અનિલ સ્ટાર્ચ મિલ કૌભાંડમાં વધુ એક ઘટસ્ફોટ! માલિક અમોલ શેઠે AMCને રૂ.50થી 60 કરોડનો ચૂનો લગાવ્યો! 


Updated: October 17, 2021, 11:30 PM IST
અનિલ સ્ટાર્ચ મિલ કૌભાંડમાં વધુ એક ઘટસ્ફોટ! માલિક અમોલ શેઠે AMCને રૂ.50થી 60 કરોડનો ચૂનો લગાવ્યો! 
એએમસી ઓફિસની ફાઈલ તસવીર

Ahmedabad crime news: આ છેતરપિંડી (fraud case) હજુ આંક કદાચ હજારો કરોડ રૂપિયા થઇ શકે છે . ત્યારે અનિલ સ્ટાર્ચ મિલ પર ૫૦ થી ૬૦ કરોડનો ટેક્ષ બાકી હોવાનો (Tax evasion) આરોપ લગાવામા આવ્યો છે.

  • Share this:
અમદાવાદઃ અનિલ સ્ટાર્ચ મિલ કૌભાંડ (Anil Starch Mill scam) મામલે એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે. મિલ માલિક અમોલ શેઠ સહિત અનેક લોકો સામે છેતરપિંડી ફરિયાદના (fraud complaint) પગલે ધરપકડ કરવામાં આવી છે. અને આ છેતરપિંડી (fraud case) હજુ આંક કદાચ હજારો કરોડ રૂપિયા થઇ શકે છે . ત્યારે અનિલ સ્ટાર્ચ મિલ પર 50થી 60 કરોડનો ટેક્ષ (Tax evasion) બાકી હોવાનો આરોપ લગાવામા આવ્યો છે .

એએસમી ટેક્ષ વિભાગનીા પૂર્વ કર્મચારી પુનમભાઇ પરમાર આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે અનિલ સ્ટાર્ચ દ્વારા ખોટી આકારણી કરાવી ટેક્ષમાં ગેરરીતી કરવામાં આવી છે . એએસમી અધિકારીઓ અને સત્તાધીશોની મિલી ભગત થી ટેક્ષની રકમ ઓછી આકવામાં આવી છે. જે અંતર્ગત ૨૦૦૧ થી અત્યાર સુધી ૫૦ થી ૬૦ કરોડ રૂપિયા ટેક્ષ પેટે બાકી એએમસીને લેવાલી નિકળે છે. 2001/2002મા અનિલ સ્ટાર્ચ ફેક્ટરી હતી જેનું ક્ષેત્રફળ ૫૧ હજાર ચોમી ઉપર થતું હતું.

તેમજ 2005/06 મા ટેક્ષ આકારણી કરવામા આવી હતી તે સમયે તે ક્ષેત્રફળ 87 હજાર ઉપર થતું હતું. છતા પણ અનિલ સ્ટાર્ચ એએમસી ટેક્ષ વિભાગ સાથે ગોઠવણ કરી તેઓને ક્ષેત્રફળ ટેક્ષ બિલ પર માત્ર 60 હજાર ચોમી જ બતાવ્યું હતુ . ફેકટરીમા અંદર નવા બાંધકામ તેમજ વ્યાપ વધ્યો હોવા છતા આજ દિન સુધી માત્ર 60 હજાર ચોમી ક્ષેત્રફળ ટેક્ષ વસૂલ કરવામાં આવે છે .

વધુમા પૂર્વ કર્મચારી પરમારે જણાવ્યુ હતુ કે એએસમી એસ્ટેટ વિભાગના ચોપડે તેમનું ક્ષેત્રફળ દોઢ લાખ ચોમી છે અને એએમસી ટેક્ષ વિભાગ તેમનું ક્ષેત્રફળ 60 હજાર ક્ષેત્રફળ બતાવે છે . એએસમી બે વિભાગ અલગ અલગ ક્ષેત્રફળ ચોમી બતાવી રહ્યા છે . જે પણ એક શંકાસ્પદ છે. આ અંગે કમિશનરને 2018 લેખિતમા રજૂઆત કરી હતી .

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કન્યા રાશિના લોકોએ ભ્રમણાઓમાંથી બહાર નીકળવું, જાણો રાશિફળ

પરંતુ આ કૌભાંડ બહાર લાવતા અન્ય ઉચ્ચ અધિકારીઓ મારી ઉપર ખોટા રીતે ટોચર કરતા મારે એએમસી નોકરી છોડવી પડી હતી. એએમસી વિજીલન્સ પાસે ટેક્ષ એસેમેન્ટ કરવાની કોઇ સત્તા ન હોવા છતા તેઓ અનિલ સ્ટાર્ચનું એસેસમેન્ટ કર્યું હતુ.આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

તેથી જ અહીં કઇક દબાણ વંશ ઓછા ક્ષેત્રફળ બતાવવા કૌશિક થઇ હોવાની શંકા ઉભી થાય છે  વધુમા પરમારે જણાવ્યુ હતુ કે અનિલ સ્ટાર્ચ કંપની અનેક વખત ચોપડા પર નામ બદલ્યું છે. અનિલ સ્ટાર્ચ ફેક્ટરી, અનિલ સ્ટાર્ચ લિમિટેડ, ધી અનિલ સ્ટાર્ચ કંપની આમ અનેક નામ સમાયતરે બદલા છતા ટેક્ષમા કોઇ ફેરફાર કરાયો નથી.

આ પણ વાંચોઃ-પત્નીએ પ્લાન બનાવીને પતિને પ્રેમીકા સાથે રૂમમાં રંગેહાથે પકડ્યો, બંનેને લગાવી દીધી આગ

એએમસી તરફથી નામને લઇ પણ કોઇ સવાલ કેમ કંપની પાસે માંગવામાં આવ્યો નથી. અનિલ સ્ટાર્ચ એએમસી નહી પણ રાજ્ય સરકારને પણ ખોટા દસ્તાવેજ રજૂ કરી લાખો રૂપિયા ચુનો પણ લગાવ્યો છે.

આ અંગે એએમસી રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલ સાથે ન્યુઝ 18 ગુજરાતીએ ટેલિફોન વાત કરતા જણાવ્યુ હતુ કે આ અંગે એએમસી તપાસ કરશે . ખરેખર શું છે સ્થિત તે અંગે તપાસ કરી આગળ કાર્યવાહી થશે.
Published by: ankit patel
First published: October 17, 2021, 11:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading