અમદાવાદ : એક સગીરે હિસ્ટ્રીશીટરની હત્યા કરી નાખી, 'માતાને ગાળો બોલી ધમકી આપી હતી'


Updated: June 25, 2021, 9:57 PM IST
અમદાવાદ : એક સગીરે હિસ્ટ્રીશીટરની હત્યા કરી નાખી, 'માતાને ગાળો બોલી ધમકી આપી હતી'
સગીરે હિસ્ટ્રીશીટરની હત્યા કરી નાખી

સગીરે પોલીસથી બચવા હથિયાર પણ રસ્તામાં ફેંકી દઈ ઘરે જઈને કપડાં બદલી કપડાને સળગાવી દીધા હતા અને...

  • Share this:
અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચે ઓઢવમાં થયેલી હત્યા કેસમાં એક આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિસ્ટ્રીશીટર વનરાજ ચાવડાની ઓઢવમાં હત્યા કરવામાં આવેલી. જોકે હત્યા કરનાર શખ્સ મેમ્કો બ્રિજ તરફથી મેમ્કો ચાર રસ્તા પાસે હીરાવાડી ખાતે જવાનો હોવાની ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતા જ તેની પૂછપરછ હાથ ધરી હતી. બાદમાં આરોપી કાયદાના સંઘર્ષમાં હોવાથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીએ વનરાજ ચાવડા સાથેની તકરાર અને અંગત અદાવતમાં માતા સાથે પણ ઘરે તકરાર કરી હતી. અને પોતાના મિત્રો સાથે મળી વનરાજ ચાવડાને મારવા પહોંચ્યો હતો. આ ગુનાને અંજામ આપવા તેની સાથેના મિત્રો પણ સામેલ હતા અને તીક્ષ્ણ હથિયાર વડે વનરાજને મારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. એટલું જ નહીં મુખ્ય આરોપીએ પોલીસથી બચવા હથિયાર પણ રસ્તામાં ફેંકી દઈ ઘરે જઈને કપડાં બદલી કપડાને સળગાવી દીધા હતા અને પોલીસથી બચવા સારું છુપાતો ફરતો હતો.

આ પણ વાંચોકપલ બસમાં ઝડપાયું, પુરા કપડા પણ ન પહેરવા દીધા યુવતીને અને પોલીસ સ્ટેશન લવાઈ, Video વાયરલ

જોકે ક્રાઇમબ્રાન્ચની ટીમે ચોક્કસ હકીકત મળતા સગીર વિરુદ્ધ કાયદેસરના પગલાં ભર્યા છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સગીર છે અને મૃતક સામે પણ અગાઉ ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. મૃતકે આરોપીની માતાને ગાળો બોલીને ધમકી આપી હતી, જે વાતનો ગુસ્સો કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોરને હતો, જેથી તેણે તેની હત્યા કર્યા હોવાનું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો - અનોખી ઘટના: વરરાજા બની ગયો જાનૈયો, અને મોટા ભાઈની મંગેતર સાથે નાના ભાઈને કરવા પડ્યા લગ્ન

જોકે હાલ તો આ વાત સામે આવી રહી છે પરંતુ ખરેખર આજ વાત ના લીધે હત્યા કરવામાં આવી છે કે, પછી અન્ય કોઈ કારણ છે તે જાણવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું છે કે આરોપી સગીર હોવાથી નિયમ પ્રમાણે પોલીસે કાર્યવાહી કરી છે, અને ઓઢવ પોલીસને સોંપવા કાર્યવાહી કરી રહી છે.
Published by: kiran mehta
First published: June 25, 2021, 9:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading