અમદાવાદના મહાલક્ષ્મી મંદિરમાં પૂજારી સહિત 10 લોકો કોરોના પોઝિટિવ, ફરી એકવાર મંદિર કન્ટેઇનમેન્ટ ઝોનમાં

News18 Gujarati
Updated: September 9, 2020, 8:22 AM IST
અમદાવાદના મહાલક્ષ્મી મંદિરમાં પૂજારી સહિત 10 લોકો કોરોના પોઝિટિવ, ફરી એકવાર મંદિર કન્ટેઇનમેન્ટ ઝોનમાં
પૂજારી સહિત 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona positive) આવ્યો છે.

પૂજારી સહિત 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona positive) આવ્યો છે.

  • Share this:
અમદાવાદમાં (Ahmedabad) કોરોના સંક્રમણને (Coronavirus) ઘટાડવા માટે અનેક પ્રયાસો થઇ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં મંગળવારે કોરોનાના વધુ 148 કેસ નોંધાયા હતા. ત્યારે શહેરનાં એલિસબ્રિજ પર આવેલા સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિરનાં (Mahalaxmi Tmple) પૂજારી સહિત 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona positive) આવ્યો છે. જેથી ફરી એકવાર મંદિરને કન્ટેઇનમેન્ટ કરી દેવાયું છે. તો બીજી બાજુ ગુજરાત હાઇકોર્ટ 14 સપ્ટેમ્બરથી ફિઝિકલી ખૂલી રહી છે. હાઇકોર્ટના સરકારી વકીલની ઓફિસમાં બે કર્મચારીઓ અને બે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર કોરોના પોઝિટિવ આવ્યા છે. રજિસ્ટ્રી અને સરકારી વકીલની કચેરીમાં કોરોના કેસ વધતા સરકારી વકીલની ઓફિસના કર્મચારીઓના ટેસ્ટ કરાઇ રહ્યા છે. અગાઉ પણ હાઇકોર્ટ સ્ટાફમાં 8 કર્મચારી પોઝિટિવ આવતા કોર્ટને માઇક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાઈ હતી.

મહાલક્ષ્મી મંદિરમાં 10 પૈકી 80 વર્ષનાં મુખ્ય પૂજારી સહિત પરિવારના 3 સભ્યોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્યને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે, શહેરમાં મંગળવારે કોરોનાના વધુ 148 કેસ નોંધાયા હતા. જ્યારે 3 દર્દીઓના મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ 1732 લોકોના મૃત્યુ થયા છે. નવા 20 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં કોરોનાના વધુ 22 કેસ નોંધાયા હતા. સાણંદમાં સૌથી વધુ 8, બાવળામાં 4, ધોળકા, ધંધૂકા, વિરમગામમાં 3-3 કેસ નોંધાયા હતા. દસ્ક્રોઇ 302, ધોળકા 446, ધંધુકા 158, સાણંદ 456, અને વિરમગામમાં 228 પોઝિટિવ કેસ છે.

આ પણ વાંચો - ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વચ્ચે આવ્યાં મહત્તવનાં મહત્ત્વનાં સમાચાર, ગુજરાતમાં વરસાદની શક્યતા નહીંવત

અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, સ્ટાન્ડર્ડ એસઓપી પ્રમાણે ટેસ્ટ, ટ્રેસિંગ, કન્ટેઈનમેન્ટ અને ટ્રીટ કરીને કેસને અંકુશમાં લેવા પગલાં લઈ રહ્યા છે. જે સોસાયટી, ફ્લેટ કે ચાલીમાં માત્ર 2 કે 3 કેસ આવે તો તાત્કાલિક તેને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકી દેવાનો નિર્ણય કરાયો છે.

આ પણ જુઓ - 
જે સોસાયટી, ફ્લેટમાં એકાદ પોઝિટિવ કેસ આવે અને ત્યાં રહેતા અન્ય રહીશો જો ટેસ્ટ ન કરાવે તો તે સોસાયટી કે ફ્લેટને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકી દેવાય છે. જુલાઈમાં 15થી 17 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાતા હતા જે હવે 34થી 35 સુધી એટલે કે ડબલ કરી દેવાયા છે.

આ પણ વાંચો - મોટો આંચકો! એક વ્યક્તિ બીમાર પડતાં ઓક્સફોર્ડ વેક્સીન ટ્રાયલ રોકવામાં આવ્યું
Published by: Kaushal Pancholi
First published: September 9, 2020, 8:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading