શ્રાવણમાં ઉપવાસીઓ માટે ખાસ ડિશ, બનાવો 15 મિનિટમાં ફ્રેશ 'કોપરા પાક'

News18 Gujarati
Updated: July 24, 2020, 4:39 PM IST
શ્રાવણમાં ઉપવાસીઓ માટે ખાસ ડિશ, બનાવો 15 મિનિટમાં ફ્રેશ 'કોપરા પાક'
કોપરા પાક બનાવવામાં પણ ઘણો સરળ છે. આપને નવાઈ લાગશે પણ આ સરળ રેસિપી 15 જ મિનિટમાં તૈયાર થઈ શકે છે.

કોપરા પાક બનાવવામાં પણ ઘણો સરળ છે. આપને નવાઈ લાગશે પણ આ સરળ રેસિપી 15 જ મિનિટમાં તૈયાર થઈ શકે છે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કોપરા પાક એવી મિઠાઇ છે જે તમે ઉપવાસમાં ખાઇ શકો છો. અને પ્રસંગ હોય કે પૂજા ભગવાનને કોપરા પાક ચઢાવવામાં આવે છે. કોપરા પાક બનાવવામાં પણ ઘણો સરળ છે. આપને નવાઈ લાગશે પણ આ સરળ રેસિપી 15 જ મિનિટમાં તૈયાર થઈ શકે છે.

સામગ્રીઃ
-4-5 વ્યક્તિ માટે કોપરા પાક બનાવવા માટેની સામગ્રી

-2 વાટકી કોપરાનું છીણ
- અથવા તાજુ છીણેલુ નારિયેળ
-1 વાટકો ખાંડ-1 મોટી ચમચી ઘી
-1 ચમચી એલચીનો ભૂકો
-ફ્લેવર માટે થોડુ કેસર
-બદામ અને પિસ્તાની કતરણ

રીત:
-નારિયેળના નાના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરશો તો કોપરાનું છીણ તૈયાર થઈ જશે. સૂકા કોપરાનું છીણ બજારમાં તૈયાર પણ મળે છે. જો ઘરમાં સુકુ ટોપરુ હોય તો તમે તેને ઘરે પણ છીણી શકો છો.
-કોપરાપાક બનાવવા નોનસ્ટિક કડાઈનો જ ઉપયોગ કરવો. કડાઈમાં ઘી કાઢી મધ્યમ આંચ પર પીગળવા દો.
-તમે જો કોપરા પાકમાં ડ્રાયફ્રૂટ્સ નાંખવા માંગતા હોવ તો તેને પહેલા ઘીમાં શેકી લો. ત્યાર પછી જ તેમાં કોપરાનું છીણ નાંખો. છીણ નાંખ્યા પછી તેમાં ખાંડ ઉમેરી દો.
-ખાંડ ઉમેર્યા પછી મિશ્રણને સતત હલાવતા રહો.
- 10 મિનિટ બાદ ફ્લેવર માટે તેમાં એલચીનો ભૂકો ઉમેરી દો. ધીરેધીરે ગરમ થયેલા મિશ્રણમાં તમને પરપોટા થતા દેખાશે અને પછી મિશ્રણ ઘટ્ટ થવા માંડશે.
-પરપોટા વળતા બંધ થાય ત્યારે ગેસ બંધ કરી દો અને બદામનું કતરણ ઉમેરો.
-આ મિશ્રણ ખૂબ જ જલ્દી ઘટ્ટ થઈ જાય છે એટલે તેને ફટાફટ ઘીથી ચીકણી કરેલી થાળીમાં પાથરી દો જેથી ચોસલા પાડતી વખતે કોપરા પાક નીચે ન ચોંટે.
-પાક ગરમાગરમ હોય ત્યારે જ ચોસલા પાડી લો. ઉપર તમે ગાર્નિશિંગ માટે બદામ અને પિસ્તાની કતરણ, કેસર વગેરે નાંખી શકો છો.
-ચોસલા ઠંડા પડે એટલે ધીરજ પૂર્વક એક પછી એક ચોસલા કાઢીને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
Published by: Margi Pandya
First published: July 24, 2020, 4:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading