આજથી હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવ્યું તો ખિસ્સા થશે ખાલી, ભરવો પડશે મસમોટો દંડ

News18 Gujarati
Updated: September 9, 2020, 9:08 AM IST
આજથી હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવ્યું તો ખિસ્સા થશે ખાલી, ભરવો પડશે મસમોટો દંડ
પ્રતિકાત્મક તસવીર

9મી સપ્ટેમ્બરથી તારીખ 20 સુધી હેલ્મેટ અંગે ડ્રાઈવ રાખવા ઉચ્ચકક્ષાએથી આદેશ કરાયો છે.

  • Share this:
અમદાવાદ : કોરોનાના કહેર વચ્ચે શહેરમાં (Ahmedabad) અકસ્માતો વધી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં 9 સપ્ટેમ્બરખી 30 સપ્ટેમ્બર સુધી સ્પેશિઅલ ડ્રાઇવનાં (Special Drive) આદેશ છે. રોડ સેફટી (Road safety) અંગેની સમીક્ષા બેઠકમાં રાજ્યમાં અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહીં પહેરનાર લોકોનો મૃત્યુદર તેમજ ગંભીર ઇજા પામવાના કેસમાં વધારો થતા આજથી એટલે 9મી સપ્ટેમ્બરથી તારીખ 20 સુધી હેલ્મેટ અંગે ડ્રાઈવ રાખવા ઉચ્ચકક્ષાએથી આદેશ કરાયો છે. આ સાથે હેલ્મેટ ડ્રાઈવની દરરોજની કામગીરીનો અહેવાલ મોકલી દેવા સૂચના આપવામાં આવી છે. જેથી જો આજથી હેલ્મેટ પહેર્યા વગર જશો તો તમારી પાસેથી મસમોટો દંડ વસૂલવામાં આવશે.

ડિજીટલ દસ્તાવેજો બતાવી શકાશે

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, આ દંડની રકમ વસૂલવા માટે જ્યારે પોલીસ કે RTO જરૂરી દસ્તાવેજો માંગે ત્યારે પુરા પાડવાના રહેશે. આ દસ્તાવેજો કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપના કોઈ પણ માધ્યમથી રજૂ કરી શકાશે. જેમની પાસે આ દસ્તાવેજો ડિજિટલી સાથે હશે તેને પોલીસ કે આર.ટી.ઓ દંડ નહીં કરી શકે.

માસ્ક નહીં તો 1000 અને હેલ્મેટ નહીં તો 500નો દંડ

ગુજરાતમાં માસ્ક નહીં પહેર્યું હોય તો 1 હજાર રૂપિયા દંડ અને હેલમેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયા દંડ થશે. આજથી 20 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક પોલીસને મેગા ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે અન્ય દંડની વાત કરીએ તો લાયસન્સ, વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો - અમદાવાદના મહાલક્ષ્મી મંદિરમાં પૂજારી સહિત 10 લોકો કોરોના પોઝિટિવ, ફરી એકવાર મંદિર કન્ટેઇનમેન્ટ ઝોનમાંઆ પણ જુઓ - 

16 સપ્ટેમ્બરથી નવા સુધારા મુજબ નવા નિયમો લાગૂ થશે

મળતી માહિતી પ્રમાણે, 16 સપ્ટેમ્બરથી નવા સુધારા મુજબ ચાલકને નિયમો લાગૂ પડશે. જેમાં ડિજીટલ ડોક્યુમેન્ટ બતાવવા છૂટ, હાર્ડ કોપી સાથે નહી હોય તો પણ ચાલશે. લાયસન્સ વગર વાહન ચલાવવા પર માલિક અને ચાલક બન્નેને 3000 સુધીનો દંડ. જાહેર જગ્યાએ રેસ કરવા પર પહેલીવાર રૂ.5000 અને બીજીવાર રૂ.10,000 દંડ થશે. હેલ્મેટ ન પહેરનારને 500નો દંડ, Rc બુક અને વીમો ન હોય તો 500નો દંડ, બીજી વખત પકડાયા તો 1000 દંડ થશે. સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો 500 દંડ થશે.

આ પણ વાંચો - ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વચ્ચે આવ્યાં મહત્તવનાં મહત્ત્વનાં સમાચાર, ગુજરાતમાં વરસાદની શક્યતા નહીંવત
Published by: Kaushal Pancholi
First published: September 9, 2020, 9:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading