અમદાવાદ : નણંદોઈએ પરિણીતાની કરી છેડતી, તો પતિએ કહ્યું તારે એની સાથે સૂવું પડશે

News18 Gujarati
Updated: July 13, 2021, 11:59 PM IST
અમદાવાદ : નણંદોઈએ પરિણીતાની કરી છેડતી, તો પતિએ કહ્યું તારે એની સાથે સૂવું પડશે
પ્રતિકાત્મક તસવીર

ભદ્ર સમાજનો વિચિત્ર કિસ્સો, ભોપાલ પોલીસે ફરિયાદ ટ્રાન્સફર કરી મહિલા પોલીસને મોકલી આપી

  • Share this:
અમદાવાદ : શહેરમાં રહેતી એક યુવતીને વર્ષ 2018 આસપાસ એક યુવતીનો મેસેજ આવ્યો હતો. બાદમાં બને વચ્ચે મુલાકાત થઈ હતી
ત્યારે મેસેજ કરનાર યુવતીએ પોતાના ભાઈના લગ્ન માટે આ ફરિયાદી યુવતીને પ્રસ્તાવ મુક્યો હતો. જોકે થોડા સમય બાદ બધું જાણીને યુવતીએ લગ્ન માટે હા પાડી અને બાદમાં લગ્ન કરી સાસરે રહેવા ગઈ હતી. ત્યારે થોડા જ સમયમાં સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું અને પતિ દારૂ પીને પત્નીને માર મારી પૈસા માંગવા લાગ્યો હતો. આ સિવાય નણંદોઈએ પરિણીતાનો હાથ પકડી છેડતી કરી હતી. જેથી તેણે પતિને ફરિયાદ કરતા તેના નણંદોઈ સાથે જ સુવાનું કહેતા આખરે કંટાળીને મહીલાએ ભોપાલ પોલીસને ફરિયાદ આપી હતી.

બોપલમાં રહેતી 31 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2018માં થયા હતા. આ યુવતીના લગ્ન બોપલ ખાતે થયા હતા. જે તે સમયે આ યુવતી એક હોટલના જનરલ મેનેજરની સેક્રેટરી તરીકે કામ કરતી હતી અને તે દરમિયાન તેના ફોન ઉપર મેસેજ આવ્યો હતો જે એક છોકરીએ કર્યો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આ યુવતી સાથે મેસેજ કરનાર છોકરીએ મળવાનું કહી બાદમાં પોતાના ભાઇ માટે છોકરીની શોધમાં હોવાનું કહી તેણીએ તેના ભાઈના વિવાહનો યુવતી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો. બાદમાં યુવતીએ ઘણી વખત મળ્યા પછી આ મેસેજ કરનારના ભાઈ કે જે યુગાન્ડામાં નોકરી કરતો હતો તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો - અમદાવાદ : પ્રેમીએ પરિણીત પ્રેમિકા ભૂમિકા પંચાલની ઘરમાં ઘૂસી હત્યા કરી, પ્રેમીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

લગ્ન બાદ આ યુવતી તેના સાસરિયાઓ સાથે રહેવા લાગી હતી. જોકે લગ્નના થોડા સમય બાદ તેના પતિએ તેની પાસે પૈસાની માગણી કરી મકાનનું ભાડું તથા બીજા ખર્ચા માટે પૈસા માગ્યા હતા અને યુવતીએ પૈસા આપ્યા પણ હતા. બાદમાં યુવતીના પતિએ લડાઈ-ઝઘડો કરી મારપીટ શરૂ કરી દીધી હતી. દારૂ પીને આવવું, મારપીટ કરવી, ગાળો દેવી અને પૈસા માગવાનું રોજનું કામ આ યુવતીના પતિએ શરૂ કરી દીધું હતું. થોડા સમય બાદ જ્યારે યુવતી ને જાણ થઈ કે તે ગર્ભવતી છે ત્યારે તેના પતિને વાત કરી હતી. ત્યારે તેને મારવા લાગ્યો હતો અને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું.
યુવતીએ તેના પિતાને આ અંગે જાણ કરતા તેના પિતા ત્યાં ગયા હતા અને બાદમાં બંને પતિ-પત્નીને બેસાડી પરેશાનીનું કારણ પૂછી સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીની નણંદના બીજા પતિએ વર્ષ 2021માં યુવતી સાથે છેડતી કરી હતી અને ખરાબ નજરથી યુવતીનો હાથ પકડી લીધો હતો. જેથી યુવતીએ તેના પતિને આ બાબતની વાત કરી ત્યારે તેના પતિએ યુવતીને જણાવ્યું કે તારે મારા બનેવી સાથે સુવું પણ પડશે. આવી હાલત જોઈને યુવતીના પિતા તેને તેને સાસરીમાંથી લઈ ગયા હતા. ત્યારે યુવતીના પતિએ ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ અંગે યુવતીએ તેના પતિ, સાસુ, સસરા નણંદ અને નણદોઈ સામે ભોપાલમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો બોપલમાં બન્યો હોવાથી ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્સફર કરતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
Published by: Ashish Goyal
First published: July 13, 2021, 11:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading