અમદાવાદ : જેઠે વટાવી તમામ હદ, મહિલાને બાથ ભરી અડપલા કરતા કહ્યું, 'તારા વગર મન નથી લાગતું'

News18 Gujarati
Updated: August 1, 2021, 1:15 PM IST
અમદાવાદ : જેઠે વટાવી તમામ હદ, મહિલાને બાથ ભરી અડપલા કરતા કહ્યું, 'તારા વગર મન નથી લાગતું'
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Ahmedabad crime News : અમદાવાદના પૂર્વ વિસ્ચારનો આઘાતજનક કિસ્સો, યુવતી સાસરિયાઓ ને આ વાત કરે તો ભૂત વળગ્યું છે કહીને તાંત્રિક વિધિ કરાવતા

  • Share this:
અમદાવાદ : શહેરના (Ahmedabad) પૂર્વ (East) વિસ્તારમાં રહેતી એક યુવતીએ (Girl) સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેણે આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ તેનો પતિ (Husband) દારૂ પીને માર મારતો હતો. યુવતીનો જેઠ (Brother in Law) તેને બાથ ભરી ઝકડી રાખતો અને છેડતી કરી અડપલાં (Molestation) કરી તારા વગર મન નથી લાગતું કહી પજવતો હતો. સમગ્ર બાબતની જાણ આ યુવતી સાસરિયાઓને કરે તો તેને ભૂત વળગ્યું છે કહીને તાંત્રિક વિધિ કરાવતા હતા.

સૈજપુર બોઘા (Saijpur Bogha) ખાતે રહેતી 31 વર્ષીય યુવતીના વર્ષ 2014માં પંજાબ (Punjab) ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ આ યુવતી સાસરે રહેવા ગઇ હતી અને વર્ષ 2015માં તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. જેથી તેના પતિ અને સાસરિયાઓનું વર્તન બદલાઈ ગયું હતું.

આ પણ વાંચો : અમદાવાદ : મહિલાના ડિવોર્સ થતા પિતરાઈ ભાઈએ કહ્યું, 'આપણે ફિઝિકલ રિલેશન રાખીએ મારે જરૂર છે'

દીકરીને જન્મ આપ્યા બાદ આ યુવતીને તેનો પતિ સાસુ-સસરા જેઠ-જેઠાણી કહેતા કે અમારે સંતાનમાં દીકરો જોઈતો હતો અને તે દીકરીને જન્મ આપતા અમારા ઘરનો સત્યનાશ કરી નાખ્યો છે. આવા મહેણાં મારી આ યુવતીને સાસરિયાઓ અપમાનિત કરતા હતા અને તેનો પતિ રોજ દારૂ પીને તેને બિભત્સ ગાળો બોલતો અને વિરોધ કરે તો તેને માર પણ મારતો હતો.

આટલું જ નહીં જ્યારથી આ યુવતી લગ્ન કરી સાસરીમાં રહેવા ગઈ ત્યારથી તેનો જેઠ તેની ઉપર નજર બગાડતો હતો. યુવતી તેના જેઠને પિતા સમાન હોવાનું કહેતી ત્યારે તેનો જેઠ કહેતો કે તારા વગર મને મન લાગતું નથી તેમ કહી મરજી વિરુદ્ધ આ યુવતીને શારીરિક અડપલા કરી પકડી રાખતો હતો.

આ પણ વાંચો : ગીર સોમનાથ : ADMની ગાડીની ટક્કર વાગતા એક વ્યક્તિનું મોત, સરકારી ગાડીએ બાઇક ચાલકનો જીવ લીધો!બાદમાં આ યુવતીને તેનો જેઠ ધમકી આપતો હતો કે ઘરમાં કોઈને જાણ કરીશ તો તારા પતિ સાથે છૂટાછેડા કરાવી દઈશ. છતાં આ યુવતીએ તેના પતિ સાસુ-સસરા અને જેઠાણી અને આ બાબતે વાત કરતા તેનો જ વાંક ગુનો કાઢી તેને કાળમુખી બની ને ઘરમાં આવી છે તેમ કહી અપમાન કર્યું હતું.

યુવતીના સાસરિયાઓ નાની નાની વાતમાં ઝગડો કરી તેને ત્રાસ આપી ભૂત વળગ્યું છે તેવું કહી તાંત્રિક વિધિ કરાવતા હતા અને માતા-પિતાને જણાવશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી તેને રાખતા હતા. આ યુવતીના પતિ અને સાસરિયાઓ નો ચપ્પલ બનાવવા નો વેપાર વ્યવસ્થિત ચાલતો ન હોવાથી યુવતીના પિતાએ ભાડેથી જગ્યા અપાવી વેપાર શરૂ કરાવી આપ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : બૂટલેગર રાજુ ગેંડીના પુત્રના આતંકનો CCTV Video, વેપારીને માર્યો ઢોર માર

બાદમાં પણ તેનો જેઠ શારીરિક અડપલા કરી તેનો જ વાંક કાઢી સાસરિયાઓ ભૂત વળગ્યું હોવાનું કહી તેને તાંત્રિક વિધિ કરાવતા હતા. આખરે મહિલાએ સાસરિયાઓ થી કંટાળીને આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી, ત્રાસ આપવો, માર મારવો સહિતની કલમો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: August 1, 2021, 1:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading