમો- અડ્ધી નાની ચમચી
બેકિંગ સોડા - અડ્ધી નાની ચમચી
મીઠું -સ્વાદપ્રમાણે

બાટી બનાવવાની રીત 

 • લોટ અને રવાને એક વાસણમાં મિક્સ કરી લો એમાં 3 ચમચી ઘી , બેકિંગ સોડા અજમો, જીરૂ અને મીઠું નાખી મિક્સ કરો. હૂંફાણા પાણીની સહાયતાથી લોટને રોટલીના લોટથી થોડું ટાઈટ બાંધી લો. લોટને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દો. જેથી લોટ ફૂલીને સેટ થઈ જાય.

 • 20 મિનિટ પછી આ લોટને તેલના હાથથી મસળીને ચિકણો કરી લો. બાંધેલા લોટથી થોડું લોટ લઈને એમના ગોળ ગોલા બનાવી લો.

 • હવે તંદૂરને ગરમ કરો. તંદૂરમાં લોટની બનાવેલા એ ગોળા શેકવા માટે રાખો. આ ગોળાને તંદૂરમાં પલટી-પલટીને શેકો. બાટી ફટવા લાગશે અને બ્રાઉન થઈ જશે . શેકેલી બાટીને પ્લેટમાં રાખી લો. હવે શેકેલી બાટીને વચ્ચેથી ફોડીને ઘી માં ડુબાડીને કાઢી લો.

 • જો તમારી પાસે તંદૂર ન હોય તો તમે બાફલા બાટી બનાવી શકો છો. જેના માટે તમારે લોટનાં ગોલાને પાણીમાં પહેલા ઉકાળી લેવાના. આ માટે આશરે 15થી 20 મિનિટનો સમય લાગશે.

 • જે બાદ પાણીની બહાર કાઢીને તેને ઠંડા પડવા દો. જે બાદ તેને તવી કે પેનમાં ઘી નાંખીને શેકી લો. (કટલેટ જેમ શેકો છો તેવી જ રીતે.)


દાળ બનાવવાની રીત

તમે ઈચ્છો તો એમાં મિક્સ દાળનો ઉપયોગ કરી શકો છો નહી તો માત્ર તુવેરની દાળ પણ બનાવી શકાય છે.

સામગ્રી
1 વાટકી તુવેરની દાળ
1 ચપટી મેથી તલનું તેલ રાઇ તજ-લવિંગ તમાલપત્ર
હિંગ
લીલા મરચા
મીઠો લીમડો
હળદર
ગરમ મસાલો
ધાણાજીરુ
કોથમીર
મીઠું
કાળા મરીનો ભૂકો

આ પણ વાંચો - ઇન્ફેક્શનથી તાવ આવતાં મનુષ્યના શરીરની અંદર શું ફેરફાર આવે છે?

બનાવવાની રીત

 • તુવેરની દાળને અથવા મિકસ્ દાળને પાણીમાં નાંખીને તેમાં ચપટી મેથી અને એક ચમચી ચણાની દાળ નાંખી એક કલાક સુધી પલાળી રાખો.

 • ત્યારબાદ તેને બાફવી. બાફ્યા બાદ વઘાર માટે ઘી ગરમ કરો એમાં વઘાર માટે રાઇ, તજ, લવિંગ, તમાલપત્ર એકસાથે નાંખવું.

 • જે બાદ હિંગ, લીલા મરચાના ટૂકડાં, મીઠો લીમડો અને હળદર નાંખવી. હળદર એટલા માટે કે તેને દાળમાં નાંખવાથી દાળનો રંગ સારો આવે અને પિત્ત ન કરે.

 • ધીમા તાપે વધાર થઇ ગયા પછી ધીમા તાપે બે-પાંચ મિનિટ ઉકાળવું. આ દાળને ગેસ કે ચૂલા પરથી ઉતારતા પહેલા કોથમીર, ગરમ મસાલો અને ધાણાજીરુ નાંખવું.

 • તમે ઇચ્છો તો તેમાં લસણ, ડુંગળી અને ટામેટા સાંતળીને પણ નાંખી શકો છો.


આ વીડિયો પણ જુઓ - 

 
First published: May 2, 2020, 10:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading