અમદાવાદ : ભારતની કોરોના સામેની લડાઈના 10 મહિનની મહેનતને આખરે સફળતા મળી છે. આખરે કોરોનાનો (Corona vaccine) ખાત્મો બોલવવા ભારતમાં પણ રસીકરણ (Corona Vaccination) અભિયાન શરૂ થઈ રહ્યું છે. દેશભરમાં પહેલા મેડિકલ અને પેરામેડકકલ માટે રસીકરણ શરૂ થયું છે. પરંતુએ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે, કોણે આ વેકસીન ન લેવી.
નિષ્ણાત શું જણાવે છે?
પ્રેગ્નેન્ટ વુમન, 18 વર્ષથી નીચેની ઉંમરના લોકો અને જે બાળકોને ફીડીગ કરાવે છે તેઓને આ વેકસીન ન લેવાની તબીબી નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના મેમ્બર ડો.વસંત પટેલ જણાવે છે કે, કોરોના સામેની લડાઈમાં વેક્સિનેશન એ ભારતનું સફળ કદમ છે. વિશ્વનું સૌથી મોટું રસીકરણ શરૂ થયું છે. રસી લેવાથી ઘણા ફાયદા છે. 60 વર્ષના ઇતિહાસમાં રસીકરણના કારણે શીતળા, ઓરી અછબડા આ રોગોને કન્ટ્રોલ કરી શકાયા. ભારતનો રસીકરણનો પ્રોગ્રામ યુનિક છે.
રસીની સામાન્ય સાઇડ ઇફેક્ટ
રસીની સાઈડ ઇફેક્ટની જો વાત કરીએ તો, જ્યાં વેકસીન લીધી હોય ત્યાં સામાન્ય લાલ થવું, એ જગ્યાએ સોજો આવવો કે સામાન્ય તાવએ કોઈપણ રસી લીધા બાદ થાય છે. તેવુ આ રસી લેવામાં પણ થઈ શકે. પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી.
રસી કોણે નથી લેવાની?રસી કોણે નથી લેવાની તેના પર વાત કરીએ તો 18 વર્ષથી નીચેના લોકો, પ્રેગ્નનેન્ટ મહિલાઓ, જે માતા બાળકને પોતાનું ફીડીગ કરાવતી હોય તે, જે લોકો પ્રેગનન્સીનું પ્લાનિંગ કરી રહ્યા છે તેમજ ઇમ્યુનો સ્પ્રેશન ડ્રગ લેતા હોય તેવા લોકોએ આ રસી લેવાની નથી. કારણ કે, આ રસીનું પરીક્ષણ હજુ સુધી આ લોકો પર કરાયું નથી. મહત્વનું છે કે, સૌથી પહેલી અસરકારક રસી સ્મોલ્પોક્સની શોધાઈ હતી.
એ રસી બહાર ભારતમાં સૌપ્રથમ 1802માં અંગ્રેજોના શાસનકાળમાં આવી હતી. જે 3 વર્ષની બેબીને મુંબઈમાં સૌથી પહેલી આપવામાં આવી હતી. ત્યારે કોરોનાની વેકસીનમાં ભારત દેશ આત્મનિર્ભર બની ગયો છે અને દુનિયા આખી વેકસીન માટે ભારત તરફ મીટ માંડીને બેઠું છે.