સ્કૂલના વિદ્યાર્થીએ ગીત ગાઈને રજૂ કરી વેદના, 'મને શાળાએ જવાના સપના આવે છે'

News18 Gujarati
Updated: September 5, 2020, 1:34 PM IST
સ્કૂલના વિદ્યાર્થીએ ગીત ગાઈને રજૂ કરી વેદના, 'મને શાળાએ જવાના સપના આવે છે'
મોક્ષાંગ.

અમદાવાદના ધોરણ-7ના વિદ્યાર્થી મોક્ષાંગ પટેલે એક ગીતના માધ્યમથી લાખો વિદ્યાર્થીઓની વેદના રજૂ કરી છે.

  • Share this:
અમદાવાદ: કોરોના (Corona Pandemic)ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ ઘણા લાંબા સમયથી સ્કૂલ અને કૉલેજ બંધ છે. સરકાર તાત્કાલિક સ્કૂલો શરૂ કરવાનો આદેશ આપે તેવું પણ નથી લાગી રહ્યું. બીજી તરફ નાના બાળકોને હવે ઓનલાઇન અભ્યાસ (Onlind Education)માં કંટાળો આવી રહ્યો છે. તેઓ હવે સ્કૂલે જવા માંગે છે અને પોતાના મિત્રોને મળની અભ્યાસની સાથે સાથે મસ્તી કરવા માંગે છે. બાળકો હવે મોબાઇલ સામે બેસીને નહીં પરંતુ ક્લાસરૂમ (Classroom)માં બેસીને ભણવા માંગે છે. અમદાવાદના ધોરણ-7માં અભ્યાસ કરતા મોક્ષાંગ પટેલે (Mokshang Patel) એક ગીતના માધ્યમથી સ્કૂલે જવાની પોતાની વેદના વ્યક્ત કરી છે. મોક્ષાંગનો વીડિયો ખૂબ વાયરલ થયો છે.

મોક્ષાંગ પટેલે શાળાએ જવા માટે એક ગીત ગાયું છે. મોક્ષાંગ નવા નિકોલ-નરોડા રોડ ખાતે આવેલી એક્સપેરિમેન્ટલ પ્રાયમરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. મોક્ષાંગે લૉકડાઉનથી કંટાળીને જે ગીત ગાયું છે તેને સાંભળીને એવું લાગે કે ફક્ત મોક્ષાંગ જ નહીં પરંતુ અનેક વિદ્યાર્થીઓની પીડા તે રજૂ કરી રહ્યો છે. મોક્ષાંગના માતા-પિતા શિક્ષક છે. મોક્ષાંગના માતા તેની જ સ્કૂલમાં શિક્ષિકા છે.



મોક્ષાંગના પિતાએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં અભ્યાસ કરવો અને ઓનલાઇન અભ્યાસ કરવો બંનેમાં ઘણો તફાવત છે. આ મામલે મોક્ષાંગના શિક્ષિકા માતાએ જણાવ્યું હતું કે, "હું શિક્ષિકા છું. મોક્ષાંગ મારી જોડે સ્કૂલમાં જેવી રીતે ભણે છે તેવી રીતે ઘરે નથી ભણતો. સ્કૂલમાં હંમેશા તે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવા માટે તત્પર રહે છે. ઓનલાઇન અભ્યાસમાં બાળક મોબાઇલ પર ગેમ રમી રહ્યું છે કે ભણી રહ્યું છે તે ખબર નથી પડતી. આ ઉપરાંત દરેક પાસે આવી સગવડતા પણ નથી હોતી. ઓનલાઇન અભ્યાસમાં એક નહીં પરંતુ અનેક સમસ્યા રહેલી છે."



મોક્ષાંગે ભલે ગીત દ્વારા પોતાની વેદન રજૂ કરી દીધી પરંતુ હાલત એવી છે કે હાલ સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. હાલ સરકાર ઓનલાઇન અભ્યાસને પ્રોત્સાહન આપે છે પરંતુ બાળકો માટે હવે આ સજારૂપ બની રહ્યું છે. બીજી બાજું જે ઉદેશ્ય સાથે ઓનલાઇન અભ્યાસ શરૂ કરાયો હતો તેનો અર્થ પણ નથી સરી રહ્યો. જોકે, કોરોનાને પગલે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેનાથી બાળકો અને સ્કૂલો બંને મજબૂર છે.
મોક્ષાંગે ગાયેલું ગીત

મને શાળાએ જવાના સપના આવે છે (2)
મને ઓનલાઇન ભણવાનું ગમતું નથી રે
મને શાળાએ જવાના સપાના આવે છે
મને ટીચરની સોટી મીઠી લાગે છે (2)
મને મમ્મી પાસે ભણવાનું ગમતું નથી રે...
મને શાળાએ જવાના સપના આવે છે
અમે માસ્ક પહેરીને શાળાએ જઈશું (2)
અમે હાથ જોડી સૌને વંદન કરીશું રે...
મને શાળાએ જવાના સપના આવે છે
અમે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશું (2)
અમે સેનિટાઇઝ્ડ વર્ગખંડમાં ભણવા બેસીશું રે...
મને શાળાએ જવાના સપના આવે છે
મારી જીવન દોરી તો પ્રભુ પાસે છે (2)
કોરોના ભાગી જશે ભારત દેશથી રે...
મને શાળાએ જવાના સપના આવે છે
Published by: Vinod Zankhaliya
First published: September 5, 2020, 1:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading