અમદાવાદ: 2000ના છુટ્ટા આપવાનું 'ધરમ' પૂજારીને લાખોમાં પડ્યું, ગઠિયો ગજબ રીતે લઈ ગયો લાખ્ખોના દાગીના


Updated: October 29, 2020, 11:22 PM IST
અમદાવાદ: 2000ના છુટ્ટા આપવાનું 'ધરમ' પૂજારીને લાખોમાં પડ્યું, ગઠિયો ગજબ રીતે લઈ ગયો લાખ્ખોના દાગીના
પ્રતિકાત્મક તસવીર

સરદારનગર ખાતે આવેલ હિંગળાજ માતાના મંદિરમાં રહીને પૂજારી તરીકે સેવા આપે છે. આજે વહેલી સવારે સાતેક વાગ્યાના આસપાસ એક યુવાન તેમના મંદિર પર આવેલો

  • Share this:
અમદાવાદ : ગુજરાતીમાં એક કહેવત છે કે, ધરમ કરતા ધાડ પડી, ક્યારેક કોઈની સેવા કરવામાં પોતે નુકસાન વહોરવાનો વખત આવે છે. આવો જ એક બનાવ શહેરના સરદારનગર વિસ્તારમાં જોવા મળ્યો છે. રૂપિયા બે હજારના છુટ્ટા લેવા માટે આવેલ ગઠિયો દાગીના અને દસ હજાર લઈ ફરાર થઈ ગયો છે.

સરદારનગર ખાતે આવેલ હિંગળાજ માતાના મંદિરમાં રહીને પૂજારી તરીકે સેવા આપે છે. આજે વહેલી સવારે સાતેક વાગ્યાના આસપાસ એક યુવાન તેમના મંદિર પર આવેલો હતો અને રૂપિયા બે હજારના છુટ્ટા માંગ્યા હતા. પૂજારી છુટ્ટા લેવા માટે મંદિરમાં ગયા હતા, ત્યારે આ ગઠિયો પણ તેમની પાછળ-પાછળ મંદિરમાં ગયો હતો. ફરિયાદીએ તેને છુટા રૂપિયા આપવા જતા ગઠીયો પૂજારીને પાણી ચઢાવતા બોલ્યો કે, તમે માતાના ભક્ત છો, આ રૂપિયા તમે પહેરેલી સોનાની ચેનને અડાડીને મને આપો એવી મારી આસ્થા છે.

ત્યારબાદ પુજારીએ ચેને પૈસા અડાડી આપ્યા તો ગઠીયાએ કહ્યું આ રીતે નહીં, એક કામ કરો ચેન ઉતારી મને આપો હું જાતે જ સારી રીતે તેમાં પૈસા લપેટી અડાડું. પુજારીએ ચેન ઉતારીને આપ્યા બાદ ગઠીયાએ કહ્યું આ ચેન તમારી મંદિરની આ સુટકેસમાં હું મુકી દઉ, જેથી પુજારીએ કહ્યું ભલે મુકીદો. બસ ગઠીયાને જે જોઈતું હતું તે મળી ગયું અને સુટકેસ બાજુ ગયો તેણે ચેન તો ના મુકી પરંતુ સુટકેસમાં રહેલ સોનાનું પેડલ અનેતેમાં પડેલા રૂપિયા 10 હજાર રોકડા લઈ પુજારી કઈ સમજે તે પહેલા તો, પલાયન થઈ ગયો હતો.

વૈભવી દારૂની મહેફીલ, નીરવના ઘરે આલીશાન દારૂ બાર જોઈ પોલીસ પણ ચોંકી, સંતોષ ભરવાડ પણ ઝડપાયો

આ પણ વાંચો -  વૈભવી દારૂની મહેફીલ, નીરવના ઘરે આલીશાન દારૂ બાર જોઈ પોલીસ પણ ચોંકી, સંતોષ ભરવાડ પણ ઝડપાયો

પુજારીને સમજાયું ત્યારે તેમણે સુટકેસ જોતા બધુ ગાયબ થઈ ગયું હતું, તુરંત તેમને છેતરાયા હોવાનો અહેસાસ થયો અને બનાવ ની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ગઠીયાને ઝડપી પાડવા મંદિરની આજુબાજુના સીસીટીવી ફૂટેજ શોધવાનું શરૂ કરી ચક્રોગતિમાન કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બુધવારે આવો વધુ એક બનાવ શાહીબાગ વિસ્તાર (Shahibaug Area)માં જોવા મળ્યો છે. ખોદકામ દરમિયાન મળેલા સોનાના સિક્કા (Gold Coins) સસ્તામાં આપવાની લાલચ આપી ગઠિયા બનાવટી સિક્કા પધરાવી ગયા હતા અને લાખો રૂપિયા પડાવી ગયા.
Published by: kiran mehta
First published: October 29, 2020, 11:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading