અમદાવાદ : ગરમી લાગતા યુવતી દરવાજો ખુલ્લો રાખીને ઉંઘી રહી હતી, નરાધમ ઘરમાં ઘૂસ્યો, પછી....


Updated: June 14, 2021, 10:19 PM IST
અમદાવાદ : ગરમી લાગતા યુવતી દરવાજો ખુલ્લો રાખીને ઉંઘી રહી હતી, નરાધમ ઘરમાં ઘૂસ્યો, પછી....
પ્રતિકાત્મક તસવીર: shutterstcok

યુવતી એ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા, જીગ્નેશ પટેલના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી

  • Share this:
અમદાવાદ : શહેરમાં છેડતી અને બળાત્કારના અનેક બનાવો સામે આવી રહ્યા છે. છતાં કેટલાક નરાધમો છે સુધરવાનું નામ લઈ રહ્યા નથી. હવસની ભૂખ સંતોષવા માટે હવસખોરો કોઈ પણ હદ વટાવી દે છે. તાજેતરમાં ચાંદખેડામાં નશામાં ધૂત યુવકે એર હોસ્ટેસ યુવતીની છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યાં શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં વોશરૂમ કરવાના બહાને ઘરમાં ઘુસી યુવતીની છેડતીનો બનાવ સામે આવ્યો છે.

ઘાટલોડીયા વિસ્તારમાં રહેતી એક યુવતી રવિવારે રાત્રીના સમયે ઘરે હાજર હતી. જોકે ગરમી હોવાના કારણે યુવતી મકાનનો દરવાજો ખુલ્લો રાખીને સુતી હતી. દરમિયાન મોડી રાતે યુવતીને કોઈ તેના ગાલના ભાગે અડતું હોવાનું જાણ થતા તે જાગી ગઈ હતી ત્યારે એક શખ્સ દોડીને યુવતીના ઘરમાંથી બહાર ભાગ્યો હતો.

આ પણ વાંચો - અર્જુન મોઢવાડિયાએ કહ્યું- ગુજરાતમાં ત્રીજો વિકલ્પ સફળ થયો નથી, ભાજપ વિરોધી મતોનું વિભાજન કરવા ભાજપની બી ટીમ આપ આવી

બીજી બાજુ યુવતીએ બુમો પાડતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને આ શખ્સને ઝડપી પાડ્યો હતો. બાદમાં પૂછપરછ કરતા આ શખ્સે એવી રજુઆત કરી હતી કે તે યુવતીના મકાનમાં વોશરૂમ કરવા માટે આવ્યો હતો. બીજી બાજુ યુવતીએ પોતાની સાથે શારીરીક અડપલા કર્યા હોવાની રજુઆત કરી હતી. જેથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે યુવતીએ શારીરીક અડપલા કરનાર જીગ્નેશ પટેલના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
Published by: Ashish Goyal
First published: June 14, 2021, 10:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading