Valentine's Day 2023: વેલેન્ટાઇન પહેલાં કેળામાં આ વસ્તુઓ મિક્સ કરીને ફેસ ડિપ ક્લિન કરો, મસ્ત ગ્લો આવશે   

News18 Gujarati
Updated: February 4, 2023, 7:02 PM IST
Valentine's Day 2023: વેલેન્ટાઇન પહેલાં કેળામાં આ વસ્તુઓ મિક્સ કરીને ફેસ ડિપ ક્લિન કરો, મસ્ત ગ્લો આવશે   
કેળા અનેક ગુણોથી ભરપૂર હોય છે.

Valentine's Day 2023: વેલેન્ટાઇન ડેના દિવસો હવે થોડા દિવસમાં શરૂ થશે. આ દિવસને ખાસ અને યાદગાર બનાવવા માટે લોકો જાતજાતની ટ્રિટમેન્ટ લઇ રહ્યા છે. આ પહેલાં ફેસને ડિપ ક્લિન કરવો ખૂબ જરૂરી છે. ડિપ ક્લિનથી ચહેરા પર સ્માર્ટનેસ આવે છે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: થોડા દિવસો પછી વેલેન્ટાઇન વીકની શરૂઆત થશે. વેલેન્ટાઇન વીક પહેલાં અનેક છોકરીઓ જાતજાતની બ્યૂટી ટ્રિટમેન્ટ લેતી હોય છે. પરંતુ તમને એક ખાસ વાત એ જણાવી દઇએ કે આ દિવસોમાં ચહેરાને ડિપ ક્લિન કરવી ખૂબ જરૂરી છે. તમે ડિપ ક્લિન કરો છો તો પછી ફેસ મસ્ત ગ્લો કરે છે અને સાથે-સાથે સ્કિન પણ સુંવાળી થાય છે. બજારમાં અનેક કેમિકલ પ્રોડક્ટસ મળે છે, પરંતુ તમને જણાવી દઇએ કે આ ટાઇપની પ્રોડક્ટ્સથી સ્કિનને લાંબા ગાળે અનેક ઘણું નુકસાન થાય છે. આમ આજે અમે તમને ઘરે બેઠા સ્કિનને ડિપ ક્લિન કરવાની રીત જણાવીશું. તો જાણો આ વિશે અને વેલેન્ટાઇન પહેલાં કરો આ કામ.

આ પણ વાંચો:વેલેન્ટાઇનના દિવસે ગર્લ ફ્રેન્ડને આપો આ ગિફટ્સ

કેળા બેસ્ટ છેકેળાનો ઉપયોગ તમે સ્કિનને ડિપ ક્લિન માટે કરી શકો છો. કેળામાં અનેક પ્રકારના વિટામીન્સ હોય છે જે સ્કિનને હેલ્ધી અને ગ્લો કરવાનું કામ કરે છે. ચહેરાની ત્વચાને ઇલાસ્ટિસિટી કરવા માટે કેળા મદદગાર સાબિત થાય છે. આ સાથે જ કેળામાં વિટામીન સી હોય છે જે કરચલીઓને દૂર કરીને ડિપ ક્લિન કરવાનું કામ કરે છે.

આ રીતે ડિપ ક્લિન કરો


ચહેરાની ત્વચાને સાફ કરવા માટે કેળા સૌથી બેસ્ટ છે. આ માટે તમે ઘરે કેળામાંથી સ્ક્રબ બનાવો અને એનો ઉપયોગ કરો. આ માટે કેળુ લો અને એમાં જરૂર મુજબ ખાંડ અને મધ નાંખો. કેળુ તમારે મેશ કરીને લેવાનું છે. તમે આમાં ઓટ્સ મિક્સ કરીને પણ સ્ક્રબ બનાવી શકો છો. હવે આ સ્ક્રબ ચહેરા પર લગાવો.આ પણ વાંચો:જાણી લો રોઝ ડે પર કેમ લાલ ગુલાબ આપવામાં આવે છે

આ ફેસ સ્ક્રબનો ઉપયોગ તમે વેલેન્ટાઇન વીક પહેલાં આ રીતે કરો છો તો સ્કિન ડિપ ક્લિન થઇને મસ્ત થઇ જાય છે. કેળામાં રહેલા અનેક ગુણો તમારી સ્કિનને સ્મૂધ કરવાનું કામ કરે છે.

જાણો ફાયદાઓ


તમારા ફેસને ડિપ ક્લિન કરીને સ્કિનને સુંવાળી અને કોમળ બનાવવાનું કામ કરે છે. આ સ્ક્રબ તમે રૂટિનમાં પણ લગાવી શકો છો. આ સ્ક્રબ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ સ્ક્રબ માત્ર 5 જ મિનિટમાં ઘરે બની જાય છે.
Published by: Niyati Modi
First published: February 4, 2023, 7:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading