અમદાવાદ : યુવતીના નામે નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બીભત્સ તસવીરો મૂકી, FIR થતા યુવક ઝડપાયો


Updated: October 17, 2020, 1:09 PM IST
અમદાવાદ : યુવતીના નામે નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બીભત્સ તસવીરો મૂકી, FIR થતા યુવક ઝડપાયો
સાયબર ક્રાઇમ દ્વારા ઝડપાયેલો આરોપી

ઝડપાયેલા યુવકની કબૂલાત ' હું છોકરો છું એટલે મારી સાથે ઇન્સ્ટાગ્રામમાં કોઈ વાત નહોતું કરતું એટલે મેં Fake-ID બનાવ્યું હતું'

  • Share this:
અમદાવાદ: સાયબર ક્રાઇમને લગતા (Cyber crime) અજીબ કિસ્સા સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદ સાયબર (Ahmedabad Cyber crime) ક્રાઇમમાં નોંધાયો. જેમાં એક યુવતીએ ફરિયાદ આપી કે તેના નામે ફોટો મોર્ફ કરીને અજાણ્યા શખશે ઇન્સ્ટાગ્રામ (Fake Instagram ID of girl) એકાઉન્ટ બનાવી તેની પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડી છે. જેથી સાયબર ક્રાઇમે ટેક્નિકલ સર્વેલન્સ ના આધારે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ ઝડપાઈ ગયા બાદ ચોંકાવનારી  કબુલાત કરી હતી. ઘણી વાર એક તરફી પ્રેમમાં પાગલ યુવકો આવું કારસ્તાન કરતા હોય છે પરંતુ અહીંયા યુવકે આપેલું કારણ તમામ ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે લાલબત્તી સમાન છે. જોકે, કોઈ વ્યક્તિ મજાક-મસ્તી ખાતર પણ આવું કરતા હોય તો તેમને જેલના સળિયા પાછળ જવાનો વારો આવી શકે છે.

ઝડપાયેલા યુવકે કબૂલાત કરી કે તેના નામના એકાઉન્ટમાં કોઈ વાત ન કરતું હોવાથી તેણે યુવતીના નામે એકાઉન્ટ બનાવ્યું હતું. યુવતીના નામે એકાઉન્ટ બનાવી લોકો સાથે વાતચીત થઈ શકે તે માટે બનાવ્યું હતું.

શહેરના ગુલાબ ટાવર રોડ પર રહેતી 22 વર્ષીય યુવતી પોતાના નામે સોશિયલ મીડિયામાં (Social Media) એકાઉન્ટ ધરાવે છે. ગત મે માસમાં તે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ જોતી હતી ત્યારે તેના જ ફોટો ધરાવતા અને તેના જ નામના એકાઉન્ટ પરથી તેને રિકવેસ્ટ આવી હતી.

આ પણ વાંચો :  અમદાવાદ : 'તારે આ ઘરમાં રહેવું હોય તો પિતા પાસેથી 20 લાખ લઈ આવ', લાલચું પતિ સામે પત્નીની ફરિયાદ

આ એકાઉન્ટ ધારકે બીભત્સ ફોટો પણ અપલોડ કર્યા હતા. જેથી યુવતીએ તપાસ કરતા તેના નામનું ફેક આઈડી બન્યું હતું. તેને આઈડી ધારકને આ એકાઉન્ટ બન્ધ કરવા પણ કહ્યું જોકે તે શખશે કોઈ જવાબ આપ્યો ન હતો. આખરે યુવતીએ આ મામલે અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં ધ્વનિલ પટેલ નામના વ્યક્તિએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હોવાનું સામે આવતા ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :  કેશોદ : 'હું પૈસાની તકલીફના કારણે આ પગલું ભરું છું,' FBમાં સુસાઇડ નોટ મૂકી આપઘાતનો પ્રયાસ

આરોપી ધ્વનિલની પૂછપરછ માં સામે આવ્યું કે તે યુવક હોવાથી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ વાત કરતું ન હતું. જેથી લોકો યુવતીઓ સાથે જ વાત કરતા હોવાની ભ્રમણા બાંધી તેણે આ એકાઉન્ટ બનાવી લોકો સાથે વાતો શરૂ કરી હતી. આટલું જ નહીં લોકો વાત કરવા જોડાય તે માટે બીભત્સ ફોટો પણ મુક્યા હતા.
Published by: Jay Mishra
First published: October 17, 2020, 1:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading