અમદાવાદ : રિસાયેલી પત્નીને લેવા ગયેલા પતિ અને પરિવાર પર સાસરિયાએ કર્યો હુમલો


Updated: August 6, 2020, 11:25 AM IST
અમદાવાદ : રિસાયેલી પત્નીને લેવા ગયેલા પતિ અને પરિવાર પર સાસરિયાએ કર્યો હુમલો
પ્રતિકાત્મક તસવીર

પતિના સસરા પક્ષના લોકોએ પતિ અને  માતા પર હુમલો કરી દીધો અને જેમાં ફરિયાદ દાખલ થઈ છે.

  • Share this:
અમદાવાદ : શહેરમાં રોજ પારિવારિક માથાકૂટના અનેક કિસ્સાઓ સામે  આવતા હોય છે. જેમાં રોજબરોજ નવી નવી બાબતો સામે આવતી હોય છે. અમદાવાદમાં ફરી એક પારિવારિક ઝઘડો સામે આવ્યો છે. આ કિસ્સામાં તો પતિ પોતાની રિસાયેલી પત્નીને લેવા ગયો તે વાતની અદાવત રાખી પતિના સસરા પક્ષના લોકોએ પતિ અને  ફરિયાદી પર હુમલો કરી દીધો અને જેમાં ફરિયાદ દાખલ થઈ છે.

ઘટના કંઈ એમ બની છે કે, સાબરમતી વિસ્તારમાં રેહતી એક મહિલાએ સિવિલ હોસ્પિટલમાંથી ફરિયાદ આપી છે કે, તેની પુત્રવધુ અંજુ તેની માતા કાંતા અને ભાઈ દિનેશે તેમને માર માર્યો છે. મળતી માહિતી પ્રમાણે ફરિયાદીના પુત્રના લગન અંજુ સાથે થયા હતા અને અંજુ 2 મહિનાથી રિસાઈને જતી રહી હતી. ગત બુધવારે અંજુને મનાવવા ફરિયાદીનો પુત્ર ગયો હતો. પરંતુ તે  કોઇપણ સમજાવટ છતા પરત આવી ન હતી.

આ પણ વાંચો - અમદાવાદની ખાનગી કોવિડ હૉસ્પિટલમાં મોડી રાતે લાગી ભીષણ આગ, 8 દર્દીઓનાં મોત

ત્યારબાદ ત્રણેય આરોપીઓ ફરિયાદીના ઘરે આવ્યા અને કહયુ કે, કેમ અમારી પુત્રીનો પીછો કરે છે. તે વાત કહી ફરિયાદીના પુત્રના સાળાએ ફરિયાદીના પુત્રને લાફો મારી દીધો અને ફરિયાદીને પણ માર માર્યો. પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી છે.

આ પણ જુઓ - 
પોલીસે 324, 323, 294(બી) અને 114 મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસનું કેહવું છે કે, આ મામલે ફરિયાદ દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, એવો મામલા રોજબરોજ  સામે આવી રહયા છે.

આ પણ વાંચો -  અમદાવાદની હૉસ્પિટલમાં આગ : CM રૂપાણીએ ત્રણ દિવસમાં અહેવાલ આપવાનાં કર્યા આદેશ, મૃતકોના પરિવારને ચાર લાખની સહાય
Published by: Kaushal Pancholi
First published: August 6, 2020, 11:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading