અમદાવાદની આગનો પ્રથમ પ્રત્યક્ષદર્શી, 'આગ લાગી ત્યારે નાની હતી પરંતુ ICUમાં બ્લાસ્ટ થતા સ્થિતિ વણસી'

News18 Gujarati
Updated: August 6, 2020, 2:40 PM IST
અમદાવાદની આગનો પ્રથમ પ્રત્યક્ષદર્શી, 'આગ લાગી ત્યારે નાની હતી પરંતુ ICUમાં બ્લાસ્ટ થતા સ્થિતિ વણસી'
ચિરાગ પટેલ

બીજા ડૉક્ટર પણ આગ બુઝાવવામાં પોતાની પીપીઇ કીટમાં આગ લગાવી દે છે. આ બંન્નેને ઓલવવાનો ટ્રાય અમે બહાર કરીએ છીએ તે ઓલવાઇ છે એટલામાં અંદર બ્લાસ્ટ થઇ ચૂક્યો હોય છે.

  • Share this:
અમદાવાદ : શહેરના (Ahmedabad) નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ખાનગી શ્રેય હોસ્પિટલમાં (Shrey hospital) ગત મધરાતે અચાનક આગ ભભૂકી (fire) હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. જ્યારે અન્ય 40થી વધુ દર્દીઓને SVP હૉસ્પિટલમાં (SVP Hospital) ખસેડાયા છે. આ દુર્ઘટનાનો પ્રત્યક્ષદર્શી એવા હૉસ્પિટલના વોર્ડ બોય  ચિરાગ પટેલ સાથે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરીને આ ગોઝરી રાતની કહાની દર્શાવી છે. જે સાંભળીને ભલભલા માણસોના હાંજા ગગડી જાય.

અઢી વાગ્યા સુધી બધુ બરાબર હતુ

પ્રથમ પ્રત્યક્ષદર્શી, હૉસ્પિટલના વોર્ડ બોય, ચિરાગ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, રાતે અઢી વાગ્યા સુધી બધુ બરાબર હતુ. અંદર હૉસ્પિટલનો સ્ટાફ હતો. ત્રણ વાગ્યાની આસપાસ આઈસીયુની અંદર શું બન્યુ એ મને ખબર નથી પરંતુ અંદરનો સ્ટાફ બહાર દોડતો દોડતો આવે છે. મને બોલાવીને કહે છે કે, પાણી લઇને ફટાફટ અંદર આવો. હું તેમની પાછળ પાછળ પાણી લઇને જાઉ છું. તો અંદર જોવ છું કે, નવ નંબરનાં દર્દી પાસે આગ લાગી હોય છે. ત્યારે આગ વધારે મોટી નથી હોતી. પરંતુ આગ એટલી નજીક હતી કે દર્દીનાં વાળ પર આગ લાગી હતી. મેં દર્દીનાં વાળ પરથી આગ બુઝાવી દીધી. આ દરમિયાન સ્ટાફ બ્રધરની પીપીઇ કીટ આગ પકડી લે છે. તેને બચાવવા માટે હું ખેંચીને બહાર લાવતો હોવ છું. ત્યારે જ મિતવાબેન ડૉક્ટર કીટ પર પાણીનો છંટકાવ કરે છે પરંતુ તે આખે આખી ઓલવાતી નથી. આ દરમિયાન બીજા ડૉક્ટર પણ આગ બુઝાવવામાં પોતાની પીપીઇ કીટમાં આગ લગાવી દે છે. આ બંન્નેને ઓલવવાનો ટ્રાય અમે બહાર કરીએ છીએ તે ઓલવાઇ છે એટલામાં અંદર બ્લાસ્ટ થઇ ચૂક્યો હોય છે.

તે ફ્લોરના અન્ય દર્દીઓને નીચે લઇ જવાયા

તેમણે ગોઝારી ઘટનાનું આગળ વર્ણન કરતા જણાવ્યું કે, જે બાદ અમે ડોક્ટર્સને કહ્યું કે તમે અન્ય દર્દીઓને બચાવીને બહાર લઇ જાવ. તો તમામ સ્ટાફે અન્ય દર્દીઓને સેફ જગ્યાએ લઇ ગયા. અંદર જે રૂમમાં બ્લાસ્ટ થયો હતો તેનો ધુમાડો એટલો જોરદાર હતો કે અમે લોકો કશુ પણ જોઇ શકતા ન હતા. એ ફ્લોર પરના 11 દર્દીઓમાંથી ત્રણ દર્દીઓ એવા હોય છે કે જેઓ તેમની રીતે ચાલી નથી શકતા. ત્યારે મેં તે દાદીને ઉંચા કરીને નીચે લઇ જઉ છઉં. તેમને સેકન્ડ ફ્લોર પર મુકી આવું છું પાછો ઉપર આવું છું. તે દરમિયાન એક દાદી જે ચાલી નથી શકતા તે સીડીમાં પડેલા જોઉ છું અને તેમને પણ નીચે લઇ જાવ છું. એમની પાછળ એમનો દીકરો પણ પાછળ આવે છે. ઉપર જઇને જોઉ છું તો આઇસીયુની બહારનાં એકપમ દર્દી ત્યાં હતા નહીં બધા સેફ જગ્યાએ પહોંચી ગયા હોય છે.

આ પણ વાંચો - અમદાવાદની હૉસ્પિટલમાં આગ : CM રૂપાણીએ ત્રણ દિવસમાં અહેવાલ આપવાનાં કર્યા આદેશ, મૃતકોના પરિવારને ચાર લાખની સહાયફાયર બ્રિગેડ પણ આટલા ધૂમાડામાં કંઇ જોઇ નથી શકતી

તેમણે વધુમા જણાવ્યુ કે, આઇસીયુમાં જવા માટેની વિઝિબલિટી ન હતી અને તે સાથે અંદર જવાની તાકાત ન થઇ. પરંતુ હું નીચે આવીને ઉપરની કાંચીની બારી પાસે જવાનો પ્રયત્ન કરુ છુ. હું પાઇપથી ઉપર ચઢી પણ જાવ છું અને કાંચ તોડવાનો પ્રયત્ન કરૂં છું. કાંચ એટલો જાડો છે કે તે તોડવામાં મારા હાથ પર પણ વાગી જાય છે. તો પણ હું કાંચ તોડીને રહું છું. તેટલી વારમાં ફાયર બ્રિગેડ આવી જાય છે. ત્યારે હું તમની ટીમ સાથે ઉપર જાવ છું પરંતુ તેઓ મને એમની સાથે અંદર ન લઇ ગયા. પરંતુ ત્યાં ધુમાડો જ એટલો હતો કે 10 મિનિટ સુધી તેમને રસ્તો જ ન મળ્યો એટલે તેઓ નીચે આવે છે અને હું તેમને વિનંતી કરૂં છું કે, મને ઉપર લઇ જાવ હું બતાવીશ અને મને જે થાય તેની જવાબદારી મારી જ રહેશે.

આ પણ જુઓ - 

જે બાદ તેઓ ઓક્સિજન અરેન્જ કરીને મને ઉપર લઇ જાય છે. અમે અંદર જઇને એક બે દર્દીઓને હાથ અડાવીને જોયું તો તેમની ચામડી અમારા હાથમાં આવતી હતી. અમે પણ ત્યાં ઉભા રહી શકતા ન હતા તેટલું ગરમ હતું. એટલે અમે ત્રણજણ બહાર આવ્યા અને ફાયરની ટીમે વિઝિબ્લિટી સાફ થાય તેનો ઘણો જ પ્રયત્ન કર્યો. પરંત ઘણું મોડુ થઇ ગયુ હતું.

આ પણ વાંચો -  અમદાવાદ હૉસ્પિટલની આગમાં બળીને ભડથું થયેલા દર્દીઓનાં પરિવારોનો આક્ષેપ, હૉસ્પિટલે જાણ ન કરી, સવારે ટીવી જોઇને ખબર પડી
Published by: Kaushal Pancholi
First published: August 6, 2020, 12:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading