અમદાવાદ : માતાપિતા ચેતજો! સુખી સંપન્ન ઘરના લાડકાના ખર્ચા વધી ગયા, પછી એવું કર્યુ કે પહોંચી ગયો પોલીસ મથકમાં


Updated: February 26, 2021, 5:40 PM IST
અમદાવાદ : માતાપિતા ચેતજો! સુખી સંપન્ન ઘરના લાડકાના ખર્ચા વધી ગયા, પછી એવું કર્યુ કે પહોંચી ગયો પોલીસ મથકમાં
કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સાથે 4ની ધરપકડ

સુખી સંપન્ન ઘરના દીકરાએ એવું કામ કર્યુ કે આવી ગયો ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં, ઘટના જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

  • Share this:
અમદાવાદ : અમદાવાદ પોલીસે (Ahmedabad) એક સીગર (Teenager) સાથે ચાર લોકોની ટોળકીને લૂંટના (Loot) આરોપમાં ઝડપી પાડી છે. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે આ લૂંટારૂઓએ લૂંટ માટેની ટીપ સગીર પાસેથી મેળવી હતી અને ત્યારબાદ સિનિયર સિટીઝનની આંખમાં ભરચાંની ભૂકી નાખી સોનાના દાગીના સહિતનની લૂંટ ચલાવી હતી. જોકે, લૂંટારૂઓને ટીપ આપનાર સગીર નીકળતા પોલીસ (Ahmedabad Police) પણ ચોંકી ગઈ હતી.

બનાવની વિગતો એવી છે કે બહેરામપુરામાં NRI સિનિયર સીટીઝને ઘરમાં બંધક બનાવી લૂંટ ચલાવી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.લૂંટારુંઓ મોડી રાત્રે ઘરમાં ઘુસી સિનિયર સીટીઝન આંખમાં મરચાંની ભૂકી નાખીને 3 લૂંટારું ટીવી,મોબાઈલ, દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા, આ મામલે પોલીસે 1 સગીર સહિત 4 લોકો ને પકડી પાડેલ છે.

આ પણ વાંચો : સુરત : યુવકે તાપીમાં કૂદી કર્યો આપઘાત, મોતની છલાંગનો Video રાહદારીના મોબાઇલમાં કેદ

મહત્વનું છે કે આ લૂંટ માટે ટીપ આપનાર સગીર હોવાનું સામે આવ્યું છે
શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલ આંનદજી કલ્યાણજી જૈન સોસાયટીમાં NRI નરેન રતિલાલ શાહ  7 વર્ષ થી રહે છે. ગત 25 ફેબ્રુઆરીના રોજ 3 જેટલા લૂંટારુઓ NRI નરેન શાહના ઘરે પહોંચ્યા અને 'જેક અકલ દરવાજો ખોલો તેમ કહીને નોક કર્યું હતું'. જોકે પોતાના નામથી બુમ પાડતા દરવાજો ખોલતાની સાથે 3 જેટલા લૂંટારુઓ સિનિયર સીટીઝન આંખમાં ભૂકી નાખી અને બંધક બનાવી ઘરમાં રહેલ ટીવી, મોબાઈલ ,ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ મામલે ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે આ મામલે લૂંટ માટે ટીપ આપનાર સગીરની અટકાયત કરી છે.પોલીસની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું કે આ સમગ્ર ઘટનામાં કોઈ સ્થાનિક આરોપી હોવાનું સામે આવ્યું હતું અને તપાસમાં પણ એજ સામે આવ્યું અને 14 વર્ષના સગીર આરોપી ફરિયાદીની પાસે રહે છે અને તેને પોતાના અન્ય સાગરીતોને કહી આ લૂંટ ની ઘટનાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો : IND VS ENG અમદાવાદ : સ્ટેડિયમની બહાર રડી રહ્યો હતો બાળક, કારણ જાણીને પોલીસ પણ થઈ ગઈ ભાવુક

તપાસ માં એ પણ સામે આવ્યું છે કે ખોટા ખર્ચા માટે રૂપિયાની જરૂર પડતા આ ઘટનાને અંજામ આપ્યો છે.આ મામલે હાલ તો 4 લોકો ગિરફતમાં આવ્યા છે પરંતુ આ ગુનામાં અન્ય 2 લોકો ફરાર છે અને જેમની તપાસ કરવા માં આવી રહી છે. ત્યારે આ ઘટના અનેક માતાપિતા માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે.આ મામલે ક્રાઈમ બ્રાન્ચના acp નું કેહવું છે કે આરોપી આરોપી હાર્દિક આગાઉ પણ લૂંટના ગુના માં પકડાઈ ચુક્યો છે.
Published by: Jay Mishra
First published: February 26, 2021, 5:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading